Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના ખીરસરા-નુંધાતડ-મુરચબાણ પટ્ટામાં ખનીજમાફીયાઓ બેફામ : ખુલ્લેઆમ ફરી તસ્કરી..!

28 June

ખનીજની સ્ટેટ વિજિલન્સ ત્રાટકે : સ્થાનિક તંત્ર પડી રહ્યું છે ટુંકું..!



ખીરસરા-નુંધાતડ, વિસ્તારમાં થોડા સમય પહેલા જ મોટાપાયે ખનીજચોરીઓ પકડાયાના કરાયા હતા દાવા, પરંતુ તપાસના નામે તો વળી જ ગયા છે ફીંડલા : વાહનો-સાધનો બે-ચાર દીવસ માટે સિઝ દેખાડી કરોડોના આંકડા કેસમાં દર્શાવાઈ દેવાય છે, પરંતુ ખનીજ તો બે-ચાર લાખનું જ દેખાડાય છે, માપણી-ખાડાઓ-સર્વે કરવામાં રમાઈ જાય છે ચલકચલાણા અને ખનીજ માફીયા સિન્ડીકેટને મળી જાય છે છુટોદોર : સરકારને રોયલ્ટીચોરીનો કરોડોનો પડે છે ધુમ્બો

ખાટલે મોટી ખોટ : વિચારવા જેવી બાબત તો એ છે કે, જે હિટાચી મશીનો અગાઉના કિસ્સાઓમા ખનીજના ચોપડે ચડી ચુકયા હોય, તેનો અપીલનો પણ કેસ ચાલતો હોય, અને ફરીથી એના એ મશીનો ખનીજચોરી કરતા ઝડપાઈ રહ્યા છે? કોની લાપરીવાહી? કેમ તપાસોમાં આટઆટલી ઢીલાશ રખાય છે? વનવિભાગની જેમ એકના એક મશીનો ખનીજચોરીમા જો પકડાઈ રહ્યા છે તો તેને પાંચ વર્ષ માટે જ ટાંચમાં કેમ લેવામાં નથી આવી જતા? મશીનો ગણતરીના કલાકોમાં છુટી જાય એટલે ખનીજચોરો પાછા દીવસ-રાત જોયા વિના ખનીજચોરીમાં લાગી જાય છે! ખનીજ વિભાગ કેસો કરે છે, પણ જાણે કે માત્ર આંકડાઓ સિદ્ધ કરવા પુરતા જ, વાહનો-મશીનોની મોંધીદાટ રકમો દેખાડી દેવાય, તેની સામે ખનીજનો સર્વે-મેપ તો પાસેરામાં પુણી સમાન જ દેખાડાય છે, આવુ શા માટે?




ગાંધીધામ : કચ્છના પેટાળમાં ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે. પરંતુ આ ખનીજમાંથી સરકારને જે રોયલ્ટીની મોટી આવક થવી જોઈએ તેના બદલે અનેકધણી ખનીજચોરીઓ આચરવામાં આવી રહી છે. કચ્છમાં છાશવારે ખનીજચોરી પકડાઈના અહેવાલ આવે છે પરંતુ મોટા માથા સમાન તત્વો કે કરોડોના ખનીજ ઉસેડી જનારાઓની સામે કોઈ મોટી કાર્યવાહી થઈ હોય તેવુ સમ ખાવા પુરતુ પણ જોવા નથી મળતુ. તેમાં પણ કચ્છમાં પાછલા અમુક સમયથી અબડાસા વિસ્તારના ખીરસરા તથા નુંધાતડ જેવા પટ્ટાઓ અને લખપતના પણ મુચરબાણ સહિતના કેટલાક વિસ્તારોમાં ખનીજમાફીયાઓએ માજા મુકી દીધી હોવાની સ્થિતી છે. થોડા સમય પહેલા જ ખીરસરા અને નુંધાતડમાં કાર્યવાહી કરવામા આવી હતી, મોટા ઉપાડે કોઈને પણ છોડવામા નહીઆવે તેવુ પણ દર્શાવાયુ હતુ પરંતુ આ બધુ જાણે કે રાત ગઈ અને વાત ગઈનાતાલે પુરૂ થઈ ગયુ અને એના એ જ ખનીજચાોરોની ટોળકી ફરીથી આ વિસ્તારમાં ગેરકાયદસર ખનીજ ઉત્ખનનને પુરજોશમાં ધમધમાવી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે.
 કયાંક ને કયાંક જે રીતે આ વિસ્તારોમાં ખનીજમાફીયાઓ ફાટીને ધુમાડે ગયા છે તે જોતા તો હવે સ્થાનિકનુ ખાણખનિજ અને વહીવટીતંત્ર તેમની સામે ટુંકુ જ પુરવાર થવા પામી રહ્યુ છે, હવે ખરેખર રાજયની ખાણખનિજની વિજિલ્સ ટીમે જ અબડાસા પટ્ટામાં ત્રાટકવુ પડશે તેમ દર્શાય છે અને જો ખરેખર આમ થશે તો કઈક મોટા માથાઓની બનેલી આ સિન્ડીકેટનો મોટો ભાંડાફોડ થવા પામી શકે તેમ છે. આ ખનીજચોરોને કચ્છમાં તો પોલીસ કે અન્ય કોઈ અધિકારી અને તંત્રની ભય-બીક જ ન હોય તેમ ખનીજ ગેરકાયદેસર રીતે પુનઃ ઉસેડવાનુ ચાલુ કરી દીધું છે.



