Trending News
સ્થાનિક સમાચાર

સદ્દગુરૂ શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ‘વિશ્વ યોગ દિવસ’ લિક્ટનશ્ટાઇન દેશમાં ઊજવાયો

23 June


કચ્છ સમર્પણ આશ્રમના પ્રણેતા




પુનડી : ૨૧મી જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિમાલયીન ધ્યાનયોગ સંસ્કારના સ્થાપક સદ્દગુરૂ શિવકૃપાનંદ સ્વામીજીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે હિમાલયમાં ઘણાં વર્ષો સુધી ધ્યાનસાધના કરી છે અને છેલ્લાં ૩૧ વર્ષથી સતત તેઓ હિમાલયનું ગહન જ્ઞાન સમાજમાં વહેંચવાનું કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં પૂજ્ય સ્વામીજી જર્મનીની મુલાકાતે છે. આ વર્ષે સ્વિટ્‌ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલા લિક્ટનશ્ટાઇનમાં પૂજ્ય સ્વામીજીની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ યોગ દિવસ અંતર્ગત, વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન, સમર્પણ મેડિટેશન, ડ્યુશલેન્ડ સ્ટીફટંગ ગેન્ટેન ટ્રૂહાન્ડ એજી દ્વારા યોગ દિવસ નિમિત્તે લિક્ટનશ્ટાઇનમાં પૂજ્ય સ્વામીજીની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ મ્યાઉ હાયજીએ પૂજ્ય સ્વામીજીને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લોકોએ ભાગ લીધો હતો. પૂજ્ય સ્વામીજીએ તેમના પ્રવચનમાં યોગ, પરમાત્મા, ગુરુ, આત્મધર્મ, ધ્યાન જેવા વિષયો વિશે વિગતવાર માહિતી આપી. તેમણે ઉપસ્થિત લોકોના પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું અને અંતે તેમને ધ્યાનનો અનુભવ પણ કરાવ્યો હતો.
----

Comments

COMMENT / REPLY FROM