માદરેવતનમાં મળતું સન્માન સર્વોચ્ચ : નિલયભાઈ અંજારિયા
કચ્છની મુલાકાતે આવેલા સુપ્રિમ કોર્ટના જજનું અભિવાદન
દેશની સર્વોચ અદાલતના ન્યાયાધિશ મૂળ કચ્છી એન.વી. અંજારિયાનું માંડવી બાર એસો. દ્વારા કરાયું વિશેષ બહુમાન : કચ્છ જિલ્લાના ન્યાયાધિશો, વકિલમિત્રો બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
માંડવી : એક કચ્છીમાડુ દેશ-વિદેશમાં કોઈપણ સ્થળે વસવાટ કરે પણ હૃદય અને લાગણીઓની માદરે વતન સાથે હંમેશા જોડાયેલો જ રહે છે. જન્મભૂમિમાં થતું સન્માન ખાસ હોય છે તેવી લાગણી સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ અને મૂળ કચ્છ માંડવીના નિલયભાઈ અંજારિયાએ વ્યક્ત કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશના પદ સુધી પહોંચેલા કચ્છ માંડવીના નિલયભાઈ અંજારિયાનું રવિવારે માદરેવતન માંડવીમાં બાર એસોસિએશન દ્વારા સન્માન કરાયું હતું. સર્વોચ્ચ અદાલતના જજ બન્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવેલા એન.પી.અંજારિયાએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જન્મભૂમિ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. પોતાના વિદ્યાર્થીકાળથી આજ પર્યત સુધીની ઘટનાઓનું સ્મરણ કરી પોતાની કારકિર્દીમાં કચ્છ, કચ્છીજનોના સહયોગની વાત રજૂ કરી હતી.
આજે માંડવીના ગોકુલરંગ ભવન ખાતે માંડવી બાર એસોસિએશનના ઉપક્રમે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધિશ મૂળ કચ્છ માંડવીના વતની નિલયભાઈ અંજારિયાના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સમારોહ સ્થળે પહોંચેલા શ્રી અંજારિયાનું પાંચ કળશધારી બાળાઓએ ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની છાત્રાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. ન્યાયમૂર્તિ શ્રી અંજારિયા અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય સાથે સમાહોરના પ્રારંભ થયો હતો. માંડવી બાર એસો.ના પી.એન. નાકરે ઉપસ્થિતોનું સ્વાગત ઉદ્દબોધન કર્યું હતું. માંડવીના સિનિયર ધારાશાસ્ત્રી હરિશભાઈ ગણાત્રાએ નિલયભાઈનો પરિચય આપ્યો હતો. માંડવી બાર એસો.ના પ્રમુખ ખેરાજભાઈ રાગ અને વકીલ મિત્રોએ પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. માજી પ્રમુખ હસન રાયમા અને કમલેશ મહેતા સન્માનપત્ર અર્પણ કર્યું હતું.
આ સન્માન કાર્યક્રમની યાદગીરીરૂપે ખાસ મોમેન્ટો અર્પણ કરાયો હતો. આ ઉપરાંત પ્રગતિબેન અંજારિયાનું પણ કચ્છી પરંપરા અનુસાર સ્વાગત માંડવીના પ્રિન્સિપાલ સિવિલ જજ સ્વાતીબેન રાજબીરે કર્યું હતું. માંડવી બાર એસો.ના મહિલા ધારાશાસ્ત્રીઓ દર્શનાબેન શાહ, નિધિબેન પટેલ, રેશ્માબેન શાહ, ભારતીબેન વીરા અને વીરાબેન ચૌહાણે સન્માન કર્યું હતું. ગુજરાત બાર એસોની શિસ્ત સમિતિના સભ્ય મગનભાઈ ગઢવી અને ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, નખત્રાણા, રાપર, નલિયા અને દયાપર બાર એસો.ના સભ્યોએ નિલયભાઈનું વિશેષ સન્માન કર્યું હતું. ધારાશાસ્ત્રી દર્શકભાઈ બુચ, દેવરાજભાઈ ગઢવી, મુખ્ય જિલ્લા ન્યાયધિશ ડી.પી.મહીડા વગેરેએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં એક કચ્છી માડુ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બન્યા તે ઘટનાને જિલ્લા માટે ગૌરવશાળી ગણાવી હતી.
સમારોહના અંતે કવિ નિરંજન ભગત સહિત કચ્છી ભગત રચિત કચ્છી ગીત ખી.રા.કન્યા વિદ્યાલયની છાત્રાઓએ રજૂ કર્યું હતું. આ પ્રસંગે અલ્તાફ ગની ચાવડા, અરવિંદસિંહ જાડેજા, અનવર ઘાંચી, સુલેમાન રાયમા, બ્રિજેશ ગોસ્વામી, નારાણ ગઢવી, બાબુલાલ ખાખલા, હરેશ વેલાણી, રમેશ મહેશ્વરી, ગુલામભાઈ અન્સારી, કીર્તિભાઈ કાગડતા, વી.પી. મહેશ્વરી, જીતુભાઈ મક્વાણા, અલ્તાફ નારેજા, આનંદ વ્યાસ, કીર્તિભાઈ માંડલિયા, લક્ષ્મીચંદ ફુફલ, ભરત ચારણ, દીપક સોની, વિશ્રામ બારોટ, સી.જે. તન્ના, ભુજના એડિ. ડિસ્ટ્રીક્ટ જજ જે.એ. ઠક્કર, જિલ્લાના તમામ ન્યાયાધિશો, હેમસિંહ ચૌધરી, દેવાયત બારોટ, અનિલ જોશી,
જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા, પ્રવિણ ગણાત્રા, ભરતભાઈ વેદ, મૂલેશ દોશી, જગદીશસિંહ જાડેજા, વસંતબેન સાયલ, લિનેશ શાહ, ભોલુ શેઠ, હસમુખ ઠક્કર, આદમ ધોબી, ગૌરવ શાહ વગેરે ઉપરાંત વકીલમિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગાંધીાધમ ડિસ્ટ્રીક્ટ કોર્ટના રજિસ્ટાર ચિરાગભાઈ વોરા અને આભારવિધિ માંડવી બાર એસો.ના સહમંત્રી પ્રવિણ ગજરાએ કરી હતી.
...........

Comments