Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં જયનગર પાસે સ્કોર્પિયોના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવાનનું મોત

21 June



રાજપર બિલેશ્વર મહાદેવ મંદિરના મહંતના પુત્રનું નિધન થતા શોક ફેલાયો : અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 


ગઢશીશા : ભુજમાં ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં સ્કોર્પિયોએ એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જયનગર પાસે હોટલ રિજન્ટાની સામે સ્કોર્પિયો ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે યુવાનનું મોત થયું હતું. 
આ બાબતે જી.કે. જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ હતભાગી મહાવીનગરમાં રહેતા ૩પ વર્ષિય મનોજગિરિ ચમનગર ગુંસાઈ ગઈકાલે રાત્રે પોતાની એક્ટિવા નં.જીજે૧ર - એચસી - ૯૦૭પ લઈને જતા હતા ત્યારે અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાથી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી છે. હતભાગી રાજપર બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત ચમનગર ગોસ્વામીના પુત્ર થાય છે. માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધનથી ગામમાં શોક ફેલાઈ ગયો હતો. આજે ભેરૈયા ખાતે આવેલા નિવાસસ્થાનેથી સદ્દગતની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ભુજ ઉપરાંત ભેરૈયા, રાજપર, ગઢશીશા, રામપર, વેકરા, દરશડી, મોમાયમોરા, લુડવા સહિતના ગામોમાંથી સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો, પરિવારજનો અને દશનામ ગોસ્વામીના સમાજના આગેવાનો જોડાયા હતા. હતભાગી ભુજ તેમજ ગઢશીશા વિસ્તારમાં બહોળો મિત્ર વર્તુળ ધરાવતા હતા. તાજેતરમાં બિલેશ્વર મહાદેવ ખાતે યોજોલી શિવપુરાણ કથામાં મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. તેઓનો માયાળું અને સરળ સ્વભાવ હંમેશા સૌને 
યાદ રહેશે.

Comments

COMMENT / REPLY FROM