રાપર પોલીસના સરપ્રાઈઝ કોમ્બિંગથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતર્યા
દારૂ, ચોરી સહિતના ગુનામાં પકડાયેલા ઈસમોના ઘરે તપાસ કરાઈ
રાપર : વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ રાપર પીઆઈ જે.બી. બુબડિયાની આગેવાનીમાં પોલીસ દ્વારા અસરકારક કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૬ ગુના દાખલ કરી ૧૧ આરોપીની ધરપકડ સાથે ૧ર વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. દારૂના ૧૧ કેસ કરવા સાથે ૩૩ બુટલેગરો પર નીલ રેડ કરવામાં આવી હતી. ર૩૦ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ર૦ જેટલા એ રોલ અને બી રોલ ભરી ર૧ અવાવરૂં જગ્યા, ૭ હોટલ, ૯ દંગા તપાસી ૩૮ વ્યક્તિના ક્રાઈમ રેકોર્ડ અને ૬ વ્યક્તિનો ભૂતકાળ તપાસવામાં આવ્યો હતો. વિવિધ વિસ્તારોમાં હથિયાર ધારી પોલીસનો કાફલો ઉતરી પડતાં ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

Comments