Trending News
સ્થાનિક સમાચાર

નેત્રમ કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં પૂર્વ કચ્છ પ્રથમ નંબરે

23 June




ચોરીના આરોપીઓ પકડવા સાથે સ્ટંટ કરતા નબીરાઓ પણ કેમેરાની ત્રીજી આંખમાં કેદ થયા : ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં ત્રીજી આંખ ભજવી રહી છે મહત્ત્વનો ભાગ 


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કંડલા પોર્ટ ઉપરાંત સેંકડો ઔદ્યોગિક એકમો આવેલા છે અને હજારો ટ્રાન્સપોર્ટ વાહનોની અવર-જવર હોવાથીગુનાઓનું પ્રમાણ વધારે છે. ખાસ કરીને અહીં વાહનોમાંથી માલ-સામાનની ચોરી ઉપરાંત અકસ્માતો સહિતના બનાવો વધતા રહે છે. તેમજ લૂંટ, ચોરીના બનાવો તો સામાન્ય છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટે નેત્રમના કેમેરા ઉપયોગી સાબિત થયા છે. 
વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીધામ શહેરમાં ૪ર લોકેશન પર ર૮પ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ આઠ લોકેશન ઉમેરી અંજાર, ભચાઉ અને રાપરમાં નવા ર૩૩ કેમેરા લગાવવાનું કામ પ્રગતિમાં છે. ગુનાખોરી અટકાવવા માટે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની પહેલથી સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવામાં આવ્યું છે. ખાસ સરકારની લોકભાગીદારી યોજનાથી મોટા ભાગના રહેણાક 
વિસ્તારો, બજાર સહિતના સ્થળોએ કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ મોટા ભાગના વેપારીઓએ પણ પોલીસની અપીલને માન આપી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. હાલમાં પૂર્વ કચ્છ ત્રીજી આંખની નજરમાં છે. સરકારી અને ખાનગી કેમેરાનું નેટવર્ક મજબૂત બનતા કોઈપણ ગુનો થાય આરોપી લાંબા દિવસો સુધી છુપાઈ શકતો નથી. જે કેમેરાની તાકાત દર્શાવે છે. પૂર્વ કચ્છ નેત્રમને ગુનાખોરી શોધનમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવવા બદલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ખાસ કરીને વાહન ચોરી ઉપરાંત માલ-સામાનની ચોરી, લૂંટ સહિતના બનાવો, ચેઈન અને મોબાઈલ સ્નેચિંગ, વાહનો પર સ્ટંટ કરવા સહિતના બનાવોમાં ભેદ ઉકેલવા માટે નેત્રમ કેમેરા ઉપયોગી રહ્યા છે. અકસ્માતના કિસ્સાઓમાં પણ આરોપી ચાલક સામે પહોંચવામાં સફળતા 
મળી છે. 

 

Comments

COMMENT / REPLY FROM