Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી લેવાયા 

18 June




ભુજ : શહેરના અંજલીનગર વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા ૧ર.પ૦ લાખની સામે ૩૩.૬૮ લાખ ચૂકવ્યા છતા ઉઘરાણી કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં એલસીબીએ બન્ને આરોપીને ઝડપી લીધા છે. 
ફરિયાદી માહિર અબ્દુલ ગફુર સમાના જણાવ્યા પ્રમાણે તેમણે લખુરાઈ ચાર રસ્તા પાસે રહેતા દરકાસ જાનમામદ ગગડા પાસે ૪૦ ટકા વ્યાજે ટુકડે ટુકડે સવા વર્ષમાં ૧ર.પ૦ લાખ રૂપિયા લીધા છે. જેમાં ૩૩.૬૮ લાખ રૂપિયા ચૂકવી આપ્યા છે છતાં આરોપી દ્વારા ફોન અને રૂબરૂમાં ઉઘરાણી કરવામાં આવતી હતી અને અકબર અબ્દુલ મિયાત્રાએ વ્યાજ અને રકમની ઉઘરાણી કરી રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વ્યાજખોરી બાબતે બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ થતા એલસીબીએ દરકાસ અને અકબરને ઝડપી બી-ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા. 

Comments

COMMENT / REPLY FROM