નખત્રાણાની ખાનગી શાળામાં નિયમોની ઐસીતેસી : કચ્છની શાળાઓમાં ચાલતી લાલીયાવાડીની હિમશિલાના ટોંચસમાન.!
નોટીસ ફટકારી-દંડ વસુલાશે, ખરેખર તો માન્યતા જ રદ કરવી જોઈએ.!
નખત્રાણાની ખાનગી શાળા દ્વારા નિયત કરતાં વધુ ફી, અમુક જ ખાનગી પ્રકાશનોનાં પુસ્તકોની ખરીદી માટે વાલીઓ પર દબાણ મુદ્દે ફેલાયો હતો રોષ
ગુજરાત સરકાર દ્વારા એફઆરસી ફી રેગ્યુલેશન કમીટીનો કાયદો બનાવ્યો છે, પરંતુ આ શાળાઓ તો તેના ઉલાળીયા જ કરી રહી છે, સરકારની સારી નીતી છતા પણ અમલવારીના નામે મીંડુ હોવાથી વાલીઓ-વિદ્યાર્થીઓના બેફામ અને સરેઆમ થતા લોહીચુસણા : કોની બલીહારી? જિલ્લા શિક્ષણ વિભાગની ટીમો, તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી સહિતનાઓને કેમ આ સમસ્યાઓ દેખાતી નથી? કયા કારણો છે કે આ શાળાઓ પર કડકાઈથી કાર્યવાહી કરવામાં આવતી જ નથી? : જાણકારોમાંથી ઉઠતા સવાલો
જિલ્લા શિક્ષણાધીકારી શ્રી સંજય પરમારે નખત્રાણાની અર્ચના સ્કુલ સામે તપાસ સમીતીની રચના કરી, તપાસો આદરી અને તથ્થ આવશે તો કાર્યવાહીની પણ લાલઆંખ દેખાડી છે તો આ જ રીતે અન્ય સ્કુલોમાં પણ નહી થતુ હોય તેની શું ખાત્રી? ઝુંબેશરૂપ તપાસ થવાના બદલે ફરીયાદની કેમ જોવાતી રહે છે રાહ? ભોગગ્રસ્તોમાથી ઉઠતા સવાલે
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ આવે, સૌને માટે સુલભ શિક્ષણ સહીતના સુત્રોને સાર્થક કરવાની દીશામાં અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. શાળાઓના ખાનગીકરણ અને તેમાં રીતસરની થતી ઉઘાડી લુંટોને ડામવાને માટે પણ સરકાર ગંભીર બની હતી અને ફી રેગ્યુલેટર કમીટી સહીતની રચનાઓ કરી અને ખાનગી શાળાઓમાં નિયમ આધારીત ફી વસુલાય અને વિદાર્થીઓ અથવા તો વાલીઓને કોઈ જ પ્રકારની ફરજ ન પાડવામા આવે તે બદલ પણ આખુય માળખુ જ વિકસાવવામા આવ્યુ હતુ. પરંતુ જાણે કે જિલ્લા સ્તરે તેની અમલવારી કરવાની જવાબદારીઓ જે જિલ્લા અને માધ્યમિક શિક્ષણ તંત્ર અને તેમના જવાબદારો કર્મચારીઓ પર આવતી હોય છે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા સરકારના હિતના બદલે આવી કેટલીક શાળાઓ પાસેથી ખુદના ગજવા જ ગરમ કરી લેતા હોય તમ આજે પણ કચ્છમાં નખત્રાણા, માંડવી, મુંદરા કે અંજાર સહિતના વિસ્તારોમાં ધુમ ફાટીને ફુલેકે જવા પામી ગઈ હોય તેમ ફરીયાદો ઉઠી રહી છે, ન માત્ર ફરીયાદો ઉઠી છે બલ્કે તેને લઈને રજુઆતો,આવેદનો પત્રો પણ જવાબાદર તત્રોને આપવામાં આવ્યા હોવાની સ્થિતી કચ્છમાં સર્જાતી જોવાઈ ચુકી છે. તંત્રએ આવી ફરીયાદ બાદ પણ કયાંક કાર્યવાહી કરવાનો સંતોષનો ઓડકાર ખાઈ લીધો હોય તેવી સ્થિતી સર્જાતી હોવાનો પણ કચવાટ ઉભો થવા પામી રહ્યો છે.
વાત સહેજ વિગતે કરીએ તો કચ્છમાં ગણવેશ હોય કે
પાઠ્યપુસ્તકો અમુક જગ્યાએથી ખરીદી કરવા કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો આવરનવાર ઊઠતી હોય છે, તેવામાં તાજેતરમાં નખત્રાણાની ખાનગી શાળા દ્વારા નિયત કરતાં વિક્રેતા છે અને તેમજ અમુક
કંપનીઓનાં ખાનગી પ્રકાશનો ખરીદવા વાલીઓ પર દબાણ કરાતું હોવાની વાલીઓએ ફરીયાદ કયા બાદ હરક્તમાં આવેલાં જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સંયુક્ત તપાસ ટીમની રચના કરી વિગતો મેળવાતાં ફરિયાદોમાં તથ્ય જણાયા બાદ આ શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારની વાત માનીએ તો નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફી નિયમન કમિટી દ્વારા નિયત કરાયેલી ફી કરતાં વધુ એડમિશન તેમજ રિએડમિશન ફી લેવાતી હોવાની ફરિયાદ તથા ખાનગી પ્રકાશનોનાં
પુસ્તકો વાપરી શકાતા ન હોવા છતાં શાળા દ્વારા અમુક બુક સ્ટોલ પાસેથી ફરજિયાત પુસ્તકો ખરીદવા વાલીઓ પર દબાણ કરવાની ફરિયાદ મળતાં જિલ્લા શિક્ષણ તંત્રે સંયુક્ત તપાસ ટીમની રચના કરી પ્રાથમિક વિગતો મેળવતાં અમુક અંશે ફરિયાદો સાચી જણાતા આ શાળા સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરાઈ છે, જે સંદર્ભે કારણદર્શક નોટિસ અપાઈ છે. તેમજ શાળા સંચાલકોને તમામ આધારો સહિત સુનાવણીમાં હાજર રહેવા સૂચના અપાઈ છે. જો
આક્ષેપો સાબિત થશે તો શાળા સામે ફી નિયમન કમિટી અને રાઈટ ટુ એજ્યુકેશનની વિવિધ કલમો તળે દંડનીય કાર્યવાહી હાથ ધરવાની ખાત્રી આપી છે ત્યારે બીજીતરફ હવે અહી લોકો દ્વારા કહેવાય છે કે જો નખત્રાણામાં આ રીતે કાર્યવાહી થવા પામી છે તો પછી મુંદરા અને અંજારની શાળાઓની સામે પણ આવી ફરીયાદ તો ઉઠવા પામી જ ગઈ છે? તેની સામે કેમ કાર્યવાહી નહી.

Comments