ભુજ લોહાણા મહાજન દ્વારા બાવીસમો દ્રષ્ટિ સેવા કેમ્પ યોજાયો
ભુજ : લોહાણા મહાજન દ્વારા એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજનાં સંયુક્ત ઉપક્રમે સર્વે જ્ઞાતિ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા નિઃશુલ્ક મોતીયા, વેલ, ઝામર અને પડદાના ચેકઅપના બાવીસમા કેમ્પનું આયોજન નાનજી સુંદરજી સેજપાલ ભુજ લોહાણા મહાજનવાડી ખાતેે કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ તથા ભુજની આસપાસના ગામડામાંથી આવેલ ૧૯ લાભાર્થીઓએ લાભ લીધો હતો. દર મહિને યોજાતા કેમ્પમાં નબળા પડદા ધરાવતા તથા અન્ય આંખના રોગની આધુનીક મશીન દ્વારા દર્દીઓની તપાસણી કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોતીયા વેલના ૭ દર્દીઓના ઓપરેશન વિનામુલ્યે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. આંખના નંબર પણ હોસ્પિટલ ખાતે કરી આપવામાં આવશે. સામાન્ય આંખના દર્દીઓને દવા (આઈ ડ્રોપ્સ) અને ઓપરેશન કરાવનાર દર્દીઓને પંદર દિવસની દવા અને કાળા ચશ્મા ફી આપવામાં આવશે. આ કેમ્પમાં લાયન્સ હોસ્પિટલના સંજયભાઈ ભાટી, ડો. કુંજનબેન તથા સુરેશ ચંદેએ સેવા આપી હતી.
આ કેમ્પમાં ભુજ લોહાણા મહાજનનાં પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, મંત્રી હીતેશભાઈ ઠકકર, સહમંત્રી સંજયભાઈ ઠકકર, આરોગ્ય સમિતિના ચેરમેન ચેતનભાઈ ઠકકર, હર્ષદભાઈ ઠકકર (હકી), કલ્પેશભાઈ ઠકકર, ગોવિંદભાઈ ઠકકર, દિનેશભાઈ દૈયા, જગદીશભાઈ ઠકકર, ધિરજભાઈ ઠકકર, દિલીપભાઈ ઠકકર, બાલકૃષ્ણભાઈ ઠકકર , ચીંતનભાઈ ઠકકર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, ધાર્મીક ઠકકર, પ્રાણલાલભાઈ ઠકકર તથા આ કેમ્પને સફળ બનાવવા માટે મહાજનના સ્ટાફગણ વ્યવસ્થામાં સાથે રહ્યા હતા. અલ્પાહારની વ્યવસ્થા જગદિશભાઈ ઠકકર તરફથી કરવામાં આવી હતી.
----

Comments