ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તેે રાસોત્સવનું આયોજન કરાયું
ભુજ : અષાઢીબીજ નિમિત્તે ભુજ લોહાણા મહાજન સંચાલીત ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા ભુજના મહીલા મંડળ માટે વિવિધ ગ્રુપ દ્વારા અષાઢી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, મંત્રી હીતેશભાઈ ઠકકર, ઉષ્માબેન માંકડ, મહીલાશ્રમના પ્રમુખ હર્ષદભાઈ ઠકકર (હકી), યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, વરૂણ ઠકકર, મહીલા મંડળના પ્રમુખ મમતાબેન ઠકકર, કાઉન્સીલર બિંદીયાબેન ઠકકર, માધાપર લોહાણા મહીલા મંડળના પ્રમુખ વર્ષાબેન ઠકકર દ્વારા વગેરે કરવામાં આવ્યું હતું.પ્રમુખ મમતાબેન ઠકકરે સૌને આવકાર્યી હતા ડો.મુકેશભાઈ ચંદેએ સૌને અષાઢીબીજની શુભેચ્છા પાઠવી હતી. લોહાણા મહીલા મંડળ દ્વારા ઉષ્માબેન માંકડ, બિદીયાબેન ઠકકર તથા વર્ષાબેન ઠકકરને સન્માનીત કરાયા હતા. ત્યારબાદ દરેક મહિલા મંડળના બહેનોએ પોતાની કૃતિ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં વાગડ લોહાણા મહીલા મંડળ, જલારામ મહીલા મંડળ, રઘુવંશી મહીલા શકિત સંઘ, પ્રકૃતી યોગ ગ્રુપ, અરીહંતનગર મહીલા મંડળ, માનસી મહીલા સમિતિ, સર્વોદય મહીલા મંડળ, સોમપુરા ભગીની મંડળ, જાયન્ટ ગ્રુપ ઓફ સાહેલી, મલય સ્મૃતિ, પીંગલેશ્વર મહીલા મંડળ, પુનમ ગ્રુપ, રાધિકા ગ્રુપ, શેરીનંબર-૧૧ સખીમંડળ, માધાપર લોહાણા મહીલા મંડળ, સંસ્કારનગર સહેલી ગ્રુપ, મોઢ બ્રાહ્મણ મહીલા મંડળે ભાગ લીધો હતો, જેમાં ૩૦૦થી વધારે બહેનોએ રાસ રમ્યા હતા. આ દરેક ગ્રુપમાંથી બે સ્પર્ધકને ભુજ લોહાણા મહીલા મંડળ તરફથી મોમેન્ટો અને ગિફટ આપવામાં આવી હતી. ત્યારબાદ ભુજ લોહાણા મહીલા મંડળના જનગ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૯ વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. આ રાઉન્ડની ગીફટના સ્પોન્સર કલ્પનાબેન કે. ઠકકર રહ્યા હતા. નિર્ણાયક તરીકે ભુજના જાણીતા ગાયકનોલોજીસ્ટ ડો.સુરભીબેન તુષાર વેગડ તથા દેવ્યાનીબેન સોનીએ સેવા આપી હતી.
ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો.મુકેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે, અષાઢીબીજ નિમિત્તેે ભુજમાં યોજાતા કાર્નીવલ જેવો માહોલ થઈ ગયો હતો. સર્વે ભાગલેનાર બહેનોને અભિનંદન આપ્યા હતા. ભુજ લોહાણા મહાજનના સભ્યો દિનેશભાઈ દૈયા, ગોવિંદભાઈ ઠકકર, ધિરજભાઈ ઠકકર, જીત કોઠારી વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મમતાબેન ઠકકર, ઉપપ્રમુખ શારદાબેન ઠકકર, મંત્રી દક્ષાબેન રૂપારેલ, ખજાનચી દીપાબેન પુજારા, સહમંત્રી શીલાબેન માણેક, સલાહકાર જયોતીબેન પવાણી, મીડીયા ઈન્ચાર્જ કમલાબેન ઠકકર તથા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન કાજલબેન ઠકકરે કર્યું હતું. વ્યવસ્થામાં મહાજનનો સ્ટાફ જતીનભાઈ ઠકકર, પચાણભાઈ રબારી, મહેન્દ્રભાઈ ઠકકર, રાજુભાઈ આહીર જોડાયા હતા.
-------

Comments