Trending News
સ્થાનિક સમાચાર

કુરન ખાતે આરોગ્ય આયુષ્માન મંદિરની મુલાકાત લઈને તબીબી સુવિધાઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

28 June



ભુજ : કચ્છના કુરન ગામમાં શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુરનના આરોગ્ય આયુષ્માન મંદિરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સરહદના પ્રથમ ગામના આરોગ્ય મંદિર ખાતે ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અંગે જાણકારી મેળવીને બાળકો, સર્ગભા માતાઓ અને નાગરિકોને સાતત્યપૂર્ણ રીતે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ  આરોગ્ય મંદિરમાં પોતાનું બ્લડ પ્રેશર ચેક  કરાવીને તબીબી સુવિધાની સમીક્ષા કરી હતી. 
આ મુલાકાત દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી એ કુરન આરોગ્ય મંદિર ખાતેની સુવિધાઓ તેમજ કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલુકા હેલ્થ અધિકારી સહિત આરોગ્ય મંદિરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM