Trending News
સ્થાનિક સમાચાર

આડેસર-સાપેડા પટ્ટામાં રોયલ્ટીચોરો સામે  ટીમ એન.એ.પટેલની ફરી લાલઆંખ

20 June




ગાંધીધામ : પૂર્વ કચ્છના સિનિયર ખાણખનિજ અધિકારીશ્રી એન એ પટેલની ટીમ દ્વારા રાપર તાલુકા તથા અંજાર વિસ્તામાં તપાસ કરી અને ફરીથી રોયલ્ટીચોરોની સામે લાલઆંખ ભરી કાર્યવાહી કરી છે. તેઓની સતત જાગૃતીભરી કાર્યવાહીના લીધે અહી ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈજવા પામ્ય છે. માન.કલેકટરશ્રી, આનંદ પટેલ ૈંછજી ની સુચનાથી ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી,પૂર્વ કચ્છ ની ટીમ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૫ ના રોજ રાપર તાલુકાના આડેસર હાઇવે તેમજ અંજાર તાલુકાના સાપેડા રોડ થી ૨(બે) ચાઈના ક્લે અને અને ૧(એક) હાર્ડ મોરમ ખનિજ નું વહન કરતા ડમ્પરો ને રોકી ડમ્પરોના ચાલકો પાસેથી રોયલ્ટી અંગેના અધિકૃત આધારો માંગતા તેઓ રોયલ્ટી અંગેના કોઈ આધાર રજૂ કરી શકેલ ન હોય, સદરહુ ૩(ત્રણ) ડમ્પરો દ્વારા ખનિજનું બિનઅધિકૃત વહન કરતા હોવાનું ધ્યાને આવતા આ ૩(ત્રણ) ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન અંદાજીત ૭૫ લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.આમ, તપાસ દરમિયાન ૩(ત્રણ) ડમ્પરોમાં ખનિજનું 
બિનઅધિકૃત વહન ધ્યાને આવતા સદરહુ ડમ્પરોના ચાલક/ માલિક વગેરે કસુરદારો સામે ગુજરાત મિનરલ ( પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, 
ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM