Trending News
સ્થાનિક સમાચાર

કેરાદારૂ કાંડ : કુખ્યાત બુટલેગર પુના-અનોપની સામે ગુજસીટોક કેમ નહીં? સંપત્તી પર બુલડોજર કયારે?

25 June

કચ્છ કલેકટરશ્રી કેમ ન કરે વક્રદ્રષ્ટી..!





ગુજરાત સરકાર અને કચ્છમાં પણ અસામાજીક તત્વો પર બુલડોજરવાળી કરવામા આવી ચૂકી છે, બેનામી ધંધાથી આસામી બની ગયેલા અને કાયદાને પડકારનારા તત્વોને નશ્યત કરાય છે, તો જેની સામે ૩૦ જેટલા દારૂના કેસો નોધાયેલા હોય તેવા પુનો-અનોપ જેવા બુટલેગરો શું અસામાજીક તત્વોની યાદીમાં નથી આવતા? તેમની આર્થીક કેડ કેમ ભાંગવામાં નથી આવતી? : યક્ષ સવાલ



એસએમસી ત્રાટકયું, નાક વઢાયું, અને લાપરવાહોની સામે પગલા લેવાયા, પરંતુ હજુય એકાદ-બે અધીકારીઓની સામે જ કાર્યવાહી થઈ છે, હકીકતમાં અનોપ-પુના જેવાઓને છાવરનારા ખાખીધારીઓ તો છે આબાદ : એસએમસી ત્રાટકી જાય, તો હકીકતમાં જે-તે મથકનો ડી સ્ટાફ જ વિખેરી નાખવો જોઈએ



કચ્છના કડક-તટસ્થ અને પ્રજાભિમુખ આઈજીપી શ્રી કોરડીયા લાલઆંખ કરે તો બધુ જ થાડે પડી જાય : આઈજીપીના સાયબર સેલના અમુક બની બેઠલાઓ પર જયા સુધી કડક અને ધાક બેસાડતા પગલા નહી લેવાય ત્યાં સુધી દારૂના ધંધા બંધ નહી થાય, જિલ્લા પોલીસના અધિકારીઓ પર પગલા લેવાય છે, લીવરીઝર્વમા મુકાય છે, પણ સાયબ્ર ક્રાઈમમાં અમુક બની બેઠેલાઓ બહારના બહાર જ રહી જતા હોવાથી દારૂની ખેપ બેફામ ધમધમતી બંધ નહી થાય : આટલી મોટી માત્રામાં એસએમસી દરોડા પાડે છે ત્યારે તપાસ પણ પોતાની પાસે જરાખવી જોઈએ અને આવા બુટલેગરોને મદદ કોણે કોણે કરી હતી, 
કોના ઈશારે આ બધા જ ધંધાઓ ધમધમી રહ્યા છે, તે પણ બહાર લાવવુ જોઈએ





