Trending News
સ્થાનિક સમાચાર

માધાપરમાં અષાઢી બીજના સતી માના મંદિરે કાર્યક્રમ યોજાયો

27 June


ભુજ : અષાઢી બીજના માધાપર નવાવાસ રતુડી વાડી ખાતે સતી માનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે અષાઢી બીજના માતાજીના ભજન, રાસ-ગરબા લોકો રમતા હોય છે. સતી માનો પરચો એવો છે કે કોઈને આંખમાં ખુલ્લું થયેલું હોય આંખમાં તકલીફ થઈ હોય તે માતાજી સાધના કરવાથી મટી જાય છે તથા કોઈને સંતાન થતું ન હોય તો સતી માની માનતા કરવાથી માતાજી તેમને ઘરે સંતાન પ્રાપ્તિ કરાવે છે. આવા અનેકો પરચા સતી માતાજીના થયેલા છે. શક્તિ માતાજીનો ઇતિહાસ એવો રહેલો છે કે ૧૦૦ વર્ષ પહેલા રતુડી વાડી આવેલી છે ત્યાં નવાવાસમાં વર્ષો પહેલા ખેતી થતી હતી તે ખેતર વાડીમાં મોટા વૃક્ષો હતા. ખેડૂતો તેમના દીકરાને-દીકરીને ઝાડ નીચે કપડામાં ઘોડિયામાં સુવાડી અને વાડીનું કામ કરતા હતા ત્યાં અચાનક એવું બન્યું કે એક નાનો બાળક ઘોળિયામાં સૂતું હતું અને તે કુદરત રીતે બળી અને ખાખ થઈ ગયું ત્યાં કામ કરતા હતા તેને જોયું કે મારૂં બાળક ક્યાં ગયું? તો ત્યાં બરેલી રાખ જોવામાં આવી અને પછી જાણવા મળ્યું કે અહીં આ બાળક દેવ થઈ ગયું છે તેના પછી લોકો અહીં શક્તિ માં તરીકે એક નાનું ડેરુ બનાવેલું અને ત્યાં પૂજા કરતા હતા ત્યારથી વર્ષો જૂનું આ સતી માનો મંદિર આવેલું છે. લોકો માનતા કરે છે તેની માનતા સફળ થાય છે. અનેકો પરચા હોવાના કારણે તેમાંનું મંદિર પ્રખ્યાત થયેલું છે. હરિ કુંવરબેન ટાંક વર્ષો જૂના માધાપરના વતની છે. તેમના કુટુંબમાં સતી થઈ ગયેલ ત્યારથી વર્ષોથી અષાઢી બીજના રોજ અહીં માતાજીનો કાર્યક્રમ યોજાય છે. લોકો માતાજીના રાસગરબા કરે છે.ે હરી કુંવરબેનબેન તરફથી પ્રસાદનું દર વર્ષે આયોજન કરાય છે.
----

Comments

COMMENT / REPLY FROM