કચ્છ રાજ પરિવાર દ્વારા અષાઢી બીજના સ્નેહમિલનનું કરાયું આયોજન
મહારાણી પ્રિતીદેવીએ કચ્છીજનોને નવા વર્ષની પાઠવી શુભેચ્છા
ભુજ : અષાઢી બીજ કચ્છી નવા વર્ષની નિમિતે મહારાવ પ્રાગમલજી ત્રીજા મેમોરિયલ ગાર્ડન રણજીત વિલા ભુજ ખાતે મહારાણી પ્રિતીદેવીની સૂચના અનુસાર કચ્છ રાજપરિવાર દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહારાણી પ્રિતીદેવી દ્વારા કચ્છ તેમજ દેશ દેશાંતર રહેતા સમસ્ત કચ્છીઓને અષાઢી બીજ નવા વર્ષની શુભકામનાઓ મોકલાવાઈ હતી. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સ્વ. પ્રાગમલજી ત્રીજાની પ્રતિમૂર્તિને માલ્યાર્પણ કરી અને સર્વે ઉપસ્થિતો અને કચ્છવાસીઓને કચ્છી નવા વર્ષની શુભકામનાઓ પાઠવાઈ હતી. ત્યારબાદ કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ પણ મહારાવની પ્રતિમાને માલ્યાર્પણ કરી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આ સ્નેહમિલનામાં રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ, કચ્છ ક્ષત્રિય રાજપૂત સમાજના પૂર્વ અધ્યક્ષ જોરાવસિંહ રાઠોડ, એડવોકેટ ભરતભાઇ ધોળકીયા, જેહાનભાઇ ભુજવાલા, વિજેશકુમાર પુંજા, ભુજ આશાપુર મંદિર જનાર્દભાઇ દવે, કચ્છ કરણીસેના પ્રમુખ વીરભદ્રસિંહ, કિરીટસિંહ જાડેજા ઉપસભાપતિ, પ્રમોદભાઇ જેઠી તેમજ કચ્છ ઇતિહાસ પરિષદના વિવિધ સભ્યો, કિશોરભાઇ મોરબીયા, દલપતભાઇ દાણીધારીયા, એડવોકેટ મુર્તજાભાઇ રાઠોડ તેમજ શહેરના અન્ય ગણયમાન વ્યક્તિઓ હાજર રહ્યા હતા. વ્યવસ્થા પ્રાગમહેલ અને રણજીત વિલાના કર્મચારી દ્વારા સંભાળવામાં આવી હતી.
--------

Comments