એસએમસીની મોટી તવાઈ : ભુજના કેરા આવતો લાખોનો શરાબ હળવદ-માળીયા હાઈવે પર ઝડપાયો
પુનો-અનોપ જેવા બુટલેગરો હદ નથી વટાવતાં..!
મોરબી જિલ્લાના નવા દેવરીયા પાસે સ્ટેટ મોનીટરીંગની ટુકડી ત્રાટકી : બટેટાની બેગ્સમાં લવાતો ૧૮ લાખથી વધુનો દારૂનો જથ્થો પકડાયો : ૮ર૯૮ બીયર ટીન, ૧ વ્હીકલ સહિત ર૮,૩૭,૪૬૦નો મુદામાલ કબ્જે કરાયો
રાજસ્થાનનો ૧ ઝડપાયેલા શખ્સને હળવદ પોલીસ સ્ટેશનને સોપાયો : ઝડપાયેલા શખ્સ પર નોધાયેલા છે અગાઉ પણ લીકરના ગુના
બટાટાની આડમાં દારૂની હેરફેર પકડાઇ
પુનાની સામે પ્રાહીબીશનના જ ર૯ જેટલા કેસો નોધાયેલા છે, તો અનોપના કેરાના અડ્ડા પર એસએમસી ત્રાટકી ચુકી છે અને અનોપ હજુ વોન્ટેડ છે અને ફરીથી કેરા આવતા જ દારૂના લાખોના જથ્થા પર પુનઃ એસએમસીએ જ તવાઈ બોલાવી છે? વિચાર તો કરો આ બુટલેગરો અને ખાખીના અમુક ભ્રષ્ટ વહીવટદારો કેટલા છાકટા બની ગયા હશે? તેઓને કોઈનો ભય-ખૌફ
રહ્યો જ ન હોય તેમ દારૂબંધીના લીરેલીરા ઉડાળી રહ્યા છે
કેરામાં કયારેક સિમેન્ટની આડમાં તો કયારેક બટેટાની આડમાં ઈંગ્લીશદારૂ-બીયર ટનની થાય છે ધુમ હેરફેર? : માનકુવા પટ્ટામાં ખાખીના ભ્રષ્ટ વહીવટદાર વિજયને સરહદ દેખાડો, નહી તો દારૂની આટઆટલી મોટી ખેપો કેરા પટ્ટામાં ઠલવાતી જ રહેશે ..! ૧ પકડાશે તો ૧૦ ખેપ ઉતરી જશે?
ગાંધીધામ : તાજેતરમાં જ ભુજના કેરામાં ખુલ્લા ચોગાનમાં દારૂનું કટીંગ થતુ હતુ તે વેળાએ જ એક કરોડથી વધુનો ઈંગ્લીશદારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગની ટીમે દબોચી લીધો હતો અને તેમાં અનોપસિહ રાઠોડ નામના બુટલેગરની ભુમિકા સામે આવવા પામી ગઈ છે.૧ કરોડથી વધુનો જંગી દારૂનો જથ્થો એસએમસની ટુકડીએ ઝડપયો હોવાથી ન માત્ર કચ્છ પોલીસ બલ્કે તે વખતે આખાય ગુજરાતમાં ભારે ચકચાર સર્જાઈ જવા પામી હતી.
આ કેસની તપાસ ચાલી રહી છે, અનોપ સહિતના મોટા માથાઓ હજુ પોલીસનેહાથ લાગવાના બાકી જ છે, ત્યાં તો ફરીથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજસ્થાનથી કચ્છ-ભુજના કેરા પાસે જ પહોચી રહેલા લાખોના ઈંગ્લીશદારૂનીખેપ પર હળવદ-માળીયા હાઈવે રોડ પર નવા દેવરીયા પાસે તવાઈ બોલાવી દીધી છે અને આ જથ્થો, વાહનો, સાથે રાજસ્થાનના એક શખ્સને દબોચી લીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
હળવદ-ધ્રાંગધ્રા-માળીયા હાઇવે ઉપર અવારનવાર ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાને હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. ત્યારે ગાંધીનગર એસએમસીની ટીમને અમદાવાદ તરફથી કચ્છ તરફ ઇંગ્લિશ દારૂ અને બે અને જથ્થો કચ્છ તરફ જતો હોવાની બાતમી મળતા દેવળિયા નજીક ટ્રક
ઝડપીને પોલીસ સ્ટેશનને લાવીને કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી.
