Trending News
સ્થાનિક સમાચાર

ઈરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધના મંડાણ : કંડલાના આયાત-નિકાસકારોમાં ઉચ્ચાટ : દેશને આર્થિક ધુમ્બા ના એંધાણ

24 June

આંતરરાષ્ટ્રીય સ્થિતીએ ભારત સુડી વચ્ચે સોપારીની સ્થિતીમાં : ફરી મંદીનો ફેલાતો ભય




ઈરાન ભારતમાથી બાસમતી ચોખાનું છે મોટુ આયાતકાર : જનરલ ટ્રેડીંગ કંપની(જીટીસી, ઈરાન) ભારતમાથી સૌથી વધુ બાસમતી ચોખાની કરે છે આયાત : યુદ્ધનો માહોલ વધુ ઉગ્ર બનતા કંડલાથ જતા ચોખાને લાગ્યો છે મોટો બ્રેક : સીએચએથી માંડી અને નિકાસકાર હરીયાણા કરનાલ સહિતનાઓ આવી ગયા છે કલચમાં, આખેઆખી ચેનલ જ બ્લોક થઈ ગઈ હોવાનો વર્તારો : યુદ્ધ પહેલા જ ત્રણેક મહીનામાથી જ કંડલાથી ત્રણેક લાખ ટન ચોખાની થઈ ચુકી છે નિકાસ : કંડલામાં ર૦મીએ ચોખાના ઈરાન માટે ખુલનારા સંભવત ટેન્ડરને પણ બ્રેક લાગી ગયાનો અંદાજ


ઈરાન-ઇઝરાયેલ બન્ને સાથે ભારતનો દરીયાઈ માર્ગે છે કરોડો ડોલરમાં વેપાર : આયાત-નીકાસ બન્ને માર્ગે છે મોટી ટ્રેડ ડીલ : ચોખાના કન્સાઈનમેન્ટને સૌથી વધુ અસરની વકી 

ભારત- ઈરાન વચ્ચે આ વસ્તુઓની મોટી આયાત નિકાસ છે : 
જીપ્સમ, આર્યન ઓર, સ્ટીલ, પેટ્રોલિયમ પદાર્થ, ચોખા વગેરે



ગાંધીધામ : દુનીયા ત્રીજા વિશ્વયુદ્ધની કગાર પર-અણીએ આવીને ઉભી છે. ઈરાન-ઇઝરાયેલની વચ્ચે છેડાયેલ યુદ્ધમાં અમેરીકા અને રશીયાની એન્ટ્રી પણ થવા પામી જ ગઈ છે. ઈરાન-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની દુનીયામાં તો હાલના સમયે શું અસર થતી હશે તે અન્ય રાષ્ટ્રો જ જાણે પરંતુ ઈરાન-ઇઝરાયેલ બન્નેની સાથે મજબુત વેપારી સબંધો ધરાવતા ભારતની સ્થિતી હાલમાં કયાંક ને કયાંક સુડી વચ્ચે સોપારી જેવા બની ગયા હોય તેવી સ્થિતી અને આ યુદધની સાઈટ ઈમ્પેકટ એટલે કે આડઅસરો પણ હવે ભારતમાં દેખાવવાની ચાલુ થવા પામી ગઈ હોવાનો ઉચ્ચાટ સામે આવવા પામી રહ્યો છે. 
વાત સહેજ વિગતે કરીએ તો ભારત-પાકીસ્તાન વચ્ચે થેાડા દીવસ પહેલા સર્જાયેલા તંગ અને તનાવપૂર્ણ માહોલમાં ભારતે હવે ઈનડાયરેકટ વેપાર પણ પાકીસ્તાન સાથે તો બંધ જ કરી દીધા છે ત્યારે ભારતને માટે ઈરાનની વ્યુહાત્મક ભાગીદારી ખુબજ મહત્વપૂર્ણ બની રહે છે પરંતુ હાલમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે છેડાયેલ યુદ્ધની ગંભીર સ્થિતીએ ભારતને માટે વ્યુહાતમ્ક રીતે મહત્વપૂર્ણ દરીયાઈ રૂટ અને પોર્ટસ પણ ત્યાં ધડાધબ તવાહ થઈ રહ્યા છે, તો કયાંક અગમચેતીનાભાગરૂપે વેપાર બંધ કરવામા આવી રહ્યો હોવાની સીધી જ અસર ભારતમાં કંડલા બંદરેથી વીવિધ કોમોડીટીઓની આયાત-નિકાસ પર પણ મોટી અસર વર્તાતી શરૂ થવા પામી ગઈ હોવાનુ મનાય છે. 
જો વાત સહેજ વિગતે કરીએ તો, ઈરાન ભારતમાંથી બાસમતી ચોખાની મોટી આયાત કરનાર દેશ છે. પાછલી સિઝનનથી જ વાત કરીએ તો કંડલાથી જ પાછલા ત્રણેક માસમાં બેથી ત્રણ લાખ ટન જેટલો ચોખાની નિકાસ કરવામા આવી ચૂકી છે. ઈરાનન જેટીસી એટલે કે જનરલ ટ્રેડીંગ કંપની ભારતમાંથી કંડલા મારફતે ચોખાની આ આયાત કરતી હતી. જે હાલમાં યુદ્ધની સ્થિતી સર્જાઈ જતા સદંતર બંધ જ થવા પામી ગઈ છે અને બે-પાંચ દીવસ પહેલા જે ચોખાના પાર્ટલી કન્સાઈનમેન્ટ ઈરાન પહોચ્યા હતા તેમાં પણ બાકી રહેલો કાર્ગો ઝડપથી એનઓસી મેળવી ગણતરીના કલાકોમાં કલીયર કરાવવા ઈરાન તરફથી ઈન્ટીમેશન મળતા ભારે દોડધામની સ્થીતી અહી સર્જાઈ હતી અને તે વખતે તો સીએચએ દ્વારા કાર્ગો કલીયર કરાવી લેવાયો હતો પરંતુ બાદમાં અહીથી આયાત-નિકાસ ટોટલ બંધ કરવામા આવી ગઈ હોવાની સ્થિતી સર્જાઈ હોવાથી હવે કચ્છમાં બંદરીય ક્ષેત્રમાં વ્યાપાર કરનારાઓમાં આતંરીક ઉચ્ચાટની સ્થિતી ઉભી થવા પામી ગઈ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. કહેવાય છે કે ન માત્ર સીએચએ બલ્કે ઈરાનથી ટ્રેડ કરનારી આવી કોમોડીટીવાળી આખી ચેનલ જ હાલમાં સ્ટક થવા પામી ગઈ છે. કન્ટેઈનર-વેશલ્સની આખેઆખી ચેનલ જ અટકી જવા પામી હોવાનો 
વતાર્રો દેખાઈ રહ્યો છે. આ યુદ્ધ વધારે ભીષણ બને તેવા ભણકારા ગાજી રહ્યા છે ત્યારે લોકોને પુનઃ મહામંદી-મંદીનાભણકારા પણ ગાજતા દેખાવવા પામી રહ્યા છે. ભારત દેશ ક્રુડ આધારીત ઈકોનોમી ધરાવતો રાષ્ટ્ર છે. ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં રશીયા-અમેરીકા ઝંપલાવે તો આ ક્રુડ સપ્લાય ચેઈન ખુબજ  અસરગ્રસ્ત થઈ શકે તે છે અને તેની સીધી જ અસર ભારતના અર્થંતંત્ર પર પડી શકે તેવી શકયતાઓ નકારી શકાય નહીં.



...............


જો ધડાકા પણ થયા તો કચ્છ-ગુજરાતને પડશે મોટો આર્થિક ફટકો :
ઘણું રોકાણ ધરાવે છે : ચાબહરા પોર્ટ-હાઈફા પોર્ટમાં છે સ્ટેક...!


ક્રુડ પણ બુશેરા પોર્ટ થઈને જ આવે છે, લડાઈ ભીષણ થઈ 
તો મોટી સમસ્યા ભારત માટે પણ તોળાઈ જ રહી છે..!




ગાંધીધામ : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની સ્થિતીને જોતા તો ભારતને તો નુકસાન થશે જ થશે પણ કચ્છ-ગુજરાતને પણ ફટકો લાગી શકે તેમ છે. કચ્છ-ગુજરાતનું ઘણુ બધુ રોકાણ રહેલું છે. ચાબહાર પોર્ટને બંધ કરી દેવાયુ છે જયાં કંડલાથી ચોખા સહિતનો જથ્થો વાયા થઈ અને આગળ સપ્લાય થવો સરળ બની રહ્યો હતો. ભારત-પાક.ની તનાવવાળી સ્થિતી બાદ પાકીસ્તાનના રૂટ તો બંધ જ કરી દેવાયા છે. તેવામાં હવે હાઈફા પોર્ટ આસપાસમાં પણ રીફાઈનરીને ઉડાી દીધી હોવાના દાવા-પ્રતિદાવાઓ પણ સામે આવવા પામી ગયા હતા. ઈઝરાયેલમાં આવેલ હાયફા પોર્ટની બાજુની રીફાઈનરી ઉડાડયા બાદ જ નેતન્યાહુએ ધમકી આપી હતી કે, મારા હાઈફા પોર્ટને નુકસાન કર્યુ છે હવે તમારા બધા જ પોર્ટ ઉડાળી નાખીશુ. તે બાદ ઈરાને બુશેરા પોર્ટ કે જયા કંડલાથી ચોખા ઉતારવામા આવતા હોવાની વાત હતી તેને પણ ધડાધડ બંધ જ કરી દીધુ છે. હયાત માલને પણ ગણતરીન કલાકોમાં જ એનઓસી મેળવી કલીયર કરવાની ભારત-કંડલાના આયતકારોને સુચનાઓ આપી હતી. એટલે જો અહી તનાવ વધ્યો તો ચોકકસથી ભારત-કચ્છ-ગુજરાતને મોટુ નુકસાન થવા પામી શકે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM