Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં મીઠ્ઠાના અમુક વાહનોવાળાની ઈજારાશાહી ભરી દાદાગીરીનો અધમ : ખાખી નાકામ : મહાટ્રાફિક જામ..!

24 June



નકલી પુલથી આગળ હનુમાન મંદીરની સામે અગરમાં જવા માટે અમુક બની બેઠલા મીઠ્ઠાવાળા ડમ્પરો વચ્ચે જ મુકી દેતા હોવાથી સર્જાઈ જાય છે કલાકોને ટ્રાફિક જામ : અન્ય વાહનચાલકો પોકારી ચુકયા છે તોબા..તોબા..!



 ઝોન ગોલાઈ-કંડલા જીરો પોઈન્ટ સહીતમાં ઉઘરાણાઓ માટે ગોઠવાઈ જતા અમુક ટ્રાફિકવાળા આ સમસ્યા હળવી કરવા કેમ નથી ડોકાતા? : ભોગગ્રસ્તોનો કચવાટ : આજે સવારે પણ આઠ વાગ્યાથી સર્જાયો છે મોટો ટ્રાફિક જામ : રોજ-બરોજ કંડલાના અને કસ્ટમના કઈક ઉચ્ચ અધીકારીઓ આ ટ્રાફીકમાં ફસાતા હોવા છતા આ સમસ્યાની મુકિત મામલે કોઈ જ બોલતુ નથી : વિચાર તો કરો દાદાગીરી કરનારાઓ કેટલા હિમંતવાળા થઈ ગયા છે..?




ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા બંદર પર ફરીથી પાછલા કેટલાક દીવસથી ટ્રાફિકમી સમસ્યા ઉભીથવા પામી ગઈ છે. અહી જાણકારો કહી રહ્યા છે કે મીઠાના અમુક વાહનોવાળાની દાદાગીરીભર્યા અધમના લીધે અન્ય તમામને ભોગવવાનો વારો આવી રહયો છે અને અહી ચિંતાની વાત એ છે કે પાછલા કેટલાક દીવસથી સતત અહી ટ્રાફીકનો મહાજામ સર્જાતો હોવા ઉપરાંત પણ ટ્રાફીક પોલીસ કયાંય ડોકાતી નથી અથવા તો કલોકોની લાઈનો રૂટીન થઈ ગયા બાદ ચક્કર મારવા પહોચી રહી હોવાનો કચવાટ સર્જાતો જોવાઈ રહ્યો છે
આ બાબતે ભોગગ્રસ્તોમાંથી ઉભા થતા કચવાટની જો વાત કરીએ તો કંડલા બંદર તરફ જતા માર્ગ પર દૈનિક અહી મહાટ્રાફિક જામની સ્થિતી સર્જાવવા પામી રહી છે. આ ટ્રાફીકની સ્થિતી હવે રેલવે ફાટક કે અન્ય કોઈ અનિયંત્રિત અથવા તો અટકાવી ન શકાય તેવા કારણોના લીધે નથી થતી પરંતુ અહી મીઠ્ઠાવાળા અમુક વાહનોવાળા ખુદ અગરમાં જવા માટે આડેધડ વાહનોની લાઈનો કરી દેતા હોવાની ફરીયાદ વધી રહી છે અને આ મીઠાવાળાની દાદાગીરીના લીધે જ બાકીના વાહનચાલકો અહી ટ્રાફિકમાં રોજ બરેાજ કલાકો સુધી અટકાવાઈ પડતા હોવાની નોબત આવી જતી હોવાનુ સામે આવી રહ્યું છે. જાણકારો કહી રહ્યા છેકે, રોજ બેથી ત્રણ કલાક જેટલો મોટો ટ્રાફીક જામ આ જ અમુક મીઠ્ઠાવાળાના અગરોમાં જતા ડમ્પરોના લીધે જ સર્જાઈ રહ્યો છે, આ સ્થિતી રોજીંદી બની જવા પામી છે, આજે સવારે પણ આઠ વાગ્યાથી લાંબી લાંબી લાઈનો આ રોડ પર સર્જાઈ ગઈ છે પરંતુ ટ્રાફિકના નિકાલને માટે અહીકોઈ જ ફરકવા પણ પામતુ ન હોય તેવી સ્થિતી ટ્રાફિકમાં અટવાયેલા અન્ય વાહનચાલકોને વધારે અકળાવનારી બની રહી છે. કહી રહ્યા છે કે ઝોન ગોલાઈ અને કંડલામાં ટ્રાફિકના પોઈન્ટ પર ઉભા રહી અને મેમા ફટકારવાના નામે ઉઘરાણા કરવા માટે ઠેર ઠેર ટ્રાફીકવાળાઓ જોવા મળી આવતા હેાય છે પરંતુ અહી રોજ બરોજ સર્જાતી ટ્રાફીકની સમસ્યાને હળવી કરવી, વ્યવસ્થાઓ કરાવી કે ટ્રાફીક સંચાલન કરવા માટે કયાંય આવા પોલીસ વાળાઓ જોવા મળતા જ નથી. જયારે બધુ કલીયર થઈ જાય ત્યારે ટ્રાફિકવાળાઓ કે પોલીસ વાળાઓ સમ ખાવા પુરતા દર્શન દેતા હોય છે. અહી વધારાની વાત એ સામે આવી રહી છે કે આ રોડ પરથી રોજ બરોજ કસ્ટમના પણ ઉચ્ચ અધીકારીઓ ટ્રાફિકમાં અટકાવી જવાની સ્થિતીમાં આવી જતા હોવા ઉપરાંત પણ કોઈ ટ્રાફીક જામ બાબતે બોલતુ જ ન હોવાની સ્થિતી છેે. આવામાં જે મીઠાના અમુક બની બેઠેલાઓના અગરમાં વળતા ડમ્પરોની લાઈન હોય છે તો એ જ વાહનોવાળા જ ટ્રાફિકને સંચાલન કરવાના ડોળ કરતા હોય છે પરંતુ હકીકતમાં તો તેઓ અહી સૌથી પહેલા મીઠ્ઠાના વાહનોને જ જવા દે છે, અન્ય વાહનોને લાઈનમાં ઉભા રાખી દે છે, અને તેથી જ કઈક લોકો, મુસાફરો, અધિકારીઓ, કર્મચારીઓ કંડલા તરફ જતા વિના વાંકે કલાકોના ટ્રાફીક જામની સમસ્યાનો ભોગ બની રહ્યા હોવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે. હકીકતમાં આ બાબતે પૂર્વ કચ્છ પોલીસતંત્રએ વેળાસર વિચારવુ જોઈએ અને ખરેખર જો મીઠાના અમુક ડમ્પરવાળાઓની ઈશારાશાહી ભરી દાદાગીરી અહી વર્તાતી હોય અને કલાકોના ટ્રાફીક મહાજામના દ્રશ્ય રોજ બરોજ ઉભા થતા હોય તો ચોકકસથીઆ વિસ્તારમાં જિલ્લા ટ્રાફીકનું પેટ્રોલિંગ સવારના સમયે વધારવુ ઘટે, ટ્રાફીક કર્મચારીઓને પણ હાલમાં અહી સ્થિતીને નિયંત્રીત કરવાની વિશેષ જવાબદારી આપતા ઓર્ડરો પણ કરવા જોઈએ નહી તો મીઠાવાળા અમુક ડમ્પરવાળાઓની આ પ્રકારની દાદાગીરીથી અહી કાયદાને માટે ઘર્ષણ સર્જતી સ્થિતી પણ ઉભી થવા પામી જાય તો નવી નવાઈ નહી કહેવાય તેવુ ભોગગ્રસ્તો કચવાટ સાથે કહી રહ્યા છે. 


....................

જુઓ આ રહી અગરમાં ડમ્પરોની લાઈન જેના લીધે સર્જાય છે રોજ-બરોજ લાંબો ટ્રાફિક જામ..!


કંડલામાં અગરોમાથી નીકળતા ડમ્પરોના લીધે અહી ટ્રાફીક જામની સમસ્યા દૈનિક બની જવા પામી હોવાનુ સામે આવી રહ્યુ છે. ઉપરોકત તસવીરમાં આવા ડમ્પરોની લાંબી લાઈન જોઈ શકાય છે. 

 

Comments

COMMENT / REPLY FROM