અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક મળી
ભુજ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત (વિદ્યાલય શિક્ષા)ની રાજ્ય કારોબારી બેઠક મણીનગર, કર્ણાવતી સ્થિત ડૉ. હેડગેવાર ભવન ખાતે સંપન્ન થઈ હતી. ૪૦૦થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણલાલ ગુપ્તા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત તથા ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર ઉપસ્થિત રહેલ હતા.
મંડળ રચનાનું કાર્ય તેજ ગતિએ આગળ વધારવા તથા ૧થી ૩૧ જુલાઈ દરમિયાન યોજાનાર સદસ્યતા અભિયાન માટે વ્યૂહરચના રજૂ કરવામાં આવી હતી. ૨૧ જુલાઈને મહાસદસ્યતા અભિયાન જાહેર કરાયેલ હતુ. બેઠકમાં જુની પેંશન યોજના ફરીથી અમલમાં લાવવાની સરકાર પાસે માંગણી કરવા મક્કમતા દર્શાવેલ હતી. તા. ૧-૪ પછી તથા આગામી સમયમાં નિમણૂંક પામનારા શિક્ષકોને જૂની પેંશન યોજના હેઠળ સામેલ કરવાની માંગ રજૂ કરવામાં આવી. ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ ૨૨ ભાષાઓના સંરક્ષણ માટે ૫૦૦ પુસ્તકોના અનુવાદ માટે મહાસંઘના સહયોગથી કાર્ય શરૂ કરવાનું પણ નક્કી કરાયું હતું.
બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજય ઉપાધ્યક્ષ (કોર ટીમ) મુરજીભાઈ ગઢવી, નયનભાઈ વાંજા, અલ્પેશભાઈ જાની, ધર્મેન્દ્રભાઈ પરમાર, ભરતભાઇ ધરજીયા, રમેશભાઇ ગાગલ, મનુભા સોઢા, દિપકભાઇ બારમેડા સહિતના હોદ્દેદારો જોડાયા હતા.
-----a

Comments