Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં લુખ્ખા-આવારાતત્વોનો ખાખીને ખુલ્લો લલકાર : શિણાય રોડ પર નિર્ભયાકાંડ જેવી ઘટના અતિ શર્મનાક...!

28 June

ખાખીના નામે તોડ-દુષ્કર્મ.માટે બળજબરી ?આ શું થઈ રહ્યું છે..ગાંધીધામ સંકુલમાં.?




રાજયના મુખ્યપ્રધાનની કચ્છમાં ઉપસ્થિતી વખતે જ આદિપુરમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાળતી ઘટના બનવી કહેવાય અતિ ગંભીર..!


રાજયની પ્રત્યેક બહેન-દીકરીની સુરક્ષા કરવી મારી પ્રાથમિક ફરજ છે, ગ્રીષ્માકાંડ જેવી ઘટનાઓનું પુતરાવર્તન ન થાય તે માટે દોષીતોને એ કેસમાં ગણતરીના સમયમાં કડક રાહે કાર્યવાહી કરવાનો હુંકાર ગૃહપ્રધાને ભર્યો હતો, ગ્રીષ્માકાંડમાં તો કાર્યવાહી કરાઈ, પરંતુ ફરીથી રાજયમાં કચ્છના આદિપુરમાં આવી ઘટનાઓ બની જવી શુ પુરવાર કરે છે? કોની ધાકનો ધોક્કો ઢીલો પડેલો દેખાય છે..?


આદિપુર નજીક શિણાય રોડ પર શનિદેવ મંદીર પાસેથી કિશોરીને પોલીસ મથકે લઈ જવાની ધમકી આપી અપહરણ કરી, હેવાનિયત કૃત્ય સમાન દુષ્કર્મ આચરવાની ઘટના કાયદો-વ્યવસ્થા વીભાગને માટે લપડાક સમાન : શર્મ કરો શર્મ : ખાખીના અમુક ભ્રષ્ટ તત્વોએ જે રીતે બેનામી ધંધાર્થીઓ સાથે ભાગબટાઈઓ કરી અને ગુનેગારોના ઉંબરે પોતાના ઈમાનને મુઝરા કરાવતા કરી દીધા હોવાથી ગુનેગારોમાં પોલીસનો ભય જ ન રહ્યો હોય તેવી ઘટનાઓના થઈ રહ્યા છે પુનરાવર્તન


થોડા સમય પહેલા શિણાય ડેમ પાસે બેઠેલા યુવક-યુવતી પાસેથી ટપોરી-લુખ્ખાઓએ પોલીસના નામે ર૧૦૦ રૂપીયાની તોડ કરી હતી, હવે શનિમંદીર પાસે પોલીસ મથકે લઈ જવાની ધમકી આપી યુવતી પર બળજબરીથી કર્યુ દુષ્કર્મ : ભદ્રસમાજ વ્વસ્થાને માટે પણ આ ઘટના કહેવાય તમાચારૂપ.. : આરોપીને કડકમાં કડક સજા કરવાની દીશામાં સૌ સમાજે બહાર આવી અને આ ઘટનાને વખોડવી જ ઘટે



આ હવસખોરે તો હેવાનિયતની હદ જ વટાવી દીધી છે, : રાઉન્ડ અપ કરાયેલા બન્ને હવસખોર તત્વોનો ઈતિહાસ છે ખરડાયેલો, અગાઉ પણ યુવતીની પાસે હવસખોર પડી ગયો હતો, યુવતીએ દાદ ન આપતા દવા પીવાના કરીચૂકયો છે નાટક, તો જેની સાથે લગ્ન કર્યા હતા તે પણ છુટાછેડા લઈ ચુકી છે, જયારે બીજો શખ્સ દારૂના ધંધાર્થીનો પુત્ર હોવાની છે ચકચાર,  આરોપી યુવતીને સરાજાહેર ભરચક વિસ્તારમાથી ઉઠાવી અવાવરૂ સ્થળે લઈ જઈ આચર્યુ દુષ્કર્મ, પીડીતા તાબે ન થતા જમીનમાં દાટી દેવાની આપી ધમકી.


આવા નરાધમી શખ્સોના મકાનો-સંપત્તી કેમ પાડી દેવામા નથી આવતી? શું આવા તત્વો પાસે બધુ જ કાયદેસરનું છે? તપાસ કરવાની તસ્દી તો લઈ જુઓ..!


શિણાય ડેમ પાસે પોલીસના નામે લુંટની ઘટનાને અમુક અધિકારીઓએ ગંભીરતાથી ન લીધી અને ફરી આવી ગંભીર ઘટનાનું થઈ ગયુ પુનરાવર્તન : ખાખીના નામે લુંટવાળી ઘટનામાં તો અમુક અધિકારીએ ફરીયાદ લેવામા પણ કર્યા હતા ગલ્લાતલ્લા..! : જો તે વખતે જ ગંભીર બન્યા હોત તો ઘટનાનું પુનરાવર્તન ન થયુ હોત..!




ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જયારથી એસપી પદે સાગર બાગમાર આવ્યા છે ત્યારથી અહી આર્ગેનાઈઝડ ક્રાઈમને અંજામ આપનારા મોટા મોટા ગુનેગારો ભુગર્ભમાં જ ઉતરી ગયા છે અને મોટા મોટા બેનામી ધંધાર્થીઓએ પણ સ્થળ બદલવાની ફરજ પડવા 
પામી ગઈ છે. સાગર બાગમારની કાયદો-વ્યવસ્થા સુદ્રઢ રાખવાની દીશામાં કરાયેલી ધોક્કા પછાડ કામગીરીથી પ્રજાજનોમાં એક રીતે હાશકારો જ સ્થપાયેલો છે પરંતુ બીજીતરફ કોણ જાણે કેમ, તેઓની અજાણતા અથવા તો તેમના તાબાના અમુક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓ દ્વારા બેનામી ધંધાવાળાઓને જે રીતે શેહશરમ કે ઓથ આપવામાં આવી રહી હોય તેવી રીતે પાછલા અમુક સમયમાં ગાંધીધામ સંકુલની આસપાસમાં ન માત્ર કાયદો-વ્વયસ્થાને ખુલ્લો લલકાર જ આપવામાં આવતો હોય તેવી ગંભીર ઘટનાઓ બની રહી છે બલ્કે માનવતાને પણ શર્મસાર કરી દે તેવી ખુબજ ધૃણાસ્પદ બીનાઓ પોલીસ ચોપડે સતત ચડવા પામી રહી હોવાનો વર્તારો સામે આવવા 
પામી રહ્યા છે. હવે અહી ચિંતાનો વિષય તો એ સામે આવી ગયો છે કે, જે રીતે અમુક  ભ્રષ્ટ ખાખીધારીઓ દ્વારા પોતાના ઈમાનને બેનામી ધંધાવાળાઓના ઉંબરે મૂજરા કરતા ગીરવે મુકી દીધા છે તેનાથી કાયદો વ્યવસ્થાને લલકારતી ઘટનાઓ તો બની જ રહી છે પરંતુ હવે તો માથાભારે અને લુખ્ખા તથા આવારા તત્વો એટલા છાકટા બની ગયા છે કે, ખાખીના નામનો ગેરઉપયોગ કરી અને આમપ્રજાજનોને ડરાવી-ધમકાવી અને અતી ઘૃણાસ્પદ ઘટનાઓને પણ અંજામ આપી રહ્યા છે. અને આવી ઘટનાઓનુ પુનરાવર્તન થવા પામી રહ્યુ છે તે વધારે ચિંતાજનક કહી શકાય તેમ છે. હાલમાં જ આદીપુર પાસે પોલીસ સ્ટેશન મથકે લઈ જવાની ધમકી આપી અને કિશોરની સાથે દુષ્કર્મ કે બળજબરીની ઘટના માનવતાને માટે અતિ શરમજનક કહી શકાય તેમ છે. ઘટનાની ટુંકમાં વાત કરીએ તો આદિપુરથી અંજાર તરફ જતા રોડ પર શનિદેવ મંદીરથી એક કિશોરવયના સગીર, સગીરા શિણાય બાજુ જતા હતા ત્યારે રસ્તામાં બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરીકે પોલીસ સ્ટેશનમાં લઈ જવાનુ કહી મોપેડ પર કિશોરીનું અપહરણ કર્યુ હતુ. બાદમાં તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ જાતીય અડપલા કરવાની સાથે સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કિશોરીના પ્રતીકારથી આરોપીઓ સફળ ન થતા વાસનામાં અંધ બનેલા નરાધમોએ હેવાનિયતની હદ વટાવી દીધી હતી. અહી યાદ અપાવી શકાય કે, થોડા સમય પહેલા જ શિણાય ડેમ પાસે બેઠેલ યુવક-યુવતીને પણ ત્રણ આવારા લુખ્ખા તત્વોએ આવી પોલીસ સ્ટેશન ચાલો, તેમ ધમકાવી એ તેમની પાસેથી ર૧૦૦ રૂપીયાની લુંટ ચલાવી હતી. આ ઘટના પણ પોલીસને પણ તો લપડાક સમાન જ બની જવા પામી છે. છાશવારે પોલીસની બદનામી થાય તે રીતે કાયદાને પડકારતી બીનાઓ બની રહી છે, અને તેના પુનરાવર્તન પણ થવા પામી રહ્યા છે, આ વાત ખુબજ ગંભીર કહેવાય. આદિપુરની યુવતી પર જે રીતે દુષ્કર્મનો પ્રયાસ થયાની ઘટના બની છે તે તો ભદ્રસમાજને પણ લાલબત્તીરૂપ જ કહી શકાય તેમ છે. આવા આરોપીને તો પોલીસ બરાબરનો નશ્યત કરે, ભોગગ્રસ્તને ન માત્ર ન્યાય મળે બલ્કે આવી ઘટનાઓને અંજામ આપતા હવસખોરો ૧૦૦ વખત વિચારતા થઈ જાય તે રીતેની કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે રીતે આરોપીઓને વેળાસર નશ્યત કરવાની દીશામાં સમાજો પણ પોલીસ અને તંત્રને ધ્યાન દોરવા આગળ આવવુ જ જોઈએ.

Comments

COMMENT / REPLY FROM