કચ્છ સાંસ્કૃતિક - લોકકળાઓ ક્ષેત્રે ઉચ્ચ વારસો ધરાવે છે
કલા વારસો દ્વારા ભુજ ખાતે કલાકારોનો સ્નેહમિલન યોજાયો
ભુજ : કલા વારસો દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે. આ વખતે એક સપ્તાહમાં વિશ્વ સંગીત દિવસ, યોગ દિવસ અને કચ્છીઓનું નવું વર્ષ એટલે કે અષાઢી બીજ આમ ત્રિવેણી તહેવારોને ઉજવવા રૂહ જી રૈયાણ દ્વારા ટાઉનહોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કલાકારોના સ્નેહમિલનમાં કચ્છના વડિલ કલાકાર ગોપાલ નઝાર, ઉંમર જત, એમનાબેન ગીર, રાજબાઈ પારાણી, દેવીબેન આહિર અને મુશા પાડાના હરતે દિપ પ્રાગયટથી શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત એક સાથે કચ્છના લોકસંગીતના ૪૨૭ લોકકલાકારો રેયાણમાં ભેગા થયાં હતા. અને તહેવારોની ઉજવણી કરીને કચ્છના લોકવારસાને જાળવી સખવા સંકલ્પ લીધો હતો. તનીષા ખાને કલાકારોને આવકાર્યા અને ભારમલ સંજોટે ૧૨ વર્ષની મુસાફરીનો પ્રેઝેન્ટેશન કરીને કામગીરીનું અહેવાલ રજુ કર્યો હતો. ૭ કલાકારો સાથે શરૂ કરેલી સંસ્થા ૪૯૫ કલાકારોને જોડયા છે. તેઓ સાથે સંગીત રેયાણ, રીયાજશાળા, દસ્તાવેજીકરણ અને સામાજીક સુરક્ષા જેવી કામગીરી કરી છે. જે કલાકારોએ મુશાફરીમાં સાથે તેઓની યાદો તાજી થઈ હતી. કલાકારોના મંતવ્ય લેવામાં આવ્યા હતા. કલા અને કલાકારો માટે વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું અને આગળની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારોએ પોતાના અનુભવો શેર કર્યા. સંસ્થાના દાતા દેવેન્દ્રભાઈ શાહે કલાકારોને આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
સાંજના કચ્છ યુનિવર્સીટીના કુલપતિ મોહન પટેલના અધ્યક્ષપદે અને લીલાઘર ફોરવર્ડર્સ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર દેવેન્દ્રભાઈ શાહ, ફોકિઆના નિમિષ ફડકે, સુરતથી રમણીક ઝાપડિયા, કિર્તીભાઈ ખત્રી, સંસ્થાના ઉપપ્રમુખ દાના ભારમલ સહિતના હસ્તે દિપ પ્રાગટયથી રૂદ જી રેયાણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગડો. કશ્મીરાબેન મહેતા, કચ્છ મ્યુઝિયમના કયુરેટર બુલબુલ હિંગલાજીયા, ઝવેરીલાલ સોનેજી ઉપસ્થિત રહ્યા હતા.
કલા અને કલાકારો માટે છેલ્લા ૧ર વર્ષથી સંસ્થાએ કરેલી કામગીરીનું ભારમલ સંજોટ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ત્યાર બાદ કલાકારોના અનુભવો શેર કરવામાં આવ્યા. કલા અને કલાકારો માટે કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શનનું કાવ્ય જેઠી દ્વારા પ્રેજન્ટેશન દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. ગાયન વાદન ક્ષેત્રે વર્ષોથી સંગીત સાધના કરતા કલાસાધકોનું કલાવારસો ભૂષણ - ૨૦૨પ માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સીટીના કુલપતિ મોહન પટેલે કલાવારસો સંસ્થાને સાથે રાખી કચ્છ યુનિવર્સીટીમાં લોકસંગીતના સર્ટીફિકેટ કોર્સ ચાલુ કરવા આમંત્રણ આપ્યું હતું. ફોકિયાના મેનેજીંગ ડાયરેક્ટર નિમિશભાઈ ફડકે કહ્યું કે આ કામ આસાન નથી પરંતુ કલાવારસોએ જે રીતે કામ કર્યું તે અભિનંદનનું પાત્ર છે આગળ આવી રીતે વધે તે માટે ફોડીઆ સંસ્થા સાથે છે. બાદમાં કલાકારોએ પોતાની વિવિધ સંગીત શૈલીઓ રજૂ કરી હતી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
શંકરદાન બારોટ, તનિષા ખાન, હરેશ પરમાર, મોહન આહિર, નિલેશ જોષી, નારાણ ખોટ, કરમસી જોગણીયા, કાવ્ય જેઠી, હાજા સંજોટ, પુંજા સજોટ, ગુરૂ સંજોટ, કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.
-----
કલાવારસો ભૂષણ- ૨૦૨પ સન્માનિત કલાસાધકોની યાદી
• ગની કાદર લંઘા - મંગલ વાઘ નૌબત - શરણાઈ
• ગોપાલ વેરસી નજાર - પરંપરાગત સંતાર વાઘ સાથે દેશી આરાધીવાણીના ગાયક કલાકાર
• એમનાબેન આમદ મીર - પરંપરાગત લગ્નગીતોના ગાયક કલાકાર
• ખીમા પબા ગરવા - પરંપરાગત સંતાર વાદ્ય સાથે આગમવાણીના ગાયક કલાકાર
• અરજણ પબુ ગઢવી - પરંપરાગત રામસાગર વાઘ સાથે કચ્છી ભજનોના ગાયક કલાકાર
• રાજબાઈ નારાણ પારાધી - પરંપરાગત લોકગીત અને માતાજીના ગરબા
• અબ્દુલા આદમ શેખ - સૂફી કાફી કલમના ગાયક કલાકાર
• સુરા રાજા ચૌઘરી - પરંપરાગત સંતાર વાઘ સાથે ઉપદેશવાણીના ગાયક કલાકાર
• સાલેમામદ ઉમર કડીર - પરંપરાગત કાની અને જોડીયા પાવા વાદક
• બેચરા જેઠા ઢીલા- પરંપરાગત રાસુડાના ગાયક કલાકાર
-------

Comments