Trending News
સ્થાનિક સમાચાર

જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાની સમજણ સાહિત્ય આપે

30 June


 
વિજયરાજજી પુસ્તકાલય ખાતે મહિલાઓ સંચાલિત ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમમાં ડૉ. દર્શનાબેન ધોળકિયા સાથેની ગોષ્ઠી યોજાઈ 

ભુજ : સાહિત્ય જીવનની કોઈ પણ ઘટનાને દરેક વખતે નવી રીતે જોવા દ્રષ્ટિ પૂરી પડે છે. કૈંક અલગ રીતે જીવવું એવો મનમાં ખ્યાલ હતો અને સાહિત્યયાત્રાએ એમાં મદદ કરી. આધુનિક વિચારસરણીનો ઉછેર અને જાગૃતિ સાથે સ્વાભિમાન પૂર્વક જીવવાની તમન્ના સાહિત્યની ઉપાસનાએ પૂરી પાડી. મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે જાણીતા વાર્તાકાર રમીલાબેન મહેતાના અધ્યક્ષસ્થાને ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમમાં બોલતાં પ્રસિદ્ધ સર્જક ડૉ. દર્શનાબેન ધોળકિયાએ યુવા સંશોધક - અધ્યાપક જીલ ડાભી સાથેની ગોષ્ઠીમાં જણાવ્યું હતું. મહિલાઓ દ્વારા સંપૂર્ણ સંચાલિત કાર્યક્રમમાં સાહિત્ય - સર્જન, શિક્ષણ અને વ્યક્તિત્વ ઘડતરની રસપ્રદ વાતો થઈ હતી. 
કાર્યક્રમના પ્રારંભે પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સંજયભાઇ ઠાકર, રમીલાબેન મહેતા, દર્શનાબેન, જીલબેન, મલ્હારભાઈ બૂચ અને કારોબારી સભ્યોએ દીપપ્રાગટ્ય કર્યું હતું. પ્રારંભે લેખક કમલાબેન ઠક્કરે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડૉક્ટરેટની માનદ ઉપાધિ પ્રાપ્ત કરનાર ગૌતમ જોશી અને કચ્છ શક્તિ એવાર્ડ મેળવનાર ડૉ. મધુકાન્ત આચાર્યનું વિશેષ સન્માન પુસ્તકાલયના વરિષ્ઠ સભ્ય પીયૂષભાઈ પટ્ટણી અને કરીમભાઈ ખીરાએ કર્યું હતું. રમણીક સોમેશ્વર, પૂજા કશ્યપ, નૂતનબેન મહેતા, કૃષ્ણકાંત ભાટિયા, અશોક માંડલિયા, શાંતિલાલ વરૂ, ડૉ. મેહુલ પટેલ, મોહન જોશી, મધુકર ઠક્કર, નિખિલ ઠક્કર અને સાહિત્યરસિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સંચાલન સાથે આભારવિધિ જાગૃતિ વકીલે કરી હતી. ગ્રંથપાલ અવની ગેડિયા, નીતિન પંડયા અને કિરણ સોલંકીએ વ્યવસ્થા સંભાળી હતી એવું મંત્રી નરેશભાઈ અંતાણીની યાદીમાં જણાવાયું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM