ભદ્રેશ્વરમાં રેતીચોરોનો આતંક : ખનીજતંત્રના કર્મીનો પ્રતિકાર કરનારને બરાબરનો શબક શીખવાડો : પોલીસતંત્ર કેમ ચુપ?
ખનીજચોરોને માફીયા ન બનવા દયો, નહી તો કચેરીમાં આવીને હુમલો કરશે?
ભદ્રેશ્વરની નદીમાં રેતી ચોરી કરતા શખ્સોએ ખનીજ ખાતાની ટીમ સાથે ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના લાલબત્તીરૂપ : પૂર્વ કચ્છના કડક અને તટસ્થ ખાણખનિજ અધિકારી શ્રી એન.એ. પટેલ ભદ્રેશ્વરની રેતીચોરીવાળી ઘટનાના માથાકુટ પ્રકરણમાં કરાવે કડક તપાસ : પોલીસ તંત્ર પણ કુલડીમાં ગોળ ભાંગવાના બદલે ખનીજમાફીયા બનવા મથતા તત્વોને નથ પહેરાવે : ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે જ નદીપટ્ટામાં ખનીજચોરી અને તેમાં સરકારી બાબુઓ સામે દાદાગીરી કરવાની પોલીસ ચોપડે ફરીયાદ ઘણું સુચવી જાય છે? તંત્ર ગાફેલ ન રહે..!
આ ખનીજમાફીયાઓની હિમંત તો જુઓ..! ખનીજ ખાતાની ગાડીઓ જોઈ વાહનો લઇ ચાલકો ભાગી ગયા, જેસીબી કીચડમાં ફસાઈ જતા દાદાગીરી કરી છોડાવી લેવાયું : ખનીજના ચીભડ ચોરો કોના જોરે ગયા છે આટલા ફાટીને ફુલેકે? રાજકીય દોરીસંચાર તો નથી ને? ખનીજચોરી અને તેમાં પણ સરકારી અધિકારી-કર્મીઓની સામે દાદાગીરી કરે એવી તાકાતવાળા તો ખનીજના ચીભડતત્વો હોતા નથી? ચોકકસથી કોઈને કોઈ ઝભ્ભાલેંગાવાળાનો હોવી જોઈએ છત્રછાયા?
ખાણખનીજને આજે પડકારી રહ્યા છે માફીયાઓ કાલે પોલીસને શું ગુલાબનું ફુલ આપી તેમનુ માન-સન્માન કરશે? આ બેદરકારી પોલીસ ન કરે, આ માફીયાઓ પોલીસ સ્ટેશનમાં અપમાન કરવા ટુંક સમયમં જ પહોચશે
ગાંધીધામ : કચ્છના પેટાળમાં અલભ્ય ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો પડયો છે. પરંતુ આ ખજાનામાંથી સરકારની તિજોરીમાં જે નાણા રોયલ્ટીની રકમ પેટે આવવા જોઈએ તેના બદલે અમુક ખનીજચોરો આ ખજાના પર જાણે કે રીતસરની લુંટ જ ચલાવતા ફરતા હોય તેવી રીતે ઠેર ઠેર આતંક મચાવી રહયા છે. અહી ચિંતાજનક અને ચોકાવનારી વાત તો એ જ બની જવા પામી ગઈ છે કે, હવે આ ખનીજચોરો ફાટીને એટલા ધુમાડે ગયા છે કે, ખનીજખાતાના અધિકારી અને કર્મચારીઓનો પણ પ્રતિકાર કરતા પણ વાર નથી કરતા? છાશવારે આવી ઘટનાઓ બનવા પામી રહી છે. મુંદરા તાલુકાના ભદ્રેશ્વર વીસ્તારમાં પણ તાજેતરમાં જ આવી એક ઘટના સરકારી ચોપડે ચડવા પામી ગઈ છે.
પહેલા બનેલી ઘટનાની ટુંકમાં વાત કરીએ તો મુંદરા તાલુકાના ભદ્રેશ્વરની નદીના પટમાંથી ગેરકાયદે રેતી ચોરી કરી ડમ્પરોમાં પરિવહન કરતા ચાર શખ્સોએ
પૂર્વ કચ્છ ખાણ ખનિજ ખાતાની ટીમ જોડે માથાકૂટ કરી જેસીબીને ભગાડી દીધું હતું જેમાં મુન્દ્રા મરીન પોલીસમા ફરિયાદ નોંધાઇ છે.
પૂર્વ કચ્છ ખાણ ખનિજ કચેરીમાં નોકરી કરતા રોયલ્ટી ઈન્સ્પેક્ટર હાર્દિક દિલીપભાઈ પટેલ બુધવારે સાંજે સરકારી
જીપમાં સહકર્મચારીઓ સાથે તપાસ માટે નીકળ્યાં ત્યારે ભદ્રેશ્વર નદીના પુલ પર એક જેસીબી અને સાદી રેતી ભરેલું ડમ્પર જોવા મળતા ટીમ ચેકિંગ કરવા નદીના પટમાં ગઇ હતી ત્યારે ત્યાં પણ એક જેસીબી અને એક ડમ્પર જોવા મળ્યું હતું.સરકારી જીપ જોઈને ત્યાં હાજર લોકો ભાગી ગયા અને ડમ્પર ચાલક પણ ગાડી ખાલી કરી નાસી ગયો હતો. આ વચ્ચે જેસીબી રેતીમાં ફસાઈ જતા તેમાં સવાર ડ્રાઈવર અને અન્ય એક શખ્સ જેસીબીને ત્યાં મૂકીને પલાયન થયા હતા. જે બાદ ખનિજ ખાતાના કર્મચારીઓ સ્થળ પર તપાસ કરતા હતા ત્યાં સહદેવ નામનો શખ્સ આવ્યો અને અમે પંચાયતનું કામ કરીએ છીએ કહીને ગાળાગાળી કરી ફોન કરીને મળતિયાઓને બોલાવી દાદાગીરી કરીને જેસીબી ભગાડી દીધું હતું. બનાવ અંગે રોયલ્ટી ઇન્સ્પેક્ટર હાર્દિક પટેલે સહદેવ અને તેના ત્રણ અજાણ્યા મળતિયા સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી રહી છે. અહી સવાલ એ થાય છે કે, જો સ્થળ પર જે શખ્સોએ માથાકુટ કરી છે તેઓ પંચાયતનું ધોરણસરનું અને નીતી નિયમો સાથેનુ કામ કરતા હતા તો પછી સરકારી ગાડીઓ આવતી જોઈએ ભાગવાની કેમ જરૂર પડી? આળતીયા મળતીયાઓને બોલાવીને દાદાગીરી તથા રૌફ કેમ દેખાડવો પડયો? જેસીબી જે ફસાઈ ગયુ હતુ તેને કેમ સરકારી અધિકારીઓ તપાસ હેઠળ લે તે પહેલા જ રવાના કરી દેવામા આવ્યુ હતુ? જો નીતીનિયમ અનુસારનું જ કામ કરી રહ્યા હતા તો તંત્ર અને સરકારી બાબુઓએ જે કંઈ આધારો માંગ્યા હોય તેમાં તપાસમાં સહકાર આપવાના બદલે દાદાગીરી કરવાની કયા જરૂર પડી ગઈ? જાણકારો કહી રહ્યા છે કે, ખાણવિભાગના જવાબદાર સરકારી બાબુઓની ફરજમાં રૂકાવટ કરે, માથાકુટ પણ કરે અને તંત્રને સહકાર આપવાના બદલે વાહનો પણ છોડાવીને રવાના કરાવી દે, આવા તત્વોને તો કાયદાના કડકમાં કડક શબક શિખવાડવા જ જોઈએ. બીજીતરફ જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, ભદ્રેશ્વરના નદી પટ્ટમાં મોટાપાયે રેતીચોરી કરનારાઓનું નેટવર્ક ફાટી નીકળ્યુ છે, આ માટે
પણ પોલીસ અને ખાણખનિજ વિભાગે સ્
ાંયુકત રીતે તકેદારી રાખવાની જરૂર છે. ઉપરાંત સરકારી અધિકારીઓ સામે શિરજોરી કરવામા આવતી હોય તો અહી એ પણ તપાસ થવી જોઈએ કે, આવા ચીભડ ખનીજચોરોની પાછળ કોઈ રાજકીય દોરીસંચાર તો નથી રહ્યો ને? ઝભ્ભા લેંગાવાળાઓ આ પ્રકારના બેનામી ધંધાઓમાં શેહ નથી આપી રહ્યા ને? પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રી આ અંગે ઘનિષ્ઠ તપાસ કરાવે તે જરૂરી બની રહ્યું છે.

Comments