હળવદ- ધ્રાંગધ્રા- કચ્છ હાઇવે ઉપર અવારનવાર
પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે છે. રવિવારે મોડી રાત્રે અમદાવાદ તરફથી ભુજ-કચ્છ તરફ જતી એક ટ્રકને રોકી ગાંધીનગર એસએમસીની ટીમે તપાસ હાથ ધરી હતી.હળવદ નજીક આવેલા દેવળિયા ગામના
પાટિયા પાસે રોકેલી ટ્રકમાંથી બટાટાની આડમાં ઇંગ્લિશ દારુ અને બિયરના જથ્થાની હેરફેર કરવામાં આવતી હતી. ઉપરોક્ત ટ્રક અને દારૂ-બિયરના જથ્થાને પોલીસ સ્ટેશને લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવી છે. ટ્રક ચાલક ક્યાંથી દારૂનો જથ્થો લાવ્યો હતો, કોને આપવાનો હતો તેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં થયેલી કાર્યવાહીની જો વાત કરીએ તો એસએમસીની ટીમ દ્વારા હળવદ -માળીયા હાઈવે, નવા દેવરીયા, તાલુકો હળવદ-મોરબી ડીસ્ટ્રીકના હળવદ પોલીસ સ્ટેશનની હદમં આવતા વિસ્તારમાં દરોડો પાડી અને ૮ર૯૮ બીયરના ટીમ કે જેની કિમંત ૧૮,રપ,પ૬૦, એક વ્હીકલ જેની કીમંત ૧૦ લાખ, બટેટાની બેગ્સ કે જેમાં બીયરના ટીન સંતાડેલા હતા ૩પ, ૧૯૦૦ રૂપીયા ેકશ સાથે કુલ્લ ર૮,૩૭,૪૬૦ના મુદામાલ સાથે મુળ રાજસ્થાન, ઝાલોર, રાનીવાડા તાલુકાના રાજીવનગરના રહેવાસી મુકેશ પુનામારામ જાગનુ જે ટ્રક ડ્રાયવર હતો તેની ધરપકડ કરી લીધી છીે. આ પ્રકરણમાં ડી એસ ઝાશોલ, બે અજાણ્યા શખ્સો, ટ્રકનો માલીક, ટ્રકનો ફાસ્ટેગ હોલ્ડર, તથા બીયરના ટીન મેળવનારો શખ્સ વોન્ટેડ છે જેની શોધખોળની આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જે શખ્સ ઝડપાયો છે તેની સામે ટંકારા પોલીસ સ્ટેશન તથા લોધીકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ર૦ર૩માં અલગ અલગ પ્રોહીબીશનના કેસો નોધાયેલા છે. આ કેસમાં પ્રોહી.નીકલમો તથા ભારતીય ન્યાય સહીતાની કલમો તળે કેસ દાખલ કરવામા આવ્યો છે. એસએમસી વતીથી પીઆઈ પી પી બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દારૂનો જથ્થો કચ્છના કેરા તરફ જ આવી રહ્યો હોવાનુ પ્રાથમિક રીતે સામે આવવા પામી
રહ્યું છે.
........................
કચ્છમાં દારૂના નેટવર્ક પર એસએમસીના સફળ દરોડા :
- તો આઈજી શ્રી હજુ સુધી કેમ કડક પગલા લેતા નથી?
અમદાવાદ બેઠા બેઠા એસએમસી કેરા જેવા અંતરીયાળ વિસ્તાર સુધી પહોચી જાય, પુના-અનોપ જેવા દારૂના બુટલેગરોના કટીંગ થતા દારૂને ઝડપી લીધો, તો સ્થાનિકોની સામે તો સવાલ થાય જ થાય? એસપીશ્રીએ આ પ્રકરણ બાદ બે પીઆઈને લીવ રીઝર્વમા મુકી દીધા પણ કચ્છ બોર્ડર રેન્જ આઈજીપીશ્રી હજુ સુધી કેમ કાર્યવાહી કરતા ન દેખાયા?
આઈજીની ખાસ બ્રાન્ચમાં સેવારત પીઆઈની ભુમિકા એસએમસીના સફળ દરોડા વખતે નથી આવતી શંકાના દાયરામાં : કચ્છ જેવા પાકીસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લાના સરહદી રેન્જમાં શું એવા પીઆઈને રખાય ખરા કે જેઓ ભ્રષ્ટાચાર સહિતના કેસમાં લાંબો સમયનો જેલવાસ ભોગવી ચૂકયા હોય..! : પોલીસતંત્ર માટે આ પણ કહેવાય ચિંતાનો વિષય : જાણકારોમાંથી જામતી ચર્ચા
એસએમસી દ્વારા પાડવામાં આવેલી મોટી સફળ રેઈડથી ઉચ્ચ અધિકારીની છબીને અસર નહી પડે? : કચ્છ સરહદી જિલ્લો છે, એટલે વધારે ગંભીરતા દાખવવી જ ઘટે
ગાંધીધામ : પાકીસ્તાન જેવા નાપાક આતંરરાષ્ટ્રીય મુલકની જળ-વાયુ-ભુમી સરહદોને સ્પર્શીને આવેલા કચ્છ જિલ્લામાં પોલીસતંત્ર અને તેમાં પણ કચ્છ બોર્ડર રેન્જની ભુમિકા ખુબજ મહત્વપૂર્ણ બની જતી હોય છે. આ જિલલામાં આતંરીક અને બાહ્ય સુરક્ષાઓમાં કોઈ ચુક ન થાય તે માટેનું તમામ સુપરવિઝન કચ્છ બોર્ડર રેન્જ કક્ષાએથી કરવામા આવતુ હોય છે. ત્યારે કચ્છમાં તો કાયદો વ્યવસ્થાને લલકારી જતી ઘટનાઓ જેવી કે ડ્રગ્સ અને દારૂના મોટા નેટવર્ક વકરી ગયા હાયે અને તેમાં કયાંક ને કયાંક એક યા બીજી રીતે ખાખી પણ લાપરવાહ હોય તેવી ઘટનાઓ નોધાવવા પામી રહી છે.
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો સરહદી ક્ષેત્રનાજાણકારો સવાલ પુછી રહયા છે કે, કચ્છમાં પાછલા ટુંકા સમયમાં સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે એસએમસી ન માત્ર ત્રાટકી ગઈ બલ્કે સફળ દરોડાની પાડી અને કુખ્યાત બુટલેગરોની ભુમિકાઓ છત્તી કરી ગઈ છે, તો શું આ સ્થાનીક પોલીસને માટે શર્મનાક ઘટના ન કહેવાય..! એસએમસી અમદાવાદ બેઠા બેઠા જો ભુજ તાલુકાની પાસે કેરા ગામના સીમાડામાં લાખોની રકમના દારૂના કટીંગ ચાલતા હોય ત્યારે સ્થળ પર પહોચી અને સફળ કેસ કરી દેખાડે છે તો સવાલ તો થશે જ કે, સ્થાનિક પોલીસ કયાં ઉંઘમાં ઘોરતી હતી કે પછી આંખ મિચામણાકરી રહી હતી?અમદાવાદની ખાસ ટીમ(એસએમસી) કચ્છમાં આવીને ઉપરાઉપરી દરોડા પાડીને કરોડોનો દારૂ પકડી જાય અને કચ્છની સ્થાનિક પોલીસને એ વિષયે ખબર પણ ન હોય એવું કોણ માને? કેટલોક વર્ગ તો એમ પણ કહે છે કે, કચ્છ સરહદે દરીયા કિનારેથી અબજો રૂપિયાના ડ્રગ્સના પડીકાં પકડીને તંત્ર અને પોલીસ ગમે તેટલો યશ લે પરંતુ દારૂના હપ્તાનો ભાર એવડો મોટો છે કે આ દારુના દૈત્યને ઠેકાણે કરવાની ઈચ્છા શક્તિનો જ મોટો અભાવ છત્તો થઈ રહ્યો છે. નહી તો એસએમસીના પણ પોલીસ અધિકારીઓ તો એના એ જ છે! જે સ્થાનિકે ફરજ બજાવી રહ્યા છે તેમના જેવા. માત્ર એસએમસીની ઈચ્છાશકિત છે એટલે તેઓઆવા દારૂના કટીંગ થતા અડ્ડાઓ પર સફળ દરોડા પાડી શકે છે, જયારે સ્થાનીકનાઓની ભુમિકા શંકાના ઘેરામાં આવી જ જાય છે? વહીવટદારો, પોલીસતંત્રની મોટી મોટી મુખ્ય બ્રાંચો, બધાયને સાચવીને અથવા તો તેમની સાથે ભાગબટાઈ કરીને દારૂના મોટા કટીંગ મંગાવતા હોય છે અને એટલે જ તો તેમની સામે કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસ પાંગળી પુરવાર થવા પામી જતી હોય છે. આ વાતની પુષ્ટીરૂપ પગલા પશ્ચીમ કચ્છ એસપીએ એસએમસીએ દરોડો પાડયા બાદ એલસીબીના પીઆઈ તથા માનકુવા પોલીસ મથકના પીઆઈની સામે ત્વરિત પગલા લઈ જ લીધા છે. પરંતુ અહી જાણકારો દ્વારા સવાલ એ જ થાય છે કે, વીજિલન્સ-એસએમસીએ બબ્બે વખત મોટા દારૂના જથ્થા પર રેઈડ કરી તેમ છતા આઈજીશ્રીએ શું પગલા લઈ દેખાડયા? કચ્છ સરહદી રેન્જમાં પણ મુખ્ય શાખામાં જે પીઆઈ સેવારત છે તેની ભુમિકા પણ અહી શંકાના દાયરામાં આવી જાય છે. અહી જાણકારો તો એવો પણ સવાલ કરી રહ્યા છે કે, જે પીઆઈ કે અધિકારી કરપ્શનના કેસમાં જ લાંબા સમય સુધી જેલવાસ ભોગવ્યો હોય તેમને સરહદી રેન્જમાં મહત્વની શાખાઓની જવાબદારી સોપાય ખરી? આ વિષય પણ પોલીસ ખાતા માટે ચિંતન અને ચીતાનો જવિષય બની રહ્યો છે.

Comments