Trending News
સ્થાનિક સમાચાર

શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ : સીએમ

28 June

કુરન ખાતેથી મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો : બાળકો સાથે વ્હાલભેર કરી ગોષ્ઠી



નવનિર્મિત કુરન પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ : શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી મુખ્યમંત્રીએ જરૂરી સૂચનો કર્યા : શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ અને કામગીરીની સમીક્ષા કરી


રાજ્યના પ્રથમ સરહદી ગામ કુરનમાં નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  : કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા દરેક દીકરીઓને ભણાવવા વાલીઓને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો



ભુજ : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કુરન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી.કચ્છનીખાતરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી પ્રથમ ગામ કુરનના ગ્રામજનોને 
‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ 
હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે અને અભ્યાસ છોડી દેનાર બાળકોનું શાળામાં પુનરાગમન એ સફળતાનો જીવંત પુરાવો છે. મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી, પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો તે પણ એટલું જ જરૂરી છે. તેમણે અભ્યાસ છોડી ગયેલા બાળકોને શાળામાં પાછા લાવવા માટે પ્રયત્નશીલ વિવિધ સંસ્થાઓ અને વાલીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા રાજ્ય સરકાર દ્વારા ૪૧૦૦ શિક્ષકોની જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે નિમણૂકની વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ દૂર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે કચ્છવાસીઓને વિકસીત ભારતની પરિકલ્પનામાં કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રેસર રહે તેવો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છના પુનરુત્થાનને કચ્છી લોકોના જુસ્સા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમને આભારી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ઉદ્યોગો માટે આજે કચ્છ એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ધોરડોનો રણોત્સવ પ્રવાસનનું વૈશ્વિક તોરણ બન્યો છે અને વિશ્વના નકશા પર અંકિત થયો છે, જે વડાપ્રધાનની દૂરંદેશિતાનો લાભ સૌને મળી રહ્યો છે તે દર્શાવે છે.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં કચ્છના સરહદી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારનો સહયોગ રહ્યો હોવાનું જણાવ્યું હતું. બન્ની વિસ્તારમાં ૧૧૩પ કરોડની પાણી યોજના થકી આ વિસ્તારના લોકો લાભાન્વિત થયા છે. ગ્રામિણ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા રાજ્ય સરકારના પ્રયાસોમાં ગુરુજનો અને વાલીઓ પણ પોતાની સક્રિય ભૂમિકા સમજી સહયોગી બને તેવો અનુરોધ કર્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમ દરમિયાન કચ્છમાં કુલ રૂ. ૧૦૭.૬૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પૈકી, રૂ. ૩૯.૯૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ગાંધીધામના વિવિધ વિસ્તારમાં રૂ. ૮.૬૮ કરોડના ખર્ચે રોડની કામગીરી, અંજાર અને ગાંધીધામ ખાતે અનુક્રમે રૂ. ૮.૬૩ કરોડ અને રૂ. ૮.૫૧ કરોડના ખર્ચે મામલતદાર કચેરીઓ, ગાંધીધામ ખાતે રૂ. ૪.૬૧ કરોડના ખર્ચે સી-ટાઈપ ક્વાટર્સ, રૂ. ૩.૨૫ કરોડના ખર્ચે બી-૧ ટાઈપ ક્વાટર્સ અને રૂ. ૨.૭૪ કરોડના ખર્ચે સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માંડવી ખાતે આઈ.ટી.આઈ.માં રૂ. ૩.૫૧ કરોડના ખર્ચે સ્ટાફ ક્વાટર્સનું પણ ઈ-ખાતમુહૂર્ત થયું. વધુમાં, રૂ. ૬૭.૬૭ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ખાતે રૂ. ૨૫.૮૨ કરોડના ખર્ચે નવી ઔદ્યોગિક વસાહતના એપ્રોચ અને આંતરિક રસ્તાના કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાની ૨૭ પ્રાથમિક શાળાઓમાં રૂ. ૨૨.૮૦ કરોડના ખર્ચે કુલ ૧૨૦ નવીન ઓરડા અને રૂ. ૧૫.૩૦ કરોડના ખર્ચે કચ્છ જિલ્લામાં ૬ માધ્યમિક શાળા અને ૩ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવીન શાળાનું કામ પણ લોકાર્પિત થયું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૨.૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દર્શડી અને તલવાણા (માંડવી) અને રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે ભુજ ખાતે વેક્સિન સ્ટોરનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ તથા સંગઠનોએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું. સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કરી અભિનંદન 
પાઠવ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ દિલાવરસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ,  ધવલભાઈ આચાર્ય, કુરન ગામના સરપંચ પ્રવિણગર ગુસાઈ, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ડી.સી.એફ. જયન પટેલ અને કુરન ગામ અને આજુબાજુના ગ્રામજનો, કુરન પ્રાથમિક શાળાના આચાયઓ અને શિક્ષકો તથા બાળકો બહોળી સંખ્યામાં 
ઉપસ્થિત રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM