વાગડમાં પાંંચ વર્ષિય બાળા સાથે અડપલા થતા ચકચાર
પૂર્વ કચ્છમાં હવે નાની બાળાઓ પણ અસલામત....
નરાધમ સામે બાલાસર પોલીસમાં ગુનો નોધાયો
ગાંધીધામ : તાલુકાના શિણાય ખાતે સગીરાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવાનો મામલો ચર્ચામાં છે ત્યાં હવે વાગડમાાં પાંચ વર્ષિય બાળા સાથે અડપલા કરવામાં આવ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. રવિવારે સવારે આ ઘટના બની હતી. ભોગ બનનાર બાળકી કુદરતી હાજતે ગઈ ત્યારે નરાધમે નજર બગાડી બાળકીને બાવળની ઝાડીમાં લઈ જઈ તેની સાથે અભદ્ર અડપલા કર્યા હતા. જેના કારણે બાળકી હતપ્રભ થઈ ગઈ હતી. બનાવના પગલે ઘરે જઈ વાલીને જાણ કરતા નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાલાસર પોલીસે પ્રભુ ઉર્ફે હગા નીલા કોલી સામે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી સામે પોકસો સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરી પીઆઈ એમ. એન. દવેએ આગળની તપાસ હાથ ધરી છે.

Comments