Trending News
સ્થાનિક સમાચાર

રાપર એસટી ડેપોમાં પોરાનાશક કામગીરી કરાઈ 

23 June




ભુજ : જિલ્લા મેલેરીયા અધિકારી ડો. કેશવકુમાર સિંગ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. મોતીલાલ રાય, અર્બન હેલ્થ ઓફિસર ડો. પાઉલ હેમ્બરોમના માર્ગદર્શનમાં રાપર એસટી ડેપોમાં તમામ સ્થળોની મુલાકાત લીધી હતી. ટાયરો તેમજ પાણી ભરાયેલ ખાડા ખાબોચિયામાં એન્ટી લારવલ કામગીરી કરવામાં આવી હતી. ડેપો મેનેજર કે.પી. જોશી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રામજીભાઈ પરમાર દ્વારા મુલાકાત કરી પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. તમામ પાત્રોમાં એબેટ તેમજ પાણી ભરેલ ખાડા ખાબોચિયામાં ઓઇલ છંટકાવ કરી અને પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. જૂન માસ મેલેરિયા વિરોધી માસ સંદર્ભે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું તેમજ મચ્છરજન્ય રોગચાળા વિષયે અને મચ્છરની ઉત્પતિ તેમજ અટકાયતી પગલાં વિષયે સમજાવ્યું હતું. 
સ્ટાફને મચ્છરજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો જેવા કે પાણીના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા, વરસાદી પાણી ભરાયેલા ટાયર તેમજ અન્ય ભંગારોનું નિકાલ કરવું, બળેલું ઓઈલ નાખવું, મચ્છરદાનીમાં સૂવું, ફુલ બાંયના કપડા પહેરવા, મચ્છર ભગાડવાના લિક્વિડ, અગરબતી નો ઉપયોગ કરવો વગેરે સમજાવ્યું હતું. કામગીરીમાં એસટી વર્કશોપનો સ્ટાફ તેમજ એમ.પી.એચ.ડબલ્યુ દિનેશભાઈ મકવાણા, નવીનભાઈ પરમાર તેમજ વેક્ટર કંટ્રોલ ટીમ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM