Trending News
સ્થાનિક સમાચાર

ખસખસની દાણચોરી કેસમાં કચ્છ માંથી મુખ્ય સપ્લાયરની ધરપકડ

28 June


ફતેહાબાદમાં ઝડપાયેલા રપ ટન ખસખસ પ્રકરણની પુછપરછમાં કડીઓ ખુલી 


ભુજ : હરિયાણાના ફતેહાબાદમાં રાજસ્થાન પાર્સિંગના વાહનમાંથી રપ ટન ખસખસ મળી આવી હતી. ખસખસની દાણચોરી કેસમાં કચ્છથી પરપ્રાંતિય આરોપીની અટક કરાઈ હોવાનું હરિયાણા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. નશીલા પદાર્થ વ્યસન મુક્તિ અભિયાન હેઠળ 
પોલીસને ખસખસની દાણચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. કચ્છમાંથી ખસખસના મુખ્ય સપ્લાયર સુરેશ ઉર્ફે ફૌજીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે 
પહેલાથી ભટ્ટુ કલાન અને રવિ કુમાર મેહુવાલાની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન શહેર પ્રભારી ઓમપ્રકાશે જણાવ્યું હતું કે ફતેહાબાદની ટીમ ગુનેગારોને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન, ટીમને માહિતી મળી કે ડ્રગ્સની દાણચોરીમાં સામેલ રીશ અને રવિ કુમાર રાજસ્થાનથી ટ્રેઈલરમાં ખસખસનો મોટો જથ્થો લઈને હિસાર થઈને ફતેહાબાદ તરફ આવી રહ્યા છે. માહિતીના આધારે પોલીસ ટીમે રસ્તો બ્લોક કરી દીધો અને ટ્રકને રોકી તપાસ કરતાં તેમાંથી ૨૫ ટન ખસખસનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક સાથે પકડાયેલા વ્યક્તિઓની ઓળખ દેવીલાલના પુત્ર રિશ અને ફુસારામના પુત્ર રવિ કુમાર તરીકે થઈ હતી. પોલીસે સ્થળ પરથી ટ્રક સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની સામે કેસ નોંધ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ મુખ્ય સપ્લાયર સુરેશ ઉર્ફે ફૌજીનું નામ જાહેર કર્યું હતું. જેની કચ્છથી અટક કરવામાં આવી હોવાનું પોલીસ જણાવી રહી છે. 
અત્રે મહત્વનું છે કે, કચ્છમાં બંદરગાહો અને ઉદ્યોગના કારણે હજારોની સંખ્યામાં અન્ય રાજ્યોના વાહનો અને વ્યક્તિઓની અવરજવર હોય છે. કચ્છના બંદરો પર આયાત થતી ખસખસ અને તેમાં કરવામાં આવતી દાણચોરીના મામલા અગાઉ પણ સામે આવી ચુકયા છે. કચ્છમાં માલના પરિવહન માટે બહારના લોકો આવતા હોય છે અને પોલીસ આવીને પકડી જાય છે. તેમાં કચ્છનું નામ બદનામ થાય છે. અગાઉ પણ પોલીસ પર ખસખસ, સોપારી અને ચંદન ચોરી સંદર્ભે બદનામીના છાંટા ઉડી ચુકયા છે. હવે જોવાનું એ રહે છે કે આ તપાસમાં શું નિકળે છે ? 
પોલીસે પહેલાથી ભટ્ટુ કલાન અને રવિ કુમાર મેહુવાલાની 
ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન શહેર પ્રભારી ઓમપ્રકાશે જણાવ્યું હતું કે ફતેહાબાદની ટીમ ગુનેગારોને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન, ટીમને માહિતી મળી કે ડ્રગ્સની દાણચોરીમાં સામેલ રીશ અને રવિ કુમાર રાજસ્થાનથી ટ્રેઈલરમાં ખસખસનો મોટો જથ્થો લઈને હિસાર થઈને ફતેહાબાદ તરફ આવી રહ્યા છે. માહિતીના આધારે પોલીસ ટીમે રસ્તો બ્લોક કરી દીધો અને ટ્રકને રોકી તપાસ કરતાં તેમાંથી ૨૫ ટન ખસખસનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક સાથે પકડાયેલા વ્યક્તિઓની ઓળખ દેવીલાલના પુત્ર રિશ અને ફુસારામના 
પુત્ર રવિ કુમાર તરીકે થઈ હતી. 
પોલીસે સ્થળ પરથી ટ્રક સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની સામે કેસ નોંધ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ મુખ્ય સપ્લાયર સુરેશ ઉર્ફે ફૌજીનું નામ જાહેર કર્યું હતું. જેની કચ્છથી અટક કરવામાં આવી હોવાનું પોલીસ જણાવી રહી છે.  અત્રે મહત્વનું છે કે, કચ્છમાં બંદરગાહો અને ઉદ્યોગના કારણે હજારોની સંખ્યામાં અન્ય રાજ્યોના વાહનો અને વ્યક્તિઓની અવરજવર હોય છે. કચ્છના બંદરો પર આયાત થતી ખસખસ અને તેમાં કરવામાં આવતી દાણચોરીના મામલા અગાઉ પણ સામે આવી ચુકયા છે. કચ્છમાં માલના પરિવહન માટે બહારના લોકો આવતા હોય છે અને પોલીસ આવીને પકડી જાય છે. તેમાં કચ્છનું નામ બદનામ થાય છે. અગાઉ પણ પોલીસ પર ખસખસ, સોપારી અને ચંદન ચોરી સંદર્ભે બદનામીના છાંટા ઉડી ચુકયા છે. હવે જોવાનું એ રહે છે કે આ તપાસમાં શું નિકળે છે ? 

 

Comments

COMMENT / REPLY FROM