Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીનું ભુજ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત

27 June



ભુજ : કચ્છના પ્રથમ સરહદી ગામ કુરનથી રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા અને કુરન ખાતે આયોજિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે બે દિવસીય કચ્છની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઇ દવે, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ શાહ, ભીમજીભાઇ જોધાણી અને મીતભાઇ ઠક્કર, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું.
----------

Comments

COMMENT / REPLY FROM