નખત્રાણા અને નલિયામાં અકસ્માતે બે યુવાનોના જીવ ગયા
ભુજ : પશ્ચિમ કચ્છમાં નખત્રાણાના યક્ષ અને નલિયામાં માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બે યુવાનોના મોત થયા હતા. નખત્રાણા તાલુકાના મોટા યક્ષ પાસે આવેલા પુલિયા પર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ બાઈક અને બોલેરો ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં દયાપરના ૩૯ વર્ષિય સતીશ ખમીશા કોલીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. જ્યારે રર વર્ષિય અરવિંદ અમુભાઈ કોલીને ઈજાઓ થઈ હતી. જેને જી.કે.માં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
આ તરફ નલિયા-માંડવી હાઈવે રોડ પર કસ્તૂરબા ગાંધી હોસ્ટેલ પાસે ગઈકાલે રાત્રે અકસ્માત થયો હતો. જેમાં રોડ પર ઊભેલા ટ્રેક્ટરમાં બાઈક ઘૂસી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે બાઈક ચાલકનું મોત થયું હતું. હતભાગીનું નામ જગન માજી અને તેની ઉમર આશરે ર૦ વર્ષ હોવાનું સામે આવ્યું હતું. પરપ્રાંતિય યુવાનનું અકસ્માતે મોત થયું હતું. નલિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments