ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા શરૂ : પ્રથમ દિવસે એકેય કોપી કેસ નહીં
ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. ૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષામાં ગઈકાલે પ્રથમ દિવસે જિલ્લાના મુખ્ય મથકે લેવાયેલ પરીક્ષામાં સવારના સેશનમાં ધો.૧૦માં પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીના વિષયમાં ૭૮૭ માંથી ૪૦૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં સવારના સેશનમાં આંકડાશાસ્ત્ર વિષયમાં ૩૩૭ માંથી ૨૬૪ વિદ્યાર્થીઓ તથા બપોરના સેશનમાં ભૂગોળ વિષયમાં ૧૦૪ માંથી ૩૪ અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૪૩૦ માંથી ૩૪૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ધો. ૧૦ની પરીક્ષા ૪ પરીક્ષા કેન્દ્રો પર લેવાઈ હતી જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહ બે અને વિજ્ઞાન પ્રવાહમાં ૩ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. પ્રથમ દિવસે પરીક્ષામાં એકપણ ગેરરીતિનો કેસ નોંધાયેલ નથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થઇ હતી તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારની યાદીમાં જણાવાયું હતું.
-----

Comments