....................

કયા ઝભ્ભાલેંગાધારીની છત્રછાયા?


ગાંધીધામ : અબડાસા હોય કે નુંધાતડ પટ્ટો કે પછી લખપતમા મુરચબાણ સહિતના છેવાડાના વિસ્તારો જ કેમ ન હોય, અહી ફરી ફરીને ખનીજચોરી મોટાપાયે આચરવામા આવતી હોવાની બૂમરાડ ઉઠી રહી છે ત્યારે જાણકારો કહીરહ્યા છે કે, આ ખનીજચોરો કોની રહેમનજરે આટલી હિમંતવાળા થઈ ગયા છે? કારણ કે ખનીજચોરી વિના ઝભ્ભાલેંગાવાળાની ઓથ કરવી કપરૂ જ કામ છે? શું અબડાસા-લખપતમાં પણ કોઈ મોટા ગજાના રાજકારણીનો હાથ ખનીજચોરીમાં રંગાયેલો છે ખરો?




...................


ગાંધીનગરથી મંજુરી લઈ ખનીજચોરીના દાવાઓની રાજયના સીએમ કચ્છમાં છે તો કેમ ન કરાવે સચોટ તપાસ?


સરકારને પણ બદનામ કરનારા આ ખનીજમાફીયાઓ કોણ છે?


અબડાસાના ખીરસરા વિસ્તારમાં પકડાયેલી ખનીજચોરી વખતે બંડ પોકારીનેકહેવાયુ હતુ કે, અમે ગાંધીનગરથી મંજુરી લઈ આવ્યા છીએ, અમારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે? 


ગાંધીધામ : ગુજરાત રાજયના વિકાસપુરૂષ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છના પ્રવાસે છે. ત્યારે જાણકારો દ્વારા કહેવાય છે કે, કચ્છમાં અબડાસા પટ્ટામાં હાલમાં ખનીજમાફીયાઓ ફાટીને ધુમાડે ગયા છે. ખાસ કરીને ખીરસરા અને નુંધાતડ તથા લખપતના પણ કેટલાક વિસ્તારોમાં ખનીજચોરી મોટાપાયે ચાલી રહી છે. ખીરસરાની હાઈપ્રોફાઈલ ખનીજચોરી તો પડકાઈ પણ હતી પરંતુ આ એવી જગ્યા અને ખનીજચોરો હતા કે જયો કોઈ જવાની હિમંત જ  ન હોતુ કરતુ અને તેની પાછળનુ કારણ એટલુ જ હતુ કે ખનીજમાફીયાઓ અધિકારીઓને કહેતા ફરતા રહ્યા હતા કે અમને તો ગાંધીનગરથી આ ખનીજચોરી કરવાની મંજુરી મળી છે? ગાંધીનગરથી મંજુરીનુ કહેવાય તો પછી કયા અધિકારી તેમાં હાથ નાખવા જાય! પરંતુ બીજીતરફ અહી રાજયના મુખ્યપ્રધાન ખુદ કચ્છમાં છે ત્યારે તેઓએ તપાસ કરાવી જોઈએ કે સરકારની બદનામી થાય તેવુ ઈચ્છનારા આ ખનીજમાફીયાઓ કોણ છે? સમજી શકાય તેવી વાત છે કે ગાંધીનગરમાથી સચિવાલય-સરકાર તબક્કે તો ખનીજચોરી કરવાની મંજુરી કયારે ન આપી શકાય અને આપવામાં પણ નહી આવી હોય પણ ગાંધીનગરનું નામ વટાવીને સરકારની છબી ખરડાય, બદનામી થાય તેવુ કૃત્ય અબડાસાના ખીરસરામાં કયા ખનીજચોરો કરી ગયા? આ તપાસ કરવાની સુચના કચ્છના વહીવટી પ્રશાસન, પોલીસ વિભાગ તથા ખાણખનિજ સહિતનાઓને સીએમશ્રી કેમ ન આપે.?

Comments

COMMENT / REPLY FROM