Trending News
સ્થાનિક સમાચાર

પ્રથમ જ વરસાદમાં ગાંધીધામ સંકુલ બેટમાં ફેરવાયું : મનપાના મોટાપેટવાળા લાપરવાહો શબક લેશે ખરા?

19 June



જુઓ, માટીપગાતંત્રની લાપરવાહી, હજુ પણ વરસાદીનાળાનો કચરો કિનારે જ મુકી બેઠા છે, જરા છાંટા પડશે અને આ કચરો ફરી નાળા ચોકઅપ કરશે? 
આ..ને..સફાઈ કહેવી કે, કાગળ પર બીલો ઉધારવાની ચાલકી ભરી ગોઠવણી?


વરસાદ પહેલા પ્રિમોનસુખ પ્લાન ગયો પાણીમાં : સરકારની લાખોની માતબર ગ્રાન્ટની રકમ પર પણ ફરી ગયું પાણી : સરકારની સારી ઈચ્છા છતા પણ શહેરના અનેકવિસ્તારોમાં ભરાયા પાણી, લોકોને ભોગવવી પડી હાલાકી, ઠેર-ઠેર કેડસમા પાણીથી કઈક ગાડીઓ પાણીમાં ફસાઈ : નાળા સફાઈની લીંપાપોત્તીનો થયો ખુલાસો : હવે મનપાના મોટાપેટવાળા અધિકારીના પેટનું પાણી હાલશે ખરૂ, ઠેકેદારો અને બની બેઠેલા એન્જીનીયર પર કડકાઈથી કાર્યવાહી કરશે ખરા, કે હજુય આગે સે ચલી આતી હે વાળું રઘાશીયુ ગાડું જ ગબડાવે રખાશે




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામને મનપાનો દરજજો આપવામા આવ્યો છે છતા પણ અહી બની બેઠેલા અધિકારીઓની લાપરવાહીના પગલે નગરપાલિકા તંત્ર કરતા પણ રઘાશીયુ ગાડું જ ગબડાવાતુ હોય તેવી અવદશા સર્જાતી રહી છે. અનેકવિધ ફરીયાદો અને આંખ ઉઘાડનારા અખબારી અહેવાલોની નજરઅંદાજી કરનાર આ અમુક અધિકારીઓની બલિહારી કહો કે પછી ગાંધીધામ વાસીઓની કમનશીબી આ વખતે પણ પ્રથમ જ વરસાદમાં સંકુલ બેટમાં ફેરવાઈ જવા પામ્યુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. જળભરાવની હાલત બની જવા પામી હતી. પુર પહેલા પાળ બાંધવાના બદલે આ મનપા તંત્રના અધિકારીઓની કામગીરી છે કે પાણી આવ્યા પછી પાળ બાંધી રહ્યા છે, વરસાદ વરસી ગયો, વરસાદી પાણી દબાણોના લીધે શહેરમાં ઘુસી ગયુ, તે બાદ હવે તેના દબાણો અને કચરાને દુર કરવાના ત્રાગાઓ શરૂ કરી રહ્યા છે.  મહાનગરપાલિકા દ્વારા કરવામા આવતા કામો સમયસર સારી રીતે પુરા કરવામા ન આવતા હોવાથી શેહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવાની સ્થિતી જોવી પડી છે.પાલિકા દ્વારા પ્રિમોનસુન કામગીરી કરવામાં જ ન આવતા વરસાદમાં જ ઠેર ઠેર સમસ્યાઓ સર્જાઈ ગઈ છે. મનપા તંત્રએ આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે કરેલી કામગીરી પણ ખુલી પડી ગઈ છે. મજાની વાત તો એ છે કે, આવી સ્થીતી સર્જાઈ ગઈ, મનપા પર આટઆટલા માછલાઓ ધેાવાઈ રહ્યા છે, ભોગગ્રસ્તો દ્વારા પણકચવાટ અને નારાજગી દર્શાવાઈ રહી છે છતા પણ હજુ સુધી મનપાના આ અધિકારીઓ કયા કેવી અને શેના લીધે સર્જાઈ છે તે પણ કોઈએ જોવાની તસ્દી જ નથી લીધી? અથવા તો કોઈ અધિકારીએ તસ્લી દીધી હોય તેવુ કયાંય જોવા નથી મળ્યુ? જાણકારો અહી સવાલ કરી રહ્યા છે કે, સંકુલમા પાણી કેમ 
આટલુ બધુ ભરાઈ ગયુ? વરસાદી વહેણ-નાળાઓ શા માટે 
ચોકઅપ જ રહી ગયા? પાણી ભરાયા બાદહવે ઉચ્ચ અધીકારીને વહેણ ખુલ્લા કરવા, જેટીંગ મશીનો લગાડવાની કેમ અખાબુદ્ધી આવી છે? આ બધી જ કામગીરી વરસાદ અને ચોમાસા પહેલા શા માટે પાર ન પાડી? ખરેખર  મનપાતંત્ર સંકુલને પહેલા જ વરસાદમાં નર્કાગાર અવસ્થામાં મુકી દીધાની સ્થિતીમાથી બોધપાઠ મેળવશે કે કેમ? તેવો પણ વેધક સવાલ હવે ઉઠવા પામી રહ્યા છે.



........................


મોટાપેટવાળા ભ્રષ્ટાચારીને કાઢો-નપા સમયે ખાઈ ચુકેલાઓ સુધરવાના નથી 


ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકામાં જે રીતે ભ્રષ્ટ પદાધિકારીઓ વર્તી રહ્યા હતા તે રીતે જાણે કે, હવે મહાનગરપાલિકા તંત્રના બની બેઠેલા મોટાપેટવાળા અધિકારીઓ વર્તી રહ્યા હોય તેવુ દર્શાય છે. પ્રજાજનો, ગાંધીધામવાસીઓ, સરકાર મરો, બસ અમારૂ એક માત્ર તરભાણું ભરો. નકકર કામગીરી કરવી, પારદર્શિતાપૂર્વક કામો થવા, સ્થળ પર મુલાકાતો લેવી, બધુ જ તલ લેવા ગયુ, ઠેકેદારોને કામોની લ્હાણી કરવી અને તેમાથી જાણે કે ભાગબટાઈઓ જ કરી લેવાની એક જ રીતીનીતીમાં રચ્યાપચ્યા હોય તેવી રીતે વર્તી રહ્યા છે. જયા સુધી નગરપાલીકા તંત્રમાં ખાધેલાઓને મનપામાથી દુર નહી કરવામા અવે ત્યા સુધી શહેરની ભલીવારી થાય તેમ જણાતુ નથી. આ મોટાપેટવાળાને અહી થી દુર કરો અને કામ કરી કશે, પ્રજા અને સરકારના હિતોને સમજી શકે તેવાઓને મુકાવો. 



....................



પ્રજાજનો જાગો, અધિકારી તો જતા રહેશે, 
ભોગ બનવાનો વારો તમારો જ આવશે.!



ગાંધીધામ : ગાંધીધામવાસીઓ જાગો, જાગૃત બનો, મહાનગરપાલીકાના મોટા પેટવાળા અધિકારીઓ તો ગમે તે ઘડીએ અહીથી જતા રહેશે, મરો થશે પ્રજાજનોનો. નગરપાલિકામાં ચાલતુ હતુ તેનાથી પણ બદતર તંત્ર મનપાના મોટાપેટવાળા અધિકારીઓએ લાવી દીધુ છે. શહેરની હાલત બગડી રહી છે. વરસાદમા જે વિસ્તારના લોકોને અગવડ અને પારાવાર મુશ્કેલી વેઠવી પડી છે તે તમામે બહાર આવાવની જરૂર છે અને મોટાપેટવાળા અધિકારીઅનોો ઉઘડો લેવાની જરૂર છે. તેમની સામે રોષ પ્રગટ કરવાનો સમય આવી ગયો છે. જો આ બાબતે હાલમાં કડકાઈ નહી કરવામાં આવે તો મોટાપેટવાળા અધિકારીઓ સંકુનલે નર્કાગાર બનાવી દેશે તેઓ તો ગમે તે સમયે અહીથી બદલીને અન્યત્ર જતા રહેશે, પરંતુ પીડા અને સમસ્યાઓનો ભોગ બનવાનો વારો પ્રજાજનોનો જ આવશે.



.................



તમામ કાર્પોેરશેનમાં ગાંધીધામનું છે નબળુ પર્ફોમન્સ?
દબાણ પણ ન હટાવી શકયુ? કોની લાલીયાવાડી?





ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયમાં નવ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલીકાનો દરજજો આપી અને વિકાસના દ્વાર આ વિસ્તારમાં ખોલી દીધા હતા. પરંતુ ગાંધીધામ મનપા છે કે, આ બધાયની સાથે તેને મહાનગરપાલિકાનો દરજજો મળ્યો હોવા છતા આજે પણ નગરપાલિકા કરતા પણ અતી દારૂણ્ય સ્થિતીમાં સંકુલ છે. અન્યના પ્રમાણમાં ગાંધીધામ મનપાનો વીકાસનો માપદંડ ખુબજ તળીયે હોય તેમ દર્શાય છે. અન્ય નગરપાલીકાઓમાં ધબાધડ વિકાસકામો હાથ ધરવાની દીશામાં કાર્યવાહી કરાઈ છે. જયારે ગાંધીધામ મનપાતંત્ર છે કે, સાધારણ દબાણ પણ તેનાથી દુર ન થઈ શકયુ? દબાણોમાં માત્ર લીટાઓ કરી દીધા, સફેદ લાઈનો ખેંચાવી દીધી, નોટીસો ફટકારી દીધી, એટલે દબાણો જાણે કે દુર કરી લેવાયા હોય તેવો સંતોષ માની લીધો? પરંતુ હકીકત તો એ છે કે વરસાદી નાળા પરના દબાણો પર આ મનપા તંત્ર દુર ન કરી શકયુ અને સંકુલની હાલત નર્કાગાર જેવી કરી દીધી છે? તપાસ થવી જોઈએ કે કોની લાલીયાવાડી છે તેની પાછળ?

Comments

COMMENT / REPLY FROM