Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલામાં ડે.ચેરમેન પદે નીલાભ્ર દાસગુપ્તાની નિમણુક : શીપીંગ મંત્રાલયની લીલીઝંડીની ઈંતજારી

17 June



નંદીશ શુકલાની ટર્મ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી જગ્યા ભરાઈ : આઈઆરએસ શ્રી દાસગુપ્તાની ડીપીએ કંડલાના ડે.ચેરમેન પદે એસીસીએ આપી મંજુરી 



ગાંધીધામ : દેશના મહાબંદર પેકીના એક એવા દીનદયાલ પોર્ટ ઓથોરીટીને આગામી ટર્મ માટે ડેપ્યુટી ચેરમેન મળી જવા પામ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ડીપીએ પોર્ટના ડેપ્યુટી ચેરમેન પદે નંદીશ શુકલાનો સમયકાળ પૂર્ણ થતા તેઓની અહીથી બદલી કરવામા આવી હતી અને તે બાદ આ જગ્યા ખાલી રહેવા પામી હતી જેના પર હવે મીનીસ્ટ્રી ઓફ પોર્ટસ, શીપીંગ તથા વોટરવેઝ દ્વારા આઈઆરએસ કક્ષાના અધીકારીને મુકવાનો નિર્ણય લઈ લીધો હોવાના આદેશો વછુટી ચૂકય છેે.
ડેપ્યુટી સેક્રેટરી ભારત સરકારના એનીસ કન્નમન્ની જોયના આદેશ તા. ૧૪મી જુન ર૦રપના રોજ જાહેર કરવામા આવ્યો છે અને તેમાં જણાવ્યા અનુસાર ડીપીએ-કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેન પદ માટે એપોઈન્ટમેન્ટ કમીટી ઓફ ધી કેબીનેટ દ્વારા મંજુરી આપી દેવામા આવી છે અને તે બાદ ર૦૦૮ની બેચના આઈઆરએસ અધિકારી નિલાભ્ર દાસ ગુપ્તાને ડીપીએ-કંડલાના ડે.ચેરમેન તરીકે નિયુકત કરવામા આવી રહ્યા છે.  આગામી તા. ૧૦-પ-ર૦ર૮ સુધીનો તેમનો સમયકાળ રહેવા પામશે. આ બાબતે ડીપીએ કંડલા પ્રશાસનને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, હજુ સુધી સત્તાવાર કોઈ ઓર્ડર આવવા પામ્યો નથી પરંતુ ડે.ચેરમેનશ્રીનીનિયુકિતને માટે શીપીંગ વિભાગની લીલીઝંડી મળવાની બાકી છે પરંતુ હવે તુંર્તમા જ આ પદ ભરાઈ જશે તેવો આશાવાદ દર્શાવાયો હતો.

Comments

COMMENT / REPLY FROM