પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની ટીમ એલસીબીનો સપાટો : ગાંધીધામમાથી રાજુની કુખ્યાત ખાંડચોર ટોળકી દબોચાઈ
ખાટલે ખોટી મોટ : પોલીસતંત્રએ શંકાસ્પદ આધારપુરાવા વિનાનો જથ્થે ઝડપ્યો છે તો હવે તેના મુળીયા ઉલેચવા સુધી પહોચે તે જરૂરી, બીએનએસની કલમો લગાડી છે તે તો આવકારદાયક જ છે પરંતુ તેની સાથે માત્ર ૪૧/વન ડી કરી ન દેવાય તેની તકેદારી રાખવી અનિવાર્ય : ૪૧/૧ ડી એટલે તો ચોરોને છુટી જવા માટેની એક પ્રકારની સગવડ જ થઈ જાય છે, બોગસ-ડમી બીલો બજારોમાથી મેળવી અને માલ પણ છોડાવી જશે અને ખુદ પણ હેમખેમ નીકળી જશે : ચોરી-છળકપટથી લીધેલો જ માલ છે, અગાઉ પણ જો ખાંડચોરો સોયા ચોરી સહીતમાં ચકચારી રહ્યા જ હોય તો તેમની સામે આઈપીસી ૩૭૯ની જ કલમ લગાડવી જોઈએ, જે કલમ હેઠળ બીન જામીન પાત્ર ગુનો બને છે, અને જો સાબીત થાય તો તેમાં બેથી ત્રણ વર્ષની સજાની પણ જોગવાઈ રહેલી છે..!
આધાર પુરાવા વિનાની ખાંડ વેંચનાર ત્રિપુટી આવી કાયદાની ગિરફતમાં : માલ ખરીદનાર-લેવા આવનાર અને ગોડાઉન મેનેજરની કરાઈ અટક : જો કડક અને ઘનિષ્ઠ પુછતાછ કરવામાં આવશે તો આવી તો કઈક ચોરીઓના ખુલશે રહસ્ય : રાજુ અગાઉ સોયા ચોરી સહિતમાં ચકચારી રહી ચૂકયો હોવાની છે અટકળો : કિડાણાનો કાસમ કકલ તથા મનજી આહીર થઈ ગયા ફરાર, એ પકડાયેથી પણ થશે વધારે ખુલાસા
ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની ટીમ એલસીબીએ સપાટો બોલાવતી કાર્યવાહી કરી છે. ચોરી-છળકપટથી મેળવેલ સાત લાખથી વધુના ખાંડના જથ્થા સાથે ત્રણ જેટલા શખ્સોને દેબાચી લેવામા આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સત્તાવાર રીતે યાદીમાં જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રાજેશ ઉર્ફે રાજુ રહે.ગાંધીધામ વાળાના કબ્જા ભોગવટાના પ્લોટ નં-૭૪, સેક્ટર-૧૦-એ,જી.આઈ.ડી.સી.ગાંધીધામ વાળા પ્લોટમાં ચોરી કે છળકપટથી મેળવેલ શંકાસ્પદ ખાંડ નો જથ્થો રાખેલ છે અને તે જથ્થાને સગે વગે ક૨વાની પેરવીમાં છે જેથી એલ.સી.બીની ટીમ દ્વારા જરૂરી વર્ડઆઉટ કરી ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા ત્રણ ઇસમો શંકાસ્પદ ખાંડના જથ્થા સાથે મળી આવેલ જેઓને આ ખાંડ ના જથ્થા બાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ બીલ ડે આધાર પુરાવા નહિ હોવાનુ જણાવતા સદરહુ ખાંડ નો જથ્થો ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાઈ આવતા ખાંડનો જથ્થો બી.એન.એન.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તથા મળી આવેલ ઇસમોને બી.એન.એન.એસ. કલમ-૩૫(૨),ઈ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી’ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે..
.....................
પકડવાના બાકી આરોપીઓના નામ-
(૧) કાસમ કક્કલ રહે.ડીડાણા તા.ગાંધીધામ (માલ મોકલનાર) (૨) મનજી આહીર રહે.કીડાણા તા.ગાંધીધામ (માલ લઈ આવનાર)
.........................
કબ્જે કરેલ મુદ્દામાલ
ખાંડ ની ૫૦ કી.ગ્રાની બેગો નંગ-૫૦૦ ડી.રૂ-૭,૫૦,૦૦૦/- : ટ્રક નં. જીજે-૧૨-એડબ્લ્યુ-૭૧૨૧ કી.રૂ-૧૦,૦૦,૦૦૦/- : મોબાઈલ ફોન નંગ-૩ ડી.રૂ.૧૫,૦૦૦/- : કુલ કિ.રૂ.૧૭,૬૫,૦૦૦/-
....................
પકડાયેલ આરોપીઓના નામ
(૧) રાજેશ ઉર્ફે રાજુ રહે.મ.નં-૯૨૯, વોર્ડ નં-૯/બી,મુકતાનંદ સોસાયટી, ભારતનગર,ગાંધીધામ (માલ ખરીદનાર) (૨) વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ રાવળ રહે.જુના સાબદપુરા, ગોચનાદ, તા.રાધનપુર જી.પાટણ (માલ લેવા આવનાર ) (૩) દિનેશસિંહ વૃંદાવનસિંહ લોદી (રાજપુત) રહે. કાર્ગો,આઝાદનગર, ગાંધીધામ (ગોડાઉનો મેનેજર)

Comments