Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળીમાં ૭૮.રપ લાખનો શરાબ ભરેલું ટેન્કર પકડાયું

29 June



વડોદરા પાર્સિંગના ટેન્કરમાંથી ૧૪,૮૦૮ દારૂની બોટલ નીકળી : રાજસ્થાનના ડ્રાઈવરને ઝડપી લેવાયોઃ રાજસ્થાનથી માલ ભરાવનાર અને મોકલનાર ત્રણ શખ્સોના નામ ખૂલ્યા : પોલીસે ૧.૦૮ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો : પૂર્વ કચ્છમાં મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો ઝડપાતા મચી ચકચાર 

ભચાઉ : એક તરફ પશ્ચિમ કચ્છમાં માંગો ત્યાં દારૂ મળે છે. સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી અવાર-નવાર ગાંધીનગરથી એસએમસી આવીને દરોડા પાડે છે જે સાબિતી પુરાવે છે કે, પશ્ચિમ કચ્છમાં દારૂબંધીની અમલવારીમાં સ્થાનિક પોલીસ નિષ્ક્રીય છે. હવે તો ગામડાઓમાં વેચાતા દેશી દારૂમાં પણ એસએમસી દરોડા પાડે તેવી ઈચ્છા લોકો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, સ્થાનિક પોલીસ પર હવે ભરોસો રહ્યો નથી. તેવામાં પૂર્વ કચ્છ પોલીસે સામખિયાળીમાં સક્રિયતા બતાવી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. ગણતરી કરતા ૧૪,૮૦૮ દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂા.૭૮,રપ,ર૦૦ આંકવામાં આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમા અને ટીમ સામખિયાળી વિસ્તારમાં હતા ત્યારે ટેન્કર નં. જીજે૦૬ - એઝેડ - ૯રર૩ મા દારૂ ભરેલો છે અને આ વાહન સામખિયાળી બ્રીજથી મોરબી જાય છે. તેવી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. ટેન્કરને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂની પેટીઓ નીકળી હતી. ૭પ૦ એમએલની ૩પર૮ અને ૧૮૦ એમએલની ૧૧,ર૮૦ બોટલ નીકળી હતી. આ સાથે ડ્રાઈવર રાજસ્થાનના ઝાલોરના જગદીશ દેવારામ બિશ્નોઈની અટક કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન માલ ભરાવનાર તરીકે સાંચોરના કાળુ બિશ્નોઈ, માલ મોકલનાર તરીકે સિકરના સંજયસિંહ વિજેન્દ્રસિંહ અને ઝુઝનુના ધીરસિંહ સુભાષ રેવાડના નામ સામે આવ્યા હતા. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં તમામ સામે ગુનો દાખલ કરાવાયો હતો. ૩૦ લાખના ટેન્કર સહિત ૧,૦૮, પ૦,૭૦૦નો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. પીએસઆઈ ડીજી પટેલ અને એલસીબી સ્ટાફ આ કાર્યવાહીમાં 
જોડાયો હતો. 


...........


 

Comments

COMMENT / REPLY FROM