Trending News
સ્થાનિક સમાચાર

કેરામાં દારૂકાંડ : પુના-અનોપના અડ્ડા પર એસએમસી ત્રાટકયુ, - તો સ્થાનિક પોલીસ શું કરી રહી હતી? કેમ ન લેવાય કડક પગલા?

23 June

આઈજીશ્રીની સાયબર ક્રાઈમ ટીમ-એલસીબી-એસઓજીની ભુમિકા શંકાના દાયરામાં?





પૂર્વ કચ્છનો કુખ્યાત બુટલેગર પુનો અનેકવીધ કેસમા ચકચારી બની ગયો, તડીપારના પગલા પણ લેવાયા, પૂર્વ કચ્છમાં એસપી કડક હોવાથી ધંધાઓની છુટ આપતા જ ન હતા, પશ્ચીમ કચ્છમાં એસપી ઈન્ચાર્જ અને નવાસવા હતા તે સમયથી જ પુનાએ અનોપને પેટામાં કમીશન પર ધંધો આપી દઈ ગોઠવ્યુ હતુ નેટવર્ક..?


સ્ટેટ મોનીટરીંગ સેલ કેરાના અંતરીયાળ વિસ્તાર સુધી દારૂના જથ્થા સાથે પકડી પાડે છે, તો સ્થાનિક પોલીસ કેમ ઉંધતી રહી ગઈ? આંખ મિંચામણા કે અંધારામા? હદના પ્રશ્નો સર્જાય અને આખાય કચ્છમાં દારૂ સપ્લાય કરી શકાય તેવા ઠામની પસંદગીપુના-અનોપે કરી હતી, એ સમજી શકાય છે પરંતુ પશ્ચીમ કચ્છ એલસીબીની ટુકડી અને તેના બની બેઠેલાઓ કેમ અંધારામાં રહી ગયા? મોટો સવાલ : માનકુવા પોલીસ સ્ટેશની હદ આવતી હોય તો તેનો 
ડી-સ્ટાફ કયાં ઘોરી રહ્યો હતો? કેમ તેમને આ અડ્ડાની ગંધ શુદ્ધા પણ આવી : એસપીશ્રી લે ધાક બેસાડતા પગલા




ગાંધીધામ : કચ્છમાં એકતરફ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો હતો ત્યારે જ બીજીતરફ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કેરા જેવા ગામના વિસ્તારમાંથી કટીંગ થઈ રહેલા દારૂના તગડા જથથા પર ત્રાટકી હોવાના અહેવાલો સામે આવવા પામી ગયા હતા. જાણકારો અહી કહી રહ્યા છે કે, કચ્છનો કુખ્યાત બુટલેગર પુનો જ કેરાના આ એસએમસીવાળા દારૂકાંડના પ્રકરણની પછવાડે મુખ્ય સુત્રધારની ભુમિકામાં રહેલો હોવાનુ મનાય છે.
વાત સહેજ વિગતે કરીએ તો ગત રોજ અહીથી ૮૦૦ જેટલી પેટી દારૂનો જથ્થો સ્થળ પરથી વાહનો સાથે એસએમસીએ ત્રાટકીને ઝડપી પાડયો છે. પુનો ખુદ દારૂના ધંધામાં ચકચારી બની ચૂકયો છે. ર૯થી વધુ કેસો આ પુના પર અલગ અલગ પોલીસ મથકો પર નોધાયેલા છે અને આ શિરજોરની ધરપકડ સહિતના પગલા લેવાયા છે છતા પણ પોતાના મોટા મેાટા ફોલ્ડરીયાને ગોઠવી અને પુનો પોતે ચિત્રમાં કયાંય ન આવે તે રીતે ખાખીની સાથે ભાગબટાઈ કરી અને અનોપના જોરે દારૂનું ધુમ ડીલીંગ કચ્છમાથી કરતો ફરી રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જો એસએમસી આ કેસમાં ઉંડી ઉતરશે તો અનોપનું જ નામ તેમાં સામે આવવા પામશે એટલુ માત્ર જ નહી પણ અનોપની સાથે કયા કયા ભ્રષ્ટ ખાખીધારીઓ અને અન્ય બુટલેગરો કયા કયા પોઈન્ટ પર અને કયાં સધી દારૂના ડીલીંગ કરી રહ્યા છે, કોને સપ્લાય કરે છે, કયાંથી મંગાવે છે તેનુ એક મોટુ નેટવર્ક બહાર આવવા પામી જશે તેમ મનાય છે. 




....................

ખાખીનો નરેન્દ્ર મહેરબાન તો પુનો-અનોપ જેવા બુટલેગર છે પહેલવાન


મોકાની શાખામાથી દુર કરી દીધેલ મયુર હવે રીતસરના માથે રહીને કટીંગ કરાવી રહ્યો હોવાની છે ચર્ચા




ગાંધીધામ : પુના અને અનોપ જેવા બુટલેગરો પર ખાખીના ભ્રષ્ટ નરેન્દ્રની ભુમીકાઓ સામે સવાલો ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો કહે છે કે નરેન્દ્રના ભ્રષ્ટ હાથો આ તત્વો પર રહેલા છે અને લાંબા સમયથી નરેન્દ્ર પશ્ચીમ કચ્છમાં એક મુકીને બીજી અને બીજી મુકીને ત્રીજી મોક્કાની જગ્યઓ પર જ આવા ધંધાઓમાથી ભેગા કરેલા બેનામી રૂપીયોથી ગોઠવાઈ જતોરહે છે. બીજીતરફ એક વાત એવી પણ આવે છે કે મુખ્ય શાખાઓમાથી દુર હડસેલાયલો મયુર પણ હવે રીતસરનો માથે રહી અને કટીંગ કરાવતો હોવાનુ પણ ચર્ચાવા પામી રહ્યું છે.




.....................


પગલા લેવા હોય તો..... જ  આ વાંચજો..!


પુના - અનોપથી ભાગબટાઈ ધરાવતા ખાખીના
ભ્રષ્ટ તત્વો સહિતની સિન્ડીકેટના નામોની યાદી.!



• બુટલેગરો વતી તમામ પ્રકારના વહીવટની વ્યવસ્થાઓ સંભાળે છે નવગણ
• દારૂના ધંધાનો હિસાબ-કિતાબ રાખે છે અનીયો મામો
• પુનો ગુજરાતન દારૂના સૌથી મોટા સપ્લાય અનિલ પંડયા-પવનસિંહથી મંગાવે છે દારૂ-
   આ બન્ને પર લાગેલ છે ગુજસીટોકની કલમ
• છેલ્લા બે વર્ષથી પુનાએ પોતાના ધંધાનો બધો જ માંચડો-અડ્ડાઓ કેરા પટ્ટામાં કર્યા છે સેટ
• પુનો-અનોપ રોજની ર૦૦૦ પેટીઓનું કરે છે કટીંગ
• પશ્ચીમ કચ્છમાં ખાખીનો ભ્રષ્ટ વિજય કોણ છે? 

જે પુના-અનોપ તથા સબંધીત મથકનો સંભાળે છે બેનામીધંધાનો વહીવટ



ગાંધીધામ : પુનો કેવી રીતે તેના દારૂના નેટવર્કની માયાજાળ ફેલાવી બેઠો છે તેની પણ અહી વાત રજુ કરવામા આવી રહી છે. એસએસમીએ જે કેરામાં દારૂ પર તવાઈ બોલાવી છે તેમાં જો ખરેખર પગલા લેવાની ઈચ્છા જ હોય તો આ યાદીને ધ્યાને લેવી જોઈએ. જાણકારો કહી રહ્યા છે કે, પુના અને અનોપની સાથે એક મોટુ નેટવર્ક જ ચાલી રહ્યુ હોવાનુ ચર્ચાય છે. જેમાં વહીવટની વ્યવસ્થા નવગણ, હિસાબ કિતાબ અનીયો મામો, દારૂ જેનાથી મંગાવે છે તેમા અનીલ અને પવન, તથા પુના-અનોપનો વહીવટ ખાખીનો ભ્રષ્ટ વીજય સંભાળતો હોવાનુ પણ મનાય છે. જે ખુદ એસએમસીમાં સેવા બજાવી ચૂકયો હોવાનુ ચર્ચાય છે. જો આ યાદીવાળાઓને ઉઠાવામાં આવશે તો કચ્છમાં ફેલાયેલા દારૂના વિશાળ નેટવર્કનો ખુલાસો થવા પામી શકે તેમ છે. 



.....................

અનોપ પર કયા ઝભ્ભાલેંગાવાળા- પોલીસના છે
૪ હાથ : ખાખીની ભાગબટાઈ જ હોવાની છે ચર્ચા..!


ગાંધીધામ : કેરા જેવા વિસ્તારના વેરાન પટ્ટામાં કરોડોન દારૂઓ ઉતારી કટીગ કરવાનો અડ્ડો પુનાના ઈશારે જો અનોપ ધરાવી જ રહ્યો હોય તો અહી સવાલ થવા પામી રહ્યા છે કે આટઆટલો મોટો દારૂ આ વિસ્તારમાં ઠલવાઈ જતો હોય તો ચોકકસથી તેને ખાખી અને ખાદીની છત્રછાયાઓ રહેલી હોવી જ ઘટે. જાણકારો કહી રહ્યા છે કે, અનોપ પર કયા ઝભ્ભાલેંગાવાળાના અને પોલીસના ભ્રષ્ટ તત્વોવાના ચાર હાથ હતા? તેની પણ સચોટ તપાસ કરવી જ ઘટે. તેના વગર આટલો મોટો દારૂ ઠલવાઈ શકે નહી.? એમ પણ કહેવાય છે કે, અમુક ભ્રષ્ટ ખાખીધારીઓની તો અહી ભાગબટાઈ જરહેલી છે.



.....................


પુનાનો માલ કેરા-બળદીયા-ગજોડ પટ્ટામાં ઠલવાયા છે :
ગાડી પર ર૦ ટકા કમિશને અનોપ સંભાળે છે કટિંગ




રોજની ૧ ગાડી ઠલવાય છે, મહીને ૩૦ મોટી આઈસર ગાડી માલ ઉતારે છે, તેમાં એકાદ-બે ગાડી પકડાય તો પાસેરામાં પુણી સમાન જ કહેવાય..! : આ અનોપ ગજોડ પટ્ટાની હોટલમાં આઈસર ગાડીમાં આવતા માલને નાના નાના વાહનોમા  પ૦-પ૦ પેટીઓં ઠાલવી કટીંગ કરતો હોવાની છે ચર્ચા




ગાંધીધામ : પુનાનુ નામ બધે જ દારૂના ધંધામાં ખુબ જ ખુલ્લીને બહાર આવી ગયુ હેાવાથી તેણે ગાડીઓ મંગાવવાની જવાબદારીઓ લીધી હતી અને ગાડી પર ર૦ ટકા કમિશન પેટે દારૂનો વેપલો અનોપને આપી દીધો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, કેરા-બળદીયા અને ગજોડ સીમમાં પુનાની રોજની એક ગાડી ઠલવાતી હતી અને તેનું કટીંગ અનોપ કરતો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આઈસર ગાડીમાં ગજોડ સીમમાં અનોપની આવેલી એક હેાટલમાં માલ પહોચે અને ત્યાથી તે નાના વાહનોમાં કટીંગ કરીને જે રીતે ડીમાન્ડ આવે તે રીતે સામેથી જ માલ પહોચાડી રહ્યો છે. રોજની એક તો મહીનાની ૩૦ ગાડી માલ ઉતારે છે તેમાં એકાદ-બે ગાડી કદાચ પકડાય તો શું મોટી વાત કહેવાય..! કેટલી માત્રામાં પુનાનો દારૂ અહી ઠલવાઈ રહ્યો છે? તેનો પણ ચિત્તાર આ તબક્કે સામે આવવા પામી જાય છે.



.........................


એસએમસી તપાસ પોતા પાસે જ રાખે :
નહી તો કુલડીમાં ભંગાઈ જશે ગોળ..!



ગાંધીધામ : ભુજ તાલુકાના છેવાડાના કેરા વિસ્તામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકયુ છે ત્યારે જાણકારો કહી રહયા છે કે, આ કેસની તપાસ એસએમસી પોતા હસ્તક જ રાખે તે જરૂરી છે. તો સ્થાનિકમાં કોઈને તપાસ સોપી દેવામાં આવશે તો ચોકકસથી કુલડીમાં ગોળ ભંગાઈ જશે અને સાચુ ચીત્ર બહાર આવશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ ઉભા થવા પામી જશે. 


...................

ડીસે.ર૦ર૪ના કચ્છઉદયના અહેવાલને ફરી સમર્થન


પુનો અનોપને કમીશન પર દારૂના ધંધાઓ સોપી ચુકયો છે, ખાખીના ભ્રષ્ટ તત્વો સાથે છે, આ પ્રકારનો સચોટ અહેવાલ તા.૨૧-૧૨-૨૦૨૪ના ઉજાગર થયો હતો જેને એસએમસીએ ત્રાટકીને ફરી સમર્થન આપ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM