કચ્છમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૧,૩૪,૦૬૭ બાળકો પ્રવેશ મેળવશે
જિલ્લામાં કુલ ૧૬૧ જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા : રાજ્ય ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ હાજર રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવશે : તા.૨૬ જૂનથી ત્રિ- દિવસીય શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાના ૩૦૨૮૨ બાળકો બાલવાટિકામાં અને ધોરણ ૧માં ૪૫,૯૪૬ ભૂલકાઓનો શાળા પ્રવેશ : ધોરણ ૯માં ૩૮,૦૭૫ અને ધોરણ ૧૧માં ૧૯૭૬૪ વિદ્યાર્થીઓને અપાશે મીઠો આવકાર
ભુજ : ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શિક્ષણ અંગે જનજાગૃતિ લાવવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ તથા કન્યા કેળવણી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ તા.૨૬ જૂન અને ૨૮ જૂન દરમિયાન યોજવામાં આવશે. “ ઉત્સવ ....બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે કચ્છ જિલ્લામાં પણ તા. ૨૬, ૨૭ તથા ૨૮ જૂનના બાલવાટિકામાં ૩૦૨૮૨ અને ધોરણ-૧માં ૪૫૯૪૬ બાળકો રંગેચંગે શાળાપ્રવેશ મેળવશે તથા ધો.૯માં ૩૮૦૭૫ તેમાજ ધો.૧૧માં ૧૯૭૬૪ બાળકોને મીઠો આવકાર અપાશે. આમ, સરહદી કચ્છમાં કુલ ૧૩૪૦૬૭ બાળકો પ્રવેશ મેળવનાર છે.
રાજય સરકાર વતી વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ શાળામાં હાજર રહીને પ્રવેશ મેળવનાર બાળકોને વાજતે ગાજતે ઉત્સાહભર્યા માહોલમાં આવકારશે. જેના માટે કચ્છ જિલ્લામાં કુલ ૧૬૧ જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લાની સરકારી ૧૭૦૨ પ્રાથમિક શાળા ઉપરાંત જિલ્લાની ૩૧૭ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે.
જો તાલુકાવાર બાલવાટિકા તેમજ ધોરણ-૧માં પ્રવેશની વિગત જોઇએ તો, અબડાસા તાલુકામાં બાલવાટિકામાં ૧૯૨૭, ધો.૧માં ૪૩૫૫, ધો.૯માં ૨૦૩૨ તથા ધો.૧૧માં ૬૫૪ સાથે કુલ ૮૯૬૮ બાળકો પ્રવેશ મેળવશે. અંજાર તાલુકામાં બાલવાટિકામાં ૩૨૦૮, ધો.૧માં ૪૯૮૭, ધો.૯માં ૪૧૩૫ તથા ધો.૧૧માં ૧૭૪૫ બાળકો સહિત કુલ ૧૪૦૭૫, ભચાઉ તાલુકામાં બાલવાટિકામાં ૨૩૫૪, ધો.૧માં ૩૫૨૯, ધો. ૯માં ૩૧૪૧, ધો.૧૧માં ૧૩૪૧ સહિત કુલ ૧૦૩૬૫ બાળકો, ભુજ તાલુકામાં બાલવાટિકામાં ૬૨૪૧ બાળકો, ધો.૧માં ૯૫૦૩, ધો.૯માં ૯૩૪૧, ધો.૧૧માં ૫૨૮૫ સહિત કુલ ૩૦૩૭૦ બાળકો, ગાંધીધામ તાલુકામાં બાલવાટિકામાં ૩૫૪૭, ધો.૧માં ૫૨૬૨, ધો.૯માં ૫૭૪૧, ધો.૧૧માં ૪૨૩૫ સહિત કુલ ૧૮૭૮૫ બાળકો, લખપત તાલુકામાં બાલવાટિકામાં ૧૩૪૧, ધો.૧માં ૨૯૫૫, ધો.૯માં ૧૦૩૫, ધો.૧૧માં ૩૫૨ સહિત ૫૬૮૩ બાળકો, માંડવી તાલુકામાં બાલવાટિકામાં ૩૧૪૧, ધો.૧માં ૪૧૨૬, ધો.૯માં ૩૫૦૦, ધો.૧૧માં ૧૭૪૦ સહિત કુલ ૧૨૫૦૭ બાળકો, મુંદરા તાલુકામાં બાલવાટિકામાં ૨૫૪૧ બાળકો, ધો.૧માં ૨૫૪૮, ધો.૯માં ૨૯૨૪, ધો.૧૧માં ૧૮૪૪ સહિત કુલ ૯૮૫૭ બાળકો, નખત્રાણા તાલુકામાં બાલવાટિકામાં ૨૩૪૧, ધો.૧માં ૨૩૯૦, ધો.૯માં ૨૩૮૫, ધો.૧૧માં ૧૧૩૩ સહિત કુલ ૮૨૪૯ બાળકો તેમજ રાપર તાલુકામાં બાલવાટિકામાં ૩૬૪૧ બાળકો, ધો.૧માં ૬૨૯૧, ધો.૯માં ૩૮૪૧, ધો.૧૧માં ૧૪૩૫ સહિત ૧૫૨૦૮ બાળકો પ્રવેશ મેળવશે. આમ કચ્છ જિલ્લામાં બાલવાટિકા ૩૦૨૮૨, ધો.૧માં ૪૫૯૪૬, ધો.૯માં ૩૮૦૭૫, ધો.૧૧માં ૧૯૭૬૪ સહિત કુલ ૧૩૪૦૬૭ બાળકો પ્રવેશ મેળવીને શિક્ષણ સાથે ઘડતર મેળવશે.
---------

Comments