કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા
૨૩ જુનના વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાશે
ભુજ : કચ્છના ઊંટ ઉછેરક માલધારીઓના સમર્થન અને ઊંટના રક્ષણ માટે પ્રતિ વર્ષ ઉજવાતા વિશ્વ ઊંટ દિવસ નિમિતે ૨૩મી જૂન ૨૦૨૫, સોમવારના આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન કચ્છના કોટડા ચકાર નજીક આવેલા સરણવાડી ભેળમાતા ખાતે કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ઊંટ ઉછેરકો સૌ સાથે મળીને તેમની સાથે તેમની સંસ્કૃતિ, પરંપરા અને વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરશે.
કાર્યક્રમના મુખ્ય ઉદેશ્ય ઊંટના જીવન, તેમની પરંપરાગત અને આર્થિક મહત્તા, તેમજ માલધારી જીવનશૈલીમાં ઊંટનું સ્થાન રેખાંકિત કરવાનું છે. ઉપરાંત, સંગઠનની વાર્ષિક સાધારણ સભામાં છેલ્લા વર્ષ દરમ્યાનના કાર્યોની સમીક્ષા, ભાવિ યોજનાઓ અને ઊંટ ઉછેરકોએ દરરોજના જીવનમાં પળી રહેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, નિષ્ણાતો, સંસ્થાઓ અને સ્થાનિક માલધારીઓ ઊંટ સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાના અભિપ્રાય અને યથાયોગ્ય માર્ગદર્શન આપશે. તેમજ આ કાર્યક્રમમાં સૌ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના સભ્યો તેમજ માલધારી પરિવારો, સંશોધક મિત્રો અને જન સામાન્યને હાજર રહેવા માટે સ્નેહભર્યું આમત્રણ આપવામાં આવે છે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના ઇન્ચાર્જ તેમજ સહજીવન સંસ્થાના કેમલ પ્રોગ્રામ કોર્ડીનેટર મહેશભાઈ ગરવાએ જણાવ્યું હતું.
------

Comments