Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાની દિકરી બીએડમાં પાટણમાં પ્રથમ ક્રમે 

28 June



નખત્રાણા : અહીના નવાનગરની  લુહાર આફ્રિન અબ્દુલસતારે એમએ પૂર્ણ થયા બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના બી.એડ.અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે અહીં વર્ષ ૨૦૨૩ - ૨૫ દરમ્યાન તમામ શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સિદ્ધિ મેળવેલ છે. હાલમાં જાહેર થયેલા બી.એડ પરિણામમાં ૧૮૦૦માંથી ૧૬૬૮ માર્ક્‌સ મેળવીને ૯૨.૬૬ ટકા સાથે ડાયટ પાટણમાં પ્રથમ નંબર મેળવેલ છે. ઉપરાંત ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ‘જ્યોતિર્મય’ પરિસર અમદાવાદ ખાતે યોજાયેલ સમારોહમાં પણ ઇકોનોમિક્સ વિષયમાં ગોલ્ડ મેડલ અને પ્રશસ્તિપત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મેળવેલ. સિદ્ધિ મેળવીને સમગ્ર મુસ્લિમ લુહાર સમાજ અને નવાનગર નખત્રાણાનું ગૌરવ વધારીને બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રને સાર્થક કર્યું છે. સફળતા માટે તેમણે પપ્પા અબ્દુલ સતાર, માતા મરિયમબેન, માસી અમીનાબાઈ અને પોતાના ભાઈ બહેન (લુહાર બિલ્કિશ, લુહાર શબનમ અને મિસ્ત્રી સોહિલ )ને યશ આપ્યો હતો. પ્રેરણા આપનાર આચાર્ય રાજેશ પટેલિયા, નવાનગર કુમાર શાળાના હિતેષભાઇ બારમેડા, ડાયટ પાટણના સ્ટાફગણનો આભાર માન્યો હતો. તેમની સામાજિક અગ્રણીઓ અને સગાસબંધીઓએ અભિનંદન પાઠવ્યા હતા. 
------ 

Comments

COMMENT / REPLY FROM