ગાંધીધામ :  ગુજરાત સરકાર દ્વારા પાછલા કેટલાક સમયથી અસામાજીક પ્રવૃતીઓથી આસામી બની ગયેલાઓની સામે કડકાથી કાર્યવાહી કરવામાં આવી રહી છેે. રીતસરની બુલડોઝરવાળી જ કરાઈ રહી છે. બેનામી ધંધામાથી સંપત્તીઓ જેઓએ ખોટી રીતે વસાવી છે તેમના દબાણો, સપંત્તીઓ તોડી અને તેમની આર્થિક કમર જ ભાંગવામા આવી રહી છે. કચ્છમાં પણ અસામાજીક પ્રવૃતીઓમાં સકંળાયેલા તથા જેની સામે અનેકવિધ ગુનાઓ દાખલ છે તેવાઓને અલગ તારવી અને તેમની પણ બિનઅધિકૃત મિલ્કતોનો સફાયો જ કરવામ આવ્યો છે. એ પછી વાગડની વાત હોય કે અન્ય કોઈ તાલુકામાં પોલીસે કોઈ પણ પ્રકારની સાડાબારી રાખ્યા વિના જ આવા તત્વોની આર્થિક કેડ ભાંગી દેખાડી છે. તેવા સમયે બીજીતરફ હવે જાણકારો દ્વારા એવો પણ સવાલ થવા પમાી રહ્યો છે કે, અસામાજીક પ્રવૃતીઓવાળાઓની સામે જયારે કાર્યવાહી થઈ છે ત્યારે આ પુનો-અનોપ જેવા બુટલેગરો કેમ તેમા બાકાત રહી ગયા છે? પુનો અને અનોપ  પર અનેકવિધ કેસો થયેલા છે. અગાઉ પણ આ તત્વો પોલીસ ચોપડે ચડી જ ચુકયા છે. પુનાનો ઈતિહાસ ચકાસવામા આવશે તો રપથી વધુ ગુનાઓ તેની સામે દાખલ થયેલા દેખાશે. લાીકરના આટઆટલા કેસો થયા હોવા ઉપરાંત પણ આ પુના જેવા બુટલેગરો કયાંક મચક ન આપતા હોય તેમ નવા નવા ફોલ્ડરીયાઓ ઉભા કરી અને દારૂની મોટી ખેપ ઠાલવતા હોય તેવી ઘટનાઓ પણ ઉપરાછાપરી બની રહી છે. હાલમાં પણ કેરામાં જે એસએમસીને ત્રાટકવુ પડયુ છે તે કટીંગ થતો દારૂ કોનો હતો? અનોપનું નામ તો તેમા આવી જ ગયુ છે, હવે અનોપ ઝડપાયેથી પુના સુધી પણ તેનો રેલો લંબાવવા પામી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ ખરેખર જો અનોપ-પુનો આ રીતે બિનધાસ્ત રીતે દારૂની ખેપ મારતાહોય તો તેના જેવા બુટલેગરોની સામે પણ બેનામી સંપત્તીઓ સિજ કરવી અથવા તો બિનઅધિકૃત આવા માથાભારે તત્વોના ઠામો પર પણ બુલડોજરવાળી કેમ કરવામા નથી આવતી?
જાણકારો તો એમ પણ કહે છે કે, એસએમસી ત્રાટકયું, નાક વઢાયું, અને લાપરવાહોની સામે પગલા લેવાયા, પરંતુ હજુય એકાદ-બે અધીકારીઓની સામે જ કાર્યવાહી થઈ છે, હકીકતમાં અનોપ-પુના જેવાઓને છાવરનારા ખાખીધારીઓ તો આબાદ જ વર્તાઈ રહ્યા છે.  એસએમસી ત્રાટકી જાય, તો હકીકતમાં જે-તે મથકનો ડી સ્ટાફ જ વિખેરી નાખવો જોઈએ, ધાક બેસાડતી કાર્યવાહી કરી અને અન્યોને પણ કડક સંદેશ આપવો જોઈએ. અહી એવુ પણ બની શકે કે , પીઆઈને ખબર પણ ન હોય અને વહીવટદાર બની બેઠલા તત્વો અનોપ-પુના જેવા સાથે સેટીંગ કરી અને ધંધાઓને ધમધમાવતા હોય..! અને હવે જયારે ઘટના બની છે ત્યારે તપેલુ જવાબદારીની રૂહે સીધે સીધુ પીઆઈનું જ ચડી જવા પામ્યુ છે..! બીજી તરફ જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, ગુજરાત સરકાર અને કચ્છમાં પણ અસામાજીક તત્વો પર બુલડોજરવાળી કરવામા આવી ચૂકી છે, બેનામી ધંધાથી આસામી બની ગયેલા અને કાયદાને પડકારનારા તત્વોને નશ્યત કરાય છે, તો જેની સામે ૩૦ જેટલા દારૂના કેસો નોધાયેલા હોય તેવા પુનો-અનોપ જેવા બુટલેગરો શું અસામાજીક તત્વોની યાદીમાં નથી આવતા? તેમની આર્થીક કેડ કેમ ભાંગવામાં નથી આવતી?

 

Comments

COMMENT / REPLY FROM