Trending News
સ્થાનિક સમાચાર

શિફા હોસ્પિટલ સંચાલિત ફરતા દવાખાનાનો ૨૮૩૭ દર્દીઓેએ લાભ લીધો

24 June



ભુજ : મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ સંચાલિત ફરતા દવાખાનાનો પ્રારંભ માર્ચ-૨૦૨૫થી થયેલ છે. એમ્બ્યુલન્સ મારફત તબીબ અતે તેમના આસિસ્ટન્ટ સપ્તાહમાં ભુજ તાલુકાના ૫૭ જેટલા ગામોમાં જાય છે અને દર્દીઓને તપાસી દવાઓ આપે છે. દર્દીઓ પાસેથી રાહત દરે માત્ર દવાઓના પેસા લેવામાં આવે છે. કન્સલ્ટીંગ કે અન્ય કોઇ ચાર્જ લેવામાં આવતા નથી. ફરતા દવાખાના દ્વારા સાપ્તાહિક કાર્યક્રમ મુજબ દર સોમવારના-૭, મંગળવારના-૯, બુધવારના-૯, ગુરૂવારના-૧૧, શુક્રવારના-૭, શનિવારના-૯ અને રવિવારના-પ ગામોમાં તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
શિફા હોસ્પિટલના એમ્બ્યુલન્સ ઈન્ચાર્જ હાજી ઈશાક હિંગોરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત ત્રણ માસમાં ફરતા દવાખાના દ્વારા ૫૭૮૩ કિમીની રનિગ થઇ છે. સાપ્તાહિક કાર્યક્રમ અનુસાર ૧૬૬ વખત ગામડાઓની મુલાકાત લેવાઈ છે અને કુલ ૨૮૩૭ દર્દીઓને સારવાર અપાઈ છે. ફરતા દવાખાનામાં ડો. મનોજ સિયાલ તથા એમ્બ્યુલન્સ ડ્રાઈવર રાયમા મોહમ્મદભાઈ પોતાની સેવાઓ આપી રહ્યા છે. 
-----

Comments

COMMENT / REPLY FROM