Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટીને બે દાયકા બાદ મળી નેકની માન્યતા : ‘સી’ ગ્રેડ અપાયો

17 June



તાજેતરમાં નેક મુલ્યાંકન ટીમે તપાસ કર્યા બાદ વિધિવત ધોરણે યુનિવર્સિટીને માન્યતા આપતા કચ્છમાં ઉચ્ચ શિક્ષણ માટે સોનાનો સુરજ ઉગ્યો : નેકની માન્યતા મળતા વિદ્યાર્થીલક્ષી કાર્યો માટે વિશેષ ગ્રાન્ટ પ્રાપ્ત થવાથી ઉચ્ચ શિક્ષણ માટેની સવલતો વધશે

ભુજ : ભૂકંપ બાદ કચ્છમાં જ ઉચ્ચ શિક્ષણની જરૂરીયાતને પુરી પાડવા માટે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી, બે દાયકા થવા છતાં આજદિન સુધી એક પણ વખત નેકની માન્યતા મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા ન હતા. વર્તમાન કુલપતિ ડો. મોહન પટેલે કાર્યકાળ સંભાળતાની સાથે નેકની માન્યતા મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા, છ મહિના પહેલા અંદાજે ૧પ હજાર પાનાના ડોકયુમેન્ટ તૈયાર કરી નેકમાં સબમીશન માટે મોકલ્યા હતા. જે બાદ તાજેતરમાં નેકની ટીમે રૂબરૂ વીઝીટ કરી સુવિધાઓની સમીક્ષા કરી શૈક્ષણીક અને બિન શૈક્ષણિક સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. અઠવાડિયામાં નેકનો રીપોર્ટ આવવાની શકયતા હતી, તેવામાં આજે સવારે મળતી માહિતી પ્રમાણે કચ્છ યુનિ.ને નેકની માન્યતા મળવા પામી છે. નેકમાં યુનિવર્સિટીને સી ગ્રેડ પ્રાપ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. યુનિ.ના વર્તુળોમાં આ બાબતે ભારે ચર્ચા જગાવી છે. આ બાબતે કુલપતિ અને કુલસચિવનો સંપર્ક કરતા થઈ શકયો ન હતો. જેથી સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ યુનિ.ને સી ગ્રેડ પ્રાપ્ત થયો હોવાની શિક્ષણ વર્તુળોમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. નેકના ફાયદાની જો વાત કરીએ તો યુનિ.ના શિક્ષણને સતાવાર માન્યતા મળે છે. ઉપરાંત કેન્દ્ર અને યુજીસીમાંથી વધારાની ગ્રાન્ટો પ્રાપ્ત થાય છે. બહારથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. એકંદરે શિક્ષણને સર્વોત્તમનો ગ્રેડ પ્રાપ્ત થાય છે. વધારાની ગ્રાન્ટ પ્રાપ્ત થવાથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી સાથે સંસ્થામાં જરૂરી ડેવલપમેન્ટના કામો હાથ ધરી શકાય અને વિદ્યાર્થીઓને પણ ઉપયોગી સુવિધાઓ વિકસાવી શકાય તેમ છે. મહત્વનું છે કે ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી એ++, બી સહિતના ગ્રેડો ધરાવે છે. સી ગ્રેડ કચ્છ યુનિ.ને અપાયાની વાત જો સાચી જ ઠરે તો ગુજરાતમાં સૌથી તળિયે સી ગ્રેડ ધરાવતી યુનિ. કચ્છની બની રહેશ તેનો પણ છાનોકચવાટ શિક્ષણવિદો દર્શાવી રહ્યા છે.  


..............


કેમ ન થવી જોઈએ કડક સમીક્ષાઓ..!

બી પ્લસના આશાવાદ સામે સી ગ્રેડ?
કયાં રહી ગઈ આટલી બધી અધુરાશો?


ગાંધીધામ : કચ્છ યુનિ.માં તાજેતરમાં જ નેકની ટીમે સ્થાનિકે મુલાકાત લીધી હતી. માન્યતા આપવા અને ગ્રેડ મુદ્દે સ્થળ નિરિક્ષણ કરી જાત માહીતીઓ એકત્રિત કરી હતી. આ ટીમ ગયા બાદ યુનિવસિર્ટીને બી પ્લસ ગ્રેડ મળવાની આશા હતી તે વચ્ચે જ સી પ્લસ ગ્રેડ મળ્યો હોવાની વાત વહેતી થવા પામી છે. ત્યારે શિક્ષણ જગતનો પ્રબુદ્ધવર્ગ સવાલો પુછી રહ્યો છે કે, કયા અધુરાશો રહી ગઈ? કેમ સી ગ્રેડ કચ્છ યુનિ.ને મળવા પામ્યો છે?




.......................


કચ્છ યુનિ.માં એકસટર્નલ કોર્ષ શરૂ  થવાનો માર્ગ મોકળો

ગાંધીધામ : નેકની માન્યતાના અભાવે કચ્છ યુનિ.માં એકસટર્નલ ચાલતા અભ્યાસક્રમોને સિલસિલાવાર તાણા જ લાગી જવા પામ્યા હતા અને અનેક વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હવે જયારે સી ગ્રેડ તો સી, પરંતુ નેકની માન્યતા મળવા પામી છે ત્યારે ફરીથી કચ્છ યુનિ.માં એકસટર્નલ કોર્ષીશ શરૂ થવાનો માર્ગ મોકળો થવા પામી ગયો હોય તેમ દર્શાય છે. કહેવાય છે કે, નેકની માન્યતા ન હોવાના પગલે જ તે વખતે એકસટર્નલ કોર્ષ બંધ કરવામા અવ્યા હતા. 
3

Comments

COMMENT / REPLY FROM