Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સંકુલમાં લુખ્ખા તત્ત્વો બેફામ  સરાજાહેર સગીરાનું અપહરણ કરી શિણાય નજીક દુષ્કર્મ ગુજારાયું 

27 June



પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી સગીરાને ટેકરીમાં લઈ જઈ હવસનો શિકાર બનાવાઈ : સગીરાએ પ્રતિકાર કરતા મારીને દાટી દેવાની ધમકી આપી : ભોગ બનનારને પેટ્રોલ પંપ પાસે ઉતારી નરાધમો ભાગી ગયા : મહિનામાં શિણાય વિસ્તારમાં સ્ત્રી સુરક્ષાને લજવતો બીજો બનાવ 


ગાંધીધામ : સંકુલમાં લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા હોય તેમ સગીરા અને યુવતીઓને ઘરની બહાર નીકળવું હવે જોખમકારક બની રહ્યું છે. શિણાય વિસ્તારમાં સ્ત્રી સુરક્ષાના કાયદાને લજવતો મહિનામાં બીજો બનાવ બન્યો છે. જેમાં સરેઆમ સગીરાનું અપહરણ કરી શિણાય નજીક લઈ જઈ બે ઈસમોએ દુષ્કર્મ ગુજારવા સાથે સગીરાને ત્રાસ દાયક પીડા આપી હતી. 
આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો શનિ દેવ મંદિરથી શિણાય જતા રોડ પર  ર૬ તારીખે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર ૧૬ વર્ષની સગીરા અને સાહેદ પસાર થતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો બાઈક પર આવ્યા અને સગીરાને ધમકાવી પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી. એક આરોપીએ બળજબરીથી એક્ટિવામાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીં સગીરાનું અપહરણ કરી ગયા હતા. પોલીસ સ્ટેશનના બદલે રસ્તામાં કોઈ ટેકરીવાળી જગ્યાએ લઈ જઈ ભોગ બનનાર સાથે બળજબરી કરી જાતિય સંબંધ બાનવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનારે પ્રતિકાર કર્યો અને લડત આપી છતા આરોપીએ જબરદસ્તી કરી હવસની ન સંતોષે તો મારીને અહીં જ દાટી દેવાની અથવા બીજા મિત્રોને બોલાવી સામૂહિક બળાત્કારની લુખી ધમકી આપી હતી. બન્ને ઈસમોએ જબરદસ્તી કરી ભોગ બનનાર સામે જાતિય સંબંધ બાંધવાની કોશીશ કરતા તેને અસહ્ય પીડા થઈ હતી તે પછી અજાણ્યા આરોપી ભોગ બનનારને અંજાર તરફ લઈ ગયો અને નાયરા પેટ્રોલ પંપ પાસે ઉતારી દેવામાં આવી હતી. શનિમંદિર પાસે સાહેદે આરોપીનું બાઈક પાડી દેતા આરોપી બાઈક મુકી ભાગી ગયો હતો. સુઝુકીની જીક્ષર બાઈકમાં આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલી ન હતી. આરોપીઓ ભાગી ગયા તે બાદ સગીરાએ પોતાના વાલીને જાણ કરતા તેને સારવાર અપાવી તાત્કાલિક આદિપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પણ બન્ને ઈસમો સામે પોક્સો સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કર્યો છે. અત્રે મહત્ત્વનું છે કે, થોડા દિવસો પહેલાં શિણાય તળાવની પાળ પર યુવક અને યુવતી બેઠા હતા ત્યારે ત્રણ ઈસમો આવ્યા અને પોલીસ સ્ટેશનની ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવી લીધા હતા ત્યારે પોલીસે આરોપીઓને પકડી લીધા હતા પરંતુ આ કિસ્સામાં નરાધમોએ તમામ પ્રકારની હદ વટાવી દીધી છે. સંકુલમાં બેફામ બનેલા આવા આવારા તત્ત્વો સામે કડક પગલાં ભરી તોઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે જરૂરી બની રહે છે. 

Comments

COMMENT / REPLY FROM