કંડલામાં જેટી નં. ૪ અને ૫ વચ્ચે ટ્રેઈલર ખાબક્યું
ગાંધીધામઃ દીન દયાળ પોર્ટ ઓથોરીટી - કંડલામાં ગત ૨૭-૬ના મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં પોર્ટની જેટી નં. ૪ અને ૫ વચ્ચે લોડીંગ માટે ઉભા રહેલા ટ્રેઇલર પરથી ડ્રાઇવર અને ક્લિનર નીચે ઉતરેલા હતા ત્યારે લોડર દ્વારા પોતાની ગતિવિધિ દરમિયાન બેધ્યાન રહેતાં ટ્રેઇલરને દરિયા તરફ ધક્કો લાગી ગયો હતો. જેના કારણે ટ્રેઈલર જેને કાર્ગોથી લોડ કરવાનું બાકી હતું તે દરિયામાં જઈને ખાબક્યું હતું. સદભાગ્યે આ પરીસ્થિતિ દરમિયાન કોઈ વ્યક્તિ ટ્રેઈલર ઉપર ઉપસ્થિત ન હતો, જેના કારણે જાનહાની ટળી હતી. ટ્રેઇલર દરિયામાં ખબકતા તેને વિશેષ એજન્સીઓને નિયુક્ત કરીને દરિયામાંથી બહાર કાઢવા ગતિવિધિ આરંભાઈ હતી. આજ સવાર સુધીમાં ટ્રેઇલરની બોડી એટલે કે ઠાઠું બહાર કઢાયું હતું. જ્યારે કે તેની કેબીનને આજે બહાર કાઢવા પ્રયાસ ફરી આદરવામાં આવશે. પોર્ટ પ્રશાસને આ ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું કે, તેમાં કોઈને ઈજા પહોંચી નથી.
...............

Comments