મુંબઈ-ભુજ આવતી ફલાઈટ આંચિતી આજે ફરી રદ : મુસાફરો ત્રસ્ત
એર ઈન્ડીયા ૧ સાંઘે ત્યાં તેર તુટેનો તાલ
મુંબઈથી ભુજ આવતી ૧ર.૧૦ વાગ્યાની ફલાઈટમાં પેસેન્જરોને બેસાડી દીધા બાદ ટેકનીકલ ખામીનુ કારણ આપીને ઉતારી દેવાતા મુસાફરોમાં ફેલાયો કચવાટ : એકાદ કલાકથી મુસાફરો વિમાનીમથકે જ અટવાયા : ભુજ એરપોર્ટના ડાયરેકટરશ્રીના ફોનની ઘંટડીઓ રણકતી રહેતા તેમની પ્રતિક્રીયા જાળવાનો પ્રયાસ રહ્યો વિફળ
ભુજથી નિયમિત બપોરે રઃ૧૦ મુંબઈ જવા ઉપડતી ફલાઈટ વીલંબીત થવાની આશંકા : આ ફલાઈટ બપોરે ૪.૨૫ વાગ્યે ઉપડવાની સંભાવના
ગાંધીધામ : ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલી એરઈન્ડીયાની બોઈંગ ફલાઈટ ક્રેશ થયાની ગંભીર ઘટના બન્યા બાદ રોજ બરોજ એર ઈન્ડીયાની ફલાઈટ કયાંક ને કયાંક દેશમાં ચર્ચામાં જ સતત રહેવા પામે છે. દરમ્યાન જ આજ રોજ કચ્છના ભુજ વિમાનીમથકે આવી રહેલી એર ઈન્ડીયાની ફલાઈટ પણ પુનઃ રદ કરવામા આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એર ઈન્ડીયાની ફલાઈટને લઈને ફરી મુસાફરોમાં સહેજ કચવાટ ફેલાયોય હોવાની ઘટના સામે આવી રહી છે.
આ અંગે મળતી વધુ વિગતો અનુસાર મુંબઈથી ભુજ માટે ઉડડયન ભરતી ૧ર.૧૦ વાગ્યાની એર ઈન્ડીયાની ફલાઈટ આજ રોજ ફરી ટેકનીકલ ખામીનુ કારણ ધરીને ઓંચિતી જ રદ કે પોેસ્ટપોન્ડ કરાઈ હોવાની વાત વહેતી થવા પામી છે.
એરઈન્ડીયાની ફલાઈટ આજ રોજ એકાએેક જ ફરીથી રદ કરવામ આવતા અહી આવી પહોચેલા મુસાફરોમાં ભારે કચવાટ ફેલાવવા પામી ગયો છે. સ્થળ પર હાજર રહેલા તથા ભોગગ્રસ્તોમાથી સામે આવતી વિગતો અનુસાર આજ રોજ મુંબઈથી ભુજ જવા માટેના મુસાફરોને ફલાઈટમાં બેસાડી દેવાયા હતા અને તે બાદ અચાનક જ ટેકનીકલ ખામીનુ કરાણ આપી અને મુૃસાફરાને ઉતારવામાં આવતા ઉહાપોહ થયો હતો. જો કે, બીજીતરફ કેટલાક વર્ગ દ્વારા કયા પ્રકારની ટેકનીકલ ખામી સર્જાઈ છે તે જણાવવાનું ટાળી અને ફલાઈટ વિલંબીત થઈ હોવાનુ ચર્ચાયુ હતુ. સચોટ કારણ જાણવા માટે ભુજ વિમાનીમથકના એરપોર્ટ ડાયરેકટરશ્રી નરેન્દ્ર કુમારનો સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોનની ઘંટડીઓ રણકતી જ રહી હોવાથી વિફળ નીવડયો હતો. જો કે સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે ભુજથી બપોરે રઃ૧૦ મુંબઈ જવા ઉપડતી ફલાઈટ પણ વિલંબીત થવા પામે તેવી શકયતાઓ સામે આવી છે.

Comments