Trending News
સ્થાનિક સમાચાર

ચીરઈ પાસે ૩.૪પ લાખનો દારૂ ભરેલી ગાડી પકડાઈ

24 June



ચોપડવા બ્રીજ પાસે પોલીસે રોકાવતા આરોપીએ ગાડી ભગાવી : બાવળોની ઝાડીમાં ચીરઈનો શખ્સ ભાગી ગયો 


ભચાઉ : તાલુકાના નવી મોટી ચીરઈ ગામથી પશ્ચિમ દિશા તરફ આવેલા બાવળોની ઝાડીમાં દારૂ ભરેલી ગાડી પકડાઈ હતી. જોકે, આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતોઆ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી કે, ત્યારે બાતમી મળી કે, સફેદ કલરની વોલ્સ વેગન વેન્ટો ગાડી નં.જીજે૧૮ - બીએલ - ૮૭૯ર મા દારૂ ભરેલો છે અને આ ગાડી ચોપડવા બ્રીજ પાસેથી નીકળવાની છે. જેથી બાતમીના આધારે ગાડીને રોકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાવી હતી. જેથી પોલીસે પીછો કરતા નવી મોટી ચીરઈ પાસે ગાડી મુકી અંધારામાં ચાલક ભાગી ગયો હતો. જે નવી મોટી ચીરઈનો રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાડી ખોલીને જોતા તેમાં પાછળની સીટ અને ડીકીમાં દારૂની પેટીઓ હતી. ઓલ સિઝન ગોલ્ડન વ્હિસ્કીની ૧૯ર બોટલ તેમજ રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હિસ્કીની પ૯ બોટલ મળી કુલ ૩.૪પ લાખનો દારૂ તથા પાંચ લાખની ગાડી મળી ૮,૪પ,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભાગી ગયેલા આરોપી રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા તેમજ દારૂનો જથ્થો મોકલાનાર સામે ભચાઉ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

Comments

COMMENT / REPLY FROM