જી આર ઈન્ફ્રા. કંપનીએ ફરી પોત પ્રકાશ્યું : ૧ કરોડની ખનીજચોરી ઝડપાઈ : કેયુર પંડયાની ટીમનો સપાટો
ભુજ-ભીમાસર સિકસલેન રોડ કામ કરનારી ઠેકેદાર કંપની જી આર ઈન્ફ્રા.તંત્ર-સરકારીવિભાગોને ગાંઠતી જ નથી, વધુ એક વખત ખનીજચોરી કરતા ઝડપાઈ : પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગે ભુજ પાસે મંજુરીથી વધુ ખનીજ ખનન કરવા બદલ ૧ કરોડકની ફટકારી નોટીસ
સ્થળ તપાસ કરાઈ હતી, ઉત્ખનન મંજુરી કરતા વધુ થયુ છે, નોટીસનો જવાબ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે : કેયુર પંડયા (સિનિયર ભુસ્તરશાસ્ત્રી, પશ્ચિમ કચ્છ ખાણખનિજ)
ગાંધીધામ : ભુજ-ભીમાસર સિકસલેન રોડનું નિર્માણ કરનાર ઠેકેદાર કંપની જી આર ઈન્ફ્રા. સરકારી નીતીનિયમોને સતત નેવે મુકી રહી હોય તેમ વિવિધ મામલે શરૂઆતથી જ વિવાદમાં રહેતી આવી છે. દરમ્યાન જ ખનીજચોરીને લઈને પણ આ કંપની ઉપરાછાપરી ખુલ્લેઆમ ખનીજચોરીન ેઅંજામ આપતી ફરી રહી હોવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે. નેશનલ હાઈવે બનાવવાના નામે આ કંપની દ્વારા કરોડોની ખનીજચોરીને અંજામ આપવામાં આવતી રહી છે. આ કંપનીને વધુ એક વખત એક કરોડની ખનીજચોરીના દંડની નોટીસ તંત્ર દ્વારા ફટકારવામાં આવી છે. પશ્ચીમ કચ્છ ખાણખખનિજ વિભાગ દ્વારા આ નોટીસ ફટકારવાની કાર્યવાહી કરવામા આવી છીે. કચ્છમાં છેલ્લો બે વર્ષથી જી આર ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની ભુજથી ભીમાસર નેશનલ હાઈવેનુ કામ કરી રહી છે. આ પહેલા પણ કંપની દ્વારા કરોડોની રેતીચોરી કરવામા આવી હોવાની ઘટના સપાટી પર આવી હતી તે વખતે પુર્વ્ કચ્છ ખાણ ખનિજ વિભાગ દ્વારા નોટીસ ફટકારવામા આવી હતી અને રીકવરી પણ કરવામા આવી હતી. જો કે તે વખતે પણ ખનીજચોરી ખુબજ મોટા પ્રમાણમાં હતી પણ દંડ નામ પુરતો જ વસુલાયો હોવાની વાત ચર્ચાઈ હતી.બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના ઈન્ચાર્જ સિનિયર ભુસ્તરશાસ્ત્રી કેયુર પંડયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, જી આર ઈન્ફ્રા. કંપની મંજુરીથી વધુ પ્રમાણમાં ખનીજ ઉત્ખનન કરતી હોવાની વિગતો મળતા તપાસ કરાઈ હતી અને તે બાદ જ નોટીસ આપવામાં આવી છે. નોટીસનો જવાબ આવેથી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે. ત્યારે હવે જોવાનુ રહ્યુ છે કે આ વખતે આ કંપનીને તગડો અને ધાક બેસાડતો આર્થિક દંડ ફટકારવામા આવે છે કે પછી નામપુરતી જ કાર્યવાહી થાય છે?
......................
ભુજ સીમમાં આ રીતે આદરી ખનીજચોરી..!
ગાંધીધામ : ભુજ-ભીમાસર નેશનલ હાઈવેના પ્રોજેકટમા ૧ હજાર કરોડથી વધુની રકમ ફાળવવામા આવી છે. છતા રસ્તો બનાવવા માટે ચોરાઉ રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે તેવુ ખતનીજ વિભાગની વખતોવખતકકની કાર્યવાહીથી સ્પષ્ટ થઈ રહ્યુ છે.ક શહેરની ભાગોળે એરપોર્ટ રોડ વિસ્તારમાં સર્વે ન.બર ૮૭૦ પૈકીની જમીનમા ગેરકાયદેર ખોદકામ થતુ હોવાની ફરીયાદ મળી હતી. જેના આધારે તપાસ કરવામા આવી જેમાં સામે આવ્યુ છે કેક નેશનલ હાઈવેનો કોન્ટ્રાકટને માટી ખોદકામ માટે પરમીટ વિસ્તાર તરીકે આ જમીન ફાળવવામા આવી હતી. પરંતુ અહી મંજુરક પરમીટ કરતા વધારે જથ્થાનુ ખોદકામ કરવામાં આવ્યુ હતુ. ૧ લાખ મેટ્રીક ટન માટીની મંજુરી હતી પરંતુ અહી વધારે માટી ઉસેડવામાં આવી હતી. જેથી તપાસ કરવામા આવી અને તેના આધારે કાર્યવાહી કરવામા આવી હતી.
....................
માંડવીમાં બોકસાઈટ ચોરોનો આતંક : મંજુરી વિના બિનધાસ્ત ખનન ઝડપાયું
પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગની કાર્યવાહી : ૧ ડમ્પર અને હિટાચી મશીન કબ્જે : વધુ ખુલાસાઓ થવાની વકી
ખાટલે મોટી ખોટ : બોકસાઈટની મંજુરી જીએમડીસી ઉપરાંત કોઈને અપાયેલી જ નથી, અથવા તો મંજુરી મેળવવા કઈક કોઠાઓ ભેદવા પડે છે, નાગ્રેચામાં બોકસાઈટ ચોરીના મુખ્ય સુત્રધારો કોણ?
ગાંધીધામ : કચ્છમાં અલભ્ય ખનીજ સંપદા ધરબાયેલી છે ત્યારે સરકારને થવા પાત્ર આવકના બદલે ખનીજચોરો તેના પર મોટાપાયે ચોરી બિનધાસ્ત કરતા ફરી રહ્યા છે. દરમ્યાન જ પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા માંડવી તાલુકામાં બાતમીના આધારે કાર્યવાહી કરીા અને બોકસાઈટ ચોરીનો પર્દાફાશ કરી દીધો છે. બાોસાઈટ ચોરો માંડવીમાં બેરોકટોક ચોરીને ધમધમાવી રહ્યા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે.
માંડવી તાલુકાના નાગેચ્રામા ફરીયાદના આધારે તપાસ કરતાબોકસાઈટ ચોરી પકડાઈ હતી. સ્થળ પરથી લોડર અને ડમ્પર કબ્જે કરવામા આવ્યા છે. ભુજ ખાણ ખનિજ વિભાગકના ઈન્ચાર્ઝ ખાણ ખનિજ વિભાગ અધિકારી કેયુર પંડયાની ટીમ દ્વારા આ પ્રકારની બાતમીના આધારે કાર્યવાહી કરી છે. નાગ્રેચા ગામે દરોડા પાડવામા આવ્યા છે. જયા ખોદકામ ચાલુ ાાહતુ. સ્થળ પરથી મશીન અને ડમ્પર કમળી આવ્યા હતા. ચાલકો પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા.ખનિજ ટીમ દ્વારા માપણી સીટ તૈયાર કરવાની તથા સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે. આ કાર્યવાહીને કેયુર પંડયાએ સમર્થન આપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જણાવ્યુ હતુ. નોધનીય છે કે, કચ્છમાં બોકસાઈટની મંજુરી જીએમડીસી પાસે જ રહેલી છેક અનેક સરકારે લીઝ ઓપન તો કરી છે પણ તેની મંજુરી જીએમેડીસી પાસે જ રહેલી છે. ત્યારે અહી બોકસાઈટ ચોરીના આ પર્દાફાશની ઉંડાણપૂર્વક તપાસ કરવામા આવશે તો ઘણુ બધુ બહાર આવવા પામી જશે.

Comments