Trending News
સ્થાનિક સમાચાર

પાલારા ખાસ જેલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

21 June


પુરૂષ તથા મહિલા બંદીવાનો યોગાભ્યાસમાં જોડાઇને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા

ભુજ : પાલારા ખાસ જેલ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પુરૂષ તથા મહિલા કેદીઓએ યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. 
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લીવીંગ ભુજના પંકજભાઇ જોષી, હિમાંશુભાઇ પટેલ, કિર્તીભાઇ પાઠક, દિનેશભાઇ ઉપાધ્યાયે યોગાસન તથા પ્રાણાયામ કરાવ્યા હતા. યોગ ઈન્સ્ટ્રકરો દ્વારા સર્વેને વિવિધ યોગા અભ્યાસ કરાવવામાં આવ્યા હતા. મહિલા વિભાગમાં પણ આર્ટ ઓફ લીવીંગ, ભુજના  ગાયત્રીબેન દ્વારા મહિલા કેદી / આરોપીઓને તેમજ મહિલા કર્મચારીઓને યોગાસનનો અભ્યાસ  કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ બંદીવાનો અને જેલ અધિકારી / કર્મચારીઓએ દૈનિક જીવનમાં યોગને અપનાવવાનો સંકલ્પ લીધો હતો. 
આ કાર્યક્રમમાં જેલના અધિક્ષક બી.બી. પરમાર, જેલર બી.કે. જાખલ,ઇ.ચા. જેલર એસ.એમ. બારીઆ, જનરલ સુબેદાર સી.પી.સોઢા, જેલ સ્ટાફ, એસઆરપીના સ્ટાફ જવાનો, એડવોકેટ આર.કે. સમેજા, એ.ડી. ગરવા સહિતના જોડાયા હતા. 
------ 

Comments

COMMENT / REPLY FROM