એલએલડીસી ક્રાફટ મ્યુઝિયમ ખાતે ૧૧મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ભુજ : ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની માફક આ વર્ષે પણ એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એલએલડીસી, શ્રુજન તેમજ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફ મિત્રોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લાના ઝોનલ કોઓર્ડીનેટર વિજયભાઇ શેઠના માર્ગદર્શન હેઠળ યોગ પ્રશિક્ષકો તેજલબેન ત્રિપાઠી, દિસલભાઈ ડાભી અને વર્ષાબેન ત્રિપાઠી દ્વારા વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલને અનુરૂપ યોગ - પ્રાણાયામ અને વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -૨૦રપની થીમ એક પૃથ્વી અને એક સ્વાસ્થ્ય માટે યોગને અનુરૂપ આવશ્યક માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રોગ અનુસાર યોગ વિશે યોગ નિર્દશન તેમજ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાથે યોગ આપણાં જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તે પણ સમજાવવામાં આવ્યું હતું.
ગુજરાત યોગ બોર્ડ તરફથી આવેલા યોગ પ્રશિક્ષકોનું સન્માન શ્રુજન સંસ્થાના કોમલબેન વાગડિયા, એગ્રોસેલના પ્રિતેશભાઈ સોલંકી, એલએલડીસીના એચ.આર. હેડ ભૌતિકભાઈ વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. એલએલડીસીના પી.આર. ઇવેંટ્સઆઈ.ટી. અને ગેલેરીના હેડ મહેશભાઇ ગોસ્વામી દ્વારા આજના દિવસને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સંચાલન પી.આર. અને ઇવેંટ્સ વિભાગના નિશાબેન ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
------

Comments