કંડલામાં કસ્ટમની લાલઆંખ : ગાંધીધામના કુખ્યાત સીએચએના ડીઝલ દાણચોરીના કારનામા પર તવાઈ : કન્ટેનરો અટકયા...?
ગાંધીધામના ત્રણ સીએચએના સેંકડો ટન કેમીકલમાં ગાલમેલની આશંકા : પાછલા અઠવાડીયાથી કન્સાઈનમેન્ટ પર રૂકજાવનો આદેશ : પ્યોર ડીઝલ હોવાની આશંકાએ કસ્ટમ વિભાગે આદરી છાનબીન : સેમ્પલીંગ સહિતની હાથ ધરાઈ પ્રક્રીયા : ડીઝલ દાણચોર લોબીમાં ફફડાટ
ખાટલે મોટી ખોટ : કસ્ટમ વિભાગે સરકારના હિતમાં કામગીરી કરી છે કે પછી મોટા ગજાના દાણચોરો પાસેથી સ્પીડમનીનો ગ્રાફ વધારવા મોઢુેં જ દેખાડવાની કરી છે કાર્યવાહી? ગણ્યાગાણયા અને છાપેલા કાંટલા જેવા અમુક સીએચએ એમએચઓના નામે પ્યોર ડિજલ લાવવામાં વિવિધ એજન્સીઓના હથ્થે ચડતા જ રહેતા હોવાની છે ચર્ચા : આ વખતે કાર્યવાહી કરવમાં આવશે કે ભાવબાંધણાની રકમમાં થશે વધારો?
ગાંધીધામ : ભારતના દરીયાઈ વેપાર વાણિજયને પ્રોત્સાહન આપી અને વિદેશી હુંડીયામણ વધુને વધુ દેશમાં તાણી લાવી અને વીકાસને વેગવાન બનાવવા એક તરફ સરકાર મથી રહી છે ત્યારે બીજીતરફ આ જ સરકાર દ્વારા દરીયાઈ વેપાર પર વોચ રાખવા માટે નીમાયેલા કસ્ટમ વિભાગના કેટલાક ભ્રષ્ટ બાબુઓ દ્વારા અમુક ભેજાબાજો સાથે ઉપરથી લઈ અને નીચે સુધી સેટીંગ કરી લઈ અને જે રીતે ડયુટીચોરીના ધંધા થાય છે, તેના ઘટનાક્રમો કચ્છમાં પણ બનતા જ રહેતા હોય છે.
દરમ્યાન જ કંડલા બંદર પર કસ્ટમ વિભાગ દ્વારા પાછલા પાંચ-સાત દીવસથી એક મોટા કન્સાઈનમેન્ટને અટકાવી અને તેની ઉંડી છાનબીન હાથ ધરી હોવાની ચર્ચા સપાટી પર આવવા પામી રહી છે. કહેવાય છે કે, ગાંધીધામના એમએચઓના નામે ડીઝલની દાણચોરી કરવામાં પાવરઘા રહેલા થતા સમયાંતરે ચકચારમાં જ આવતા રહેતા બની બેઠલા સીએચએની પાર્ટીના કન્ટેઈનરો અટકી જવા પામ્યા છે. તેમાં એમએચઓ ડીકલેર કરી અને ડીઝલ જ મંગાવાવમાં આવ્યુ હોવાની આશકા સાથે આ કન્ટેઈનરો અટકાવાયા છે. ત્રણ જેટલા સીએચએ છે જેમાંથી એકનું કામ જેન્યુએન છે, એટલે કે બેઝઓઈલ જ તેમાં આવ્યુ છે અને તે ડીકલેર કરેલુ છે, બાકીના બે સીએચએ જેઓ એમએચઓના નામે ડીજલની જ દાણચોરી કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે તેના કન્ટેઈનરો હોવાનુ મનાય છે. કસ્ટમ વીભાગે લેબમા આ માટે સેમ્પલો મોકલી આપ્યા છે અને તપાસ હાથ ધરી છે. આ પ્રકારની કસ્ટમની લાલઆંખ ભરી કાર્યવાહીના ભગલે ડીઝલ દાણચોરી કરનારી આ લોબીમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
જાણકારો દ્વારા અહી સવાલ કરવામા આવી રહ્યો છે કે, જે કાર્યવાહી કરાઈ છે તે સરકાર હિતમાં થઈ છે કે પછી કસ્ટમના અધિકારીઓએ મોઢું દેખાડવા માટે આ કન્ટેઈનરો અટકાવ્યા છે? કંડલા કસ્ટમ લેબમાં જો સેમ્પલો મોકલવામા આવ્યા હશે તો તેમાં તો સેટીગ ગમે ત્યારે થવા પામી જશે? તેવુ મનાઈ ર્હયુ છે? હવે આ કન્ટેઈનરોને કલીનચીટ અપાય તો સેટીંગ થયુ સમજી લેવુ અને જો સીએચએની સામે લાલઆંખ ભરી કાર્યવાહી હકીકતમાં થાય, તેના લાયસન્સ રદ કરી દેવામા આવે તો દેશહિત-સરકાર હિતમાં પ્રથમ પગલુ કસ્ટમે ભર્યુ તેમ માની શકાય.

Comments