બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબના ડોક્ટરે વર્લ્ડ ફિઝીયોથેરાપી કોન્ફરન્સમાં લીધો ભાગ
ભુજ : ત્રણ રાષ્ટ્રીય પુરસકારથી સન્માનિત બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહોબિલિટેશન ઈન્સ્ટિટ્યુટ એન્ડ રિસર્ચ સેન્ટર ર૦૦૧ના ભૂકંપથી ભૂકંતગ્રસ્ત માટે નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે તથા અદ્યતન આધુનિક સેવાઓથી ઉપલબ્ધ એક રિહેબિલીટેશન સેન્ટર છે. જયા રિહેબિલીટેશનમાં ક્લિનીકલ ફિઝીયોથેરાપીસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. દેવલ પાઠક હાલમાં મે મહિનામાં જાપાનમાં યોજાયેલ વર્લ્ડ ફિઝીયોથેરાપી કોન્ફરન્સમાં ડાયરેક્ટર મુકેશ દોશી તથા ડૉ. લોકનાથનના માર્ગદર્શન હેઠળ ફિઝીયોથેરાપીસ્ટ ઓટીઝમ બાળકો પર રિસર્ચ પેપર તથા પ્રોઝન્ટેશનમાં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પ૦૦૦થી વધારે ફિઝીયોથેરાપીસ્ટે ભાગ લીધો હતો તથા ર૪૦૦થી વધારે આખી દુનિયામાંથી પેપર પ્રોઝન્ટેશન કરવા માટે પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો. સંસ્થાના ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટી શાંતિલાલ વીરા, ડાયરેક્ટર મુકેશ દોશીના સતત સાથ-સહકારથી ડોક્ટરોને વારંવાર નેશનલ તથા ઈન્ટરનેશનલ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તે બદલ ડૉ. દેવલ પાઠક અને જયા રિહેબની ટીમે સંસ્થાનો આભાર માન્યો હતો.
--------

Comments