કંડલામાં કસ્ટમનો ભ્રષ્ટ લાંચીયો હવાલદાર ઝડપાયો : પૂર્વ કચ્છ એસીબીની સફળ ટ્રેપ : ભ્રષ્ટાચારીઓમાં ફફફાટ
કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપના કુલ નાણાન વસુલાત કરતા લાંચીયો જિગ્નેશ કેશવજી બળીયા દબોચાયો
ગાંધીધામ : કચ્છમાં કાર્યરત બંદરોમાં વેપાર વાણીજયમાં કસ્ટમનાભ્રષ્ટ તત્વો કનડગતો કરી અને લાચ માંગતા હોવાની ફરીયાદો સમયાંતરે ઉઠતી જ રહેતી હોય છે જેને સમર્થન મળવા પામી ગયુ હોય તેવી એક ઘટના આજ રોજ સામે આવવા પામી ગઈ છે. આજ રોજ એસીબીની ટીમ દ્વારા સફળ ટ્રેપ કરવામા આવી છે અને કસ્ટમના એક હવાલદારને લાંચ લેતા રંગે હાથ પકડી પાડયા છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર એક જાગૃત ફરીયાદીએ એસીબીને વિગતો આપી હતી જે બાદ આજ રોજ આ કામોના આરોપી એવા જિગ્નેશ કેશવજી બળીયા, ઉ.વ.૩૩, હોદ્દોઃ હેડ હવલદાર, વર્ગ-૦૩, કસ્ટમ વિભાગને રૂ.૯૮૫૦ની લાંચની માંગણી કર્યા બાદ તે લાંચ સ્વીકારતા ાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા ખાતેથી રંગે હાથ દબોચી લીધો છે. ગુનાની ટુંક વિગત તે એવી રીતે કે, આ કામના ફરીયાદીશ્રીની કંપની જે પોર્ટ આવતો જતો માલ સામાનનો કસ્ટમથી ક્લીરીયન્સ કરાવી પોર્ટ પરથી માલ ટ્રકો મારફતે પોર્ટમાંથી અંદર બહાર મોકલતા હોઇ અને ફરિયાદી ઓપરેશન ઇન્ચાર્જ હોઇ દિન દયાલ કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, હેડ હવલદાર કસ્ટમ વર્ગ-૩એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપના કુલ કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેઓએ એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કરતા ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવે જેમાં આરોપી જિગ્નેશએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૦૧ની હાજરીમાં રૂપીયા-૯૮૫૦/-ની ગેરકાયદેસર માંગણી કરી સ્વીકારી ગુનાહિત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા બાબતે અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ટ્રેપ કરનાર અધિકારી શ્રી એલ.એસ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ કચ્છ(પુર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. ટીમ સુપર વિઝન અધિકારી શ્રિ એમ.જે.ચૌધરી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી., બોર્ડર એકમ સહિતનાઓ આ કેસની કાર્યવાહીમાં જોડાયા હતા.
........................
જો હવાલદાર આટલો ભ્રષ્ટ હોય, તો ઉચ્ચ અધિકારીઓના હપ્તા કયાં જતા હશે..?
ઝડપાયેલા શખ્સ અન્ય કોને કોને ભાગબટાઈ આપતો હતો? થવી જોઈએ તપાસ
ગાંધીધામ : કંડલા અને મુંદર પર રોજ બરોજ મોટો દરીયાઈ વેપાર વાણીજય થાય છે. અહી એક હવાલદાર કક્ષાનો કસ્ટમનો ભ્રષ્ટ તત્વ એક કંપની પાસેથી ટ્રકોની હેરફેર માટે આટલી રકમો માંગી લેતો હોય તો અધિકારીઓનો ભ્રષ્ટાચાર અહીયા કયા જતો હશે? ખરેખર આ બાબતે પણ તપાસ થવી જોઈએ.
..........................
કચ્છઉદય એ તો વખતોવખત ભાવપત્રકો કર્યા હતા રજુ : જુઓ ઠર્યાને સચોટ.!

